સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તવિરોધી કોણ છે?

ખ્રિસ્તવિરોધી કોણ છે?

બાઇબલ શું કહે છે

ખ્રિસ્તવિરોધી કોણ છે?

“ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે.”—૧ યોહાન ૨:૧૮.

જો તમને ચેતવણી આપવામાં આવે કે કોઈ ખુંખાર અપરાધી તમારા વિસ્તારમાં આવી રહ્યો છે તો, તમે શું કરશો? તમે તેના દેખાવ અને તે કેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે એ વિષે સચોટ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશો. તમે એકદમ સાવધ થઈ જશો.

આજે આપણે એવી જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. આપણને પ્રેષિત યોહાનના શબ્દ દ્વારા ચેતવણી આપવામાં આવી છે: “દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી; અને ખ્રિસ્તવિરોધીના જે આત્મા વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એજ છે; અને તે હમણાં પણ જગતમાં છે.” (૧ યોહાન ૪:૩) શું પરમેશ્વરના દુશ્મનો અને માણસોને ભમાવનાર, ખ્રિસ્તવિરોધીઓ હજુ પણ સમગ્ર માણસજાતના હિતને ધમકીરૂપ છે?

યોહાને પોતાના બે પત્રમાં “ખ્રિસ્તવિરોધી” શબ્દનો પાંચ વાર ઉપયોગ કર્યો. તે એવી વ્યક્તિને બતાવે છે કે જે ઈસુ ખ્રિસ્ત વિષેના બાઇબલ શિક્ષણનો વિરોધ કરે છે અને એવી ઢોંગી વ્યક્તિઓ પોતે ખ્રિસ્ત હોવાનો અથવા તેમના તરફથી આવ્યા હોવાનો દાવો કરે છે. બાઇબલ ખ્રિસ્તવિરોધીઓ વિષે ભરોસાપાત્ર માહિતી આપે છે. પરંતુ, અમુક વાર ખુંખાર અપરાધીના કિસ્સામાં બને છે તેમ, આ રહસ્યમય વ્યક્તિ વિષેની સત્ય હકીકત કરતાં પાયા વગરના અહેવાલો પર વધારે ધ્યાન આપવામાં આવે છે.

ખોટી ઓળખ

પ્રેષિત યોહાનના સમયથી, લોકોએ એવો દાવો કર્યો છે કે ખ્રિસ્તવિરોધી વિષેના યોહાનના શબ્દો ખાસ એક વ્યક્તિને લાગુ પડે છે. લોકોએ અલગ અલગ લોકોને ચીંધ્યા છે. સદીઓ પહેલાં ઘણા વિચારતા હતા કે રૂમી સમ્રાટ નીરો ખ્રિસ્તવિરોધી હતો. પછી, ધિક્કાર અને આતંક ફેલાવનાર એડોલ્ફ હિટલર વિષે ઘણા લોકોને લાગ્યું કે તે ખ્રિસ્તવિરોધી છે. વળી, જર્મન તત્ત્વજ્ઞાની ફેડરિક નીટ્‌સેનાને પણ ખ્રિસ્તવિરોધી કહેવામાં આવ્યો. તોપણ, બીજા માને છે કે ખ્રિસ્તવિરોધી હજુ આવવાનો બાકી છે જે આખા જગત પર શાસન કરવા ઇચ્છનાર ચાલાક, નિષ્ઠુર રાજકારણીના રૂપમાં આવશે. તેઓ માને છે કે પ્રકટીકરણના ૧૩માં અધ્યાયમાં ઉલ્લેખ કરેલું જંગલી શ્વાપદ, ખાસ કરીને યોહાન દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા ખ્રિસ્તવિરોધીને લાગુ પડે છે. તેઓ કહે છે કે “૬૬૬”નું ચિહ્‍ન, ભવિષ્યમાં ઘોર દુષ્ટતા કરનાર ખ્રિસ્તવિરોધીને બતાવે છે.

આવી માન્યતા ધરાવનારાઓ ધારે છે કે યોહાન ફક્ત એક જ ખ્રિસ્તવિરાધીને બતાવી રહ્યા હતા. પરંતુ, આ શબ્દો શું બતાવે છે? પહેલો યોહાન ૨:૧૮ પર ધ્યાન આપો: “ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે.” હા, “ખ્રિસ્તવિરોધીઓ” કોઈ એક વ્યક્તિ નહિ, પણ “ઘણા” હતા જેઓ, પ્રથમ સદીમાં આત્મિક રીતે ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર હતા. આજે કોઈ એકાદ નહિ, પણ ઘણા ખ્રિસ્તવિરોધીઓએ ખ્રિસ્તવિરોધી વર્ગ બનાવ્યો છે. તેઓ માણસજાત પર આત્મિક વિનાશ લાવ્યા છે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) આ ખ્રિસ્તવિરોધીઓ કોણ છે?

ચાલો આપણે પ્રકટીકરણ અધ્યાય ૧૩ના જંગલી શ્વાપદને ખ્રિસ્તવિરોધી તરીકે જોઈએ. પ્રેષિત યોહાને લખ્યું: “શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રકટીકરણ ૧૩:૨) આ ગુણલક્ષણો કોને લાગુ પડે છે?

બાઇબલ વિદ્વાનો પ્રકટીકરણના તેરમા અધ્યાય અને દાનીયેલના સાતમા અધ્યાય વચ્ચેના સંબંધને બતાવે છે. પરમેશ્વરે દાનીયેલને રૂપકાત્મક શ્વાપદનું સંદર્શન આપ્યું જેમાં ચિત્તો, રીંછ અને સિંહનો સમાવેશ થતો હતો. (દાનીયેલ ૭:૨-૬) પરમેશ્વરના પ્રબોધકે એઓને કયો અર્થ આપ્યો હતો? તેમણે લખ્યું કે એ જંગલી જાનવરો પૃથ્વી પરના રાજાઓ કે સરકારોને સૂચવે છે. (દાનીયેલ ૭:૧૭) તેથી, આપણે તર્કપૂર્ણ રીતે જ નિષ્કર્ષ કાઢી શકીએ કે પ્રકટીકરણનું જંગલી શ્વાપદ માનવ સરકારોને લાગુ પડે છે. આ સરકારો પરમેશ્વરના રાજ્યનો વિરોધ કરતી હોવાથી, તેઓ ખ્રિસ્તવિરોધીનો એક ભાગ બને છે.

બીજું કોણ ખ્રિસ્તવિરોધી છે?

પરમેશ્વરના દીકરા, ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેમના ઘણા દુશ્મનો હતા. જોકે, હવે તે પૃથ્વી પર નથી છતાં, આધુનિક દિવસમાં તેમના ઘણા વિરોધીઓ છે. એમાં કોનો સમાવેશ થાય છે એ જુઓ.

પ્રેષિત યોહાને બતાવ્યું: “જે કોઈ ઈસુનો નકાર કરે છે, અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તેજ ખ્રિસ્તવિરોધી છે.” (૧ યોહાન ૨:૨૨) ધર્મત્યાગીઓ અને જૂઠી ઉપાસનાના ધર્મગુરુઓએ ઈસુના સ્પષ્ટ શિક્ષણને જૂઠા ધર્મના શિક્ષણ સાથે ગૂંચવી નાંખ્યું છે. આવી વ્યક્તિઓ બાઇબલ સત્યનો નકાર કરે છે અને પરમેશ્વર તથા ખ્રિસ્તના નામે જૂઠાણાં ફેલાવે છે. તેઓ ત્રૈક્યના શિક્ષણ દ્વારા પિતા અને પુત્ર વચ્ચેના ગાઢ સંબંધનો નકાર કરે છે. એ કારણે, તેઓ પણ ખ્રિસ્તવિરોધીનો એક ભાગ છે.

ઈસુએ પોતાના શિષ્યોને લુક ૨૧:૧૨માં અગાઉથી ચેતવણી આપી હતી: “મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના[ના અધિકારીઓ]ને હવાલે કરશે.” પ્રથમ સદીથી, સાચા ખ્રિસ્તીઓએ ક્રૂર સતાવણી સહન કરી છે. (૨ તીમોથી ૩:૧૨) આ પ્રકારની સતાવણી કરનારાઓ ખ્રિસ્તનો વિરોધ કરે છે. તેઓ પણ ખ્રિસ્તવિરોધીનો એક ભાગ છે.

“જે મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે, અને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે.” (લુક ૧૧:૨૩) અહીં ઈસુ બતાવે છે કે તેમનો અને પરમેશ્વરના હેતુઓનો વિરોધ કરનારાઓ સર્વ ખ્રિસ્તવિરોધીનો એક ભાગ છે. તેઓ માટે કઈ બાબત રાહ જોઈ રહી છે?

ખ્રિસ્તવિરોધીઓનું શું થશે?

ગીતશાસ્ત્ર ૫:૬ કહે છે, “જૂઠું બોલનારાઓનો નાશ તું કરશે; ખૂની તથા કપટી માણસોથી યહોવાહ કંટાળે છે.” શું આ બાબત ખ્રિસ્તવિરોધીઓને લાગુ પડે છે? હા. પ્રેષિત યોહાને લખ્યું: “જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે; તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તેજ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.” (૨ યોહાન ૭) ખ્રિસ્તવિરોધીઓ જૂઠું બોલતા હોવાથી અને છેતરપિંડી કરતા હોવાથી, સર્વશક્તિમાન પરમેશ્વર તેઓનો નાશ કરશે.

પરમેશ્વરના ન્યાયચુકાદાનો સમય નજીક આવી રહ્યો છે તેમ, સાચા ખ્રિસ્તીઓએ ખ્રિસ્તવિરોધીઓથી, ખાસ કરીને ધર્મત્યાગીઓથી છેતરાવું જોઈએ નહિ. તેમ જ, તેઓના દબાણને પણ અનુભવવું જોઈએ નહિ જેનાથી વિશ્વાસ નબળો પડી શકે છે. ખરેખર, આજે યોહાનની ચેતવણી તાકીદની છે: “તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરૂં પ્રતિફળ પામો.”—૨ યોહાન ૮. (g01 8/8)

[પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પાન ૨૦ પર નીરો: Courtesy of the Visitors of the Ashmolean Museum, Oxford