સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જગત એકતા માત્ર સ્વપ્ન નહિ

જગત એકતા માત્ર સ્વપ્ન નહિ

જગત એકતા માત્ર સ્વપ્ન નહિ

ભારતના કેરલા રાજ્યના એક માણસે આ સામયિકના પ્રકાશકને લખ્યું: “તમારું સજાગ બનો! સામયિક બીજાં બધાં સામયિકો કરતાં વિશિષ્ટ છે. મને લાગે છે કે ભાગ્યે જ એવો કોઈ વિષય હશે જેની ચર્ચા એમાં કરવામાં આવી ન હોય. ખાસ કરીને પ્રકૃતિ વિષેના લેખો વાંચવાનો મેં ખૂબ આનંદ માણ્યો.”

એ માણસને સજાગ બનો! એક ખાસ કારણસર ગમ્યું હતું, તે સમજાવે છે: “મને નથી લાગતું કે સજાગ બનો! સિવાય બીજું કોઈ સામયિક, બીજા દેશના લોકોને પણ પોતાના ભાઈઓ તરીકે જોવામાં મદદ કરતું હોય. સજાગ બનો!ની જેમ બીજું કોઈ સામયિક જગત એકતાના વિચારને પ્રોત્સાહન આપતું નથી. મેં વાંચેલા ઘણાં સામયિકો સાથે એની સરખામણી કરું છું ત્યારે, હું ચોક્કસ કહી શકું કે સજાગ બનો! એક મૂલ્યવાન સામયિક છે.”

સજાગ બનો! વિષેનું વાચકનું આ અવલોકન, એ સામયિકના દરેક અંકના પાન ૪ પર આપેલા એના હેતુના સુમેળમાં છે, જે બતાવે છે: “એ હંમેશા રાજકારણમાં તટસ્થ રહે છે, અને એક જાતિને બીજી કરતાં ઊંચી ગણતું નથી.” સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે સજાગ બનો! પોતાના વાચકોને જીવનના મહત્ત્વના પ્રશ્નોના જવાબ માટે ઉત્પન્‍નકર્તા તરફ મીટ માંડવા જણાવે છે.

દેવ આપણી પાસે શું માંગે છે? એ ૩૨ પાનની મોટી પુસ્તિકાનો પણ એ જ હેતુ છે. એના ૧૬ પ્રકરણોમાં “દેવ કોણ છે?” “પૃથ્વી માટે દેવનો શું હેતુ છે?” અને “દેવનું રાજ્ય શું છે?” જેવાં વિષયોનો સમાવેશ થાય છે. આ ૩૨ પાનની મોટી પુસ્તિકા વિષે વધુ માહિતી જોઈતી હોય તો, આ પાનની નીચે આપવામાં આવેલી કુપનને ભરીને ટપાલથી નીચેના સરનામા પર અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામા પર મોકલાવો. (g01 7/22)

દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકા વિષે મને વધુ માહિતી મોકલો.

□ મફત ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારી મુલાકાત લો.