સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

લગ્‍નજીવન બચાવવું સજાગ બનો!ના એપ્રિલ - જૂન ૨૦૦૧ના “શું આપણું લગ્‍નજીવન બચાવી શકાય?” લેખોની શૃંખલા માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. વર્ષ પહેલાં અમારા લગ્‍નજીવનમાં સમસ્યાઓ હતી. અમારા બંનેનો ઉછેર, વાતવાતમાં ગુસ્સે થઈ જતા હોય એવા કુટુંબમાં થયો હતો. તેથી, અમે લાગણીઓ ઘવાય એવા શબ્દો બોલતા અને બાબતો બેકાબૂ બની જતી. પરંતુ, હવે અમે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાનું શરૂ કર્યું છે અને અમે બહુ જ ખુશ છીએ.

આર. ઓ., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g01 8/22)

મંડળના વડીલ તરીકે, મને એ જોવા મળ્યું કે પ્રેમ વિનાના લગ્‍નમાં ફસાયા છે એવું અનુભવનારા લોકોને મદદ કરવી મારા માટે સૌથી મુશ્કેલ છે. વર્ષોથી આપણાં પ્રકાશનોમાં એને લગતી પુષ્કળ શાસ્ત્રીય સલાહ આપવામાં આવી છે. તેમ છતાં, આ સામયિકના લેખો જોઈને મને લાગ્યું કે આવા લોકોને મદદ કરવા જેની જરૂર છે એવી આ વધારે સીધેસીધી સલાહ છે. ખરેખર, લેખોએ મને ઘણું ઉત્તેજન આપ્યું છે!

એલ. આર., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g01 8/22)

મને લાગતું હતું કે અમારા લગ્‍નજીવનમાં કોઈ ધ્યેય કે હેતુઓ નથી. મને એવી લાગણી થતી કે મારા પતિ અને હું એક બીજાને પ્રેમ કરતા નથી પરંતુ જેમ તેમ કરીને લગ્‍નજીવન ચલાવી રહ્યા છીએ. ઘણી વાર મેં છૂટાછેડા લેવાનો પણ વિચાર કર્યો. પરંતુ, “શું આપણું લગ્‍નજીવન બચાવી શકાય?” (એપ્રિલ - જૂન ૨૦૦૧) લેખોની શૃંખલા પૂરી પાડવા માટે ઘણો આભાર, હવે અમે ફરીથી એકબીજાને પ્રેમ કરીએ છીએ.

ઈ. આર., સ્પેન (g01 9/8)

હું એક ખ્રિસ્તી પત્ની છું. પરંતુ, છેલ્લા કેટલાંક વર્ષોથી મારા લગ્‍નજીવનથી દુઃખી થઈ ગઈ હતી, કેમ કે હું અને મારા પતિ એકબીજાને બહુ જ દુઃખ પહોંચાડતા હતા. અમને એમ લાગતું હતું કે હવે અમારા પહેલાં જેવા સારા સંબંધ ક્યારેય બંધાશે નહિ. પરંતુ, મેં આ લેખો વાંચ્યા ત્યારે, મને એવું લાગ્યું કે જાણે યહોવાહ કહી રહ્યા છે, ‘હિંમત ન હાર!’ અમે એક વખત એકબીજાને જેવો પ્રેમ કરતા હતા, એવો પ્રેમ પાછો મેળવવા હું પોતે હકારાત્મક પગલાં લેવા પ્રેરાઈ. મારા પતિએ પણ મને સાથ આપવાનું શરૂ કર્યું છે. હું આ લેખો અવારનવાર વાંચીશ.

એન. એચ., જાપાન (g01 9/8)

મેં હમણાં જ બાપ્તિસ્મા લીધું છે અને મારી વિધર્મી પત્ની હજુ મારો વિરોધ કરી રહી છે. તમારા લેખોએ, હું કઈ રીતે મારું લગ્‍નજીવન સફળ બનાવી શકું એ જોવા ઘણી મદદ કરી છે. એ યોગ્ય સમયે જ આવ્યા છે.

ડબલ્યું. એસ., ઑસ્ટ્રેલિયા (g01 9/8)

અમારું લગ્‍નજીવન સુખી છે તોપણ, એ લેખોથી હું બીજાઓને મદદ કરી શકીશ એમ વિચારીને મેં એ વાંચવાનું શરૂ કર્યું. પરંતુ, શૃંખલાની શરૂઆતથી જ એવા વ્યવહારુ મુદ્દાઓ આપવામાં આવ્યા છે કે જેની મદદથી હું અમારા લગ્‍ન બંધનને મજબૂત કરી શકી.

એમ. ડી., ઇટાલી (g01 9/8)

મારા મંડળની એક બહેને મને કહ્યું કે તેના વિધર્મી પતિ સાથે તેને વારંવાર ઝઘડા થતા હોવાથી, તેઓ અલગ થયા છે. થોડા સમય પછી તેણે મને કહ્યું કે બાબતો હવે સુધરી ગઈ છે. તેણે આ લેખોનો “આનંદ માણ્યો” અને એમાંથી તેને પોતાની સમસ્યાઓ હલ કરવામાં ઘણી મદદ મળી. તેણે કહ્યું કે ખાસ કરીને વાતચીત વ્યવહાર વિષેની ટીકા તેને વધારે મદદરૂપ થઈ. હવે, તે અને તેના પતિ સાથે રહે છે.

એન. એસ., કૅનેડા (g01 9/8)

દૂધિયા દાંત હું દાંતના એક ડૉક્ટરના હાથ નીચે કામ કરું છું. મારું કામ માતાઓને એ શીખવવાનું છે કે તેઓએ પોતાના નાનાં બાળકોના દાંતની કેવી રીતે કાળજી રાખવી જોઈએ. “નાજુક દાંતનું રક્ષણ કરો” (જાન્યુઆરી - માર્ચ ૨૦૦૧) લેખે મને ઘણી જ મદદ કરી, કારણ કે એ લેખ પ્રવાહી પદાર્થો અને બૅક્ટેરિયાથી દાંતને થતા નુકસાન વિષે સમજાવે છે. મારી મુલાકાત લેનાર દરેક માતાને હું એ સામયિકની એક પ્રત આપું છું અને એના ખૂબ સારા પરિણામો મળ્યા છે!

ટી.સી.એસ., બ્રાઝિલ (g01 7/8)