અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
મિલનવાયદા માટે ખૂબ નાનો?“યુવાનો પૂછે છે . . . મારા માબાપ મને મિલનવાયદા માટે ખૂબ નાનો ગણતા હોય તો શું?” (જાન્યુઆરી ૨૨, ૨૦૦૧, અંગ્રેજી) એ લેખ મને ખૂબ જ ગમ્યો. હું ૧૭ વર્ષનો છું અને હું સમજ્યો છું કે લગ્ન કરવા કે કુટુંબની જવાબદારી ઉપાડવા હજુ હું ખૂબ નાનો છું. આ લેખે મને એ જોવામાં મદદ કરી કે મિલનવાયદો શરૂ કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું અને ભવિષ્યમાં લગ્ન કરવાનું નક્કી કરતી વખતે નિર્ણાયકતા વાપરવી.
એ.એમ.એચ., યુનાઈટેડ સ્ટેટ્સ (g01 10/8)
હું સમજી શકું છું કે છોકરો અને છોકરી એકબીજા સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરતા હોય એનું પરિણામ સારું આવતું નથી. હું પણ એમાં જ ફસાઈ જાત. મારે એક છોકરાની મિત્રતા છોડી દેવી પડી કારણ કે હું જાણું છું કે હું મિલનવાયદા માટે ખૂબ નાની છું. આ પ્રકારના લેખોએ મિલનવાયદા માટે હજુ રાહ જોવાના મારા નિર્ણયને વળગી રહેવા ઉત્તેજન આપ્યું છે.
એમ.આર.સી., યુનાઈટેડ સ્ટેટ્સ (g01 10/8)
હું ૧૪ વર્ષની છું. આ લેખે ખરેખર મને એ સમજવામાં મદદ કરી કે હજુ લગ્નની મારી ઉંમર થઈ નથી ત્યારે, આ ઉંમરે મિલનવાયદો કરવાથી એના કેવાં જોખમી પરિણામો આવી શકે. એ લેખે મને પ્રેમ-સંબંધો પાછળ પડવાને બદલે, હમણાં યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાના મહત્ત્વને જોવામાં મદદ કરી.
એ. પી., કૅનેડા (g01 10/8)
એમ લાગે છે કે આ લેખ મારા માટે જ લખાયો હતો. હું વિચારતી હતી કે મારાં માબાપ મારા પ્રત્યે વધુ પડતા કડક છે અને મારી લાગણીઓને સમજતા નથી. હવે હું સમજી કે મને મદદ કરવા અને મારું રક્ષણ કરવા તેઓ પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે. હું હવે પછીના “યુવાનો પૂછે છે” લેખો ક્યારે આવે એની કાગડોળે રાહ જોઈ રહી છું!
એચ. ઈ., રોમાનિયા (g01 10/8)
લેખ જીવન બચાવે છે અમે લેની નામના માણસની મુલાકાત લીધી ત્યારે, તેમણે કહ્યું કે “ડેંગ્યૂ - મચ્છર કરડવાથી આવતો તાવ” (ઑગસ્ટ ૮, ૧૯૯૮) લેખે તેમની ભત્રીજીનું જીવન બચાવ્યું હતું. તેને ઘણા દિવસોથી તાવ ચઢ્યો હતો અને શરીર પર ફોડલીઓ થઈ હતી. પરંતુ, તેનાં માબાપ સમજ્યા કે તેને ઓરી નીકળી છે. છેવટે, એ લેખ વિષે યાદ આવતા, લેનીએ એ સામયિક શોધી કાઢ્યું અને ડેંગ્યૂના લક્ષણો વિષે બતાવ્યું હતું એ વિભાગ ફરી વાંચ્યો. પછી તેમણે પોતાની ભત્રીજીના માબાપને હૉસ્પિટલમાં લઈ જવા માટે સમજાવ્યા. ત્યાં ડૉક્ટરોને ખાતરી થઈ કે તેને ડેંગ્યૂ રક્તસ્ત્રાવવાળો તાવ જ આવ્યો હતો. પોતાની ભત્રીજીનું જીવન બચાવવામાં મદદ કરવા બદલ લેનીએ સજાગ બનો!ની પ્રશંસા કરી અને પછીથી તેમણે બાઇબલ અભ્યાસ પણ સ્વીકાર્યો.
જે.એમ.એલ., ફિલિપાઈન્સ (g01 11/8)
સૂર્ય હું સૂર્ય, ચંદ્ર અને સુંદર પૃથ્વી માટે યહોવાહનો ઘણી વાર આભાર માનું છું, પરંતુ સામાન્ય રીતે હું એના પર વધુ ધ્યાન આપતો નથી. “આપણો અજોડ સૂર્ય” (માર્ચ ૨૨, ૨૦૦૧, અંગ્રેજી) લેખ વાંચ્યા પછી, મેં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને, ઉદારતાથી તથા કોઈ પણ બદલા વગર ભેટો આપવા માટે યહોવાહનો આભાર માન્યો.
બી. પી., યુનાઈટેડ સ્ટેટ્સ (g01 12/8)
વાળ હું એક હેરડ્રેસર તરીકે કામ કરું છું અને જ્યારે મેં “તમારા વાળને બારીકાઈથી તપાસવા” (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧) લેખ વાંચ્યો ત્યારે, હું આનંદવિભોર બની ગઈ હતી. હું જ્યાં નોકરી કરું છું ત્યાંના મારા મેડમને એક પ્રત આપી. તે ઘણા પ્રભાવિત થયા અને તેમણે ત્યાં કામ કરતી બીજી છોકરીઓને પણ એ સામયિક વાંચવા આપ્યું. ખરેખર, ઉપયોગી માહિતી માટે આભાર.
ડી. એલ., રોમાનિયા (g01 12/8)
એ લેખની નિમ્નનોંધમાં, અગાઉ આવી ગયેલો લેખ, “એલોપેસીયાને કારણે વાળ ખરે છે” (એપ્રિલ ૨૨, ૧૯૯૧, અંગ્રેજી)નો સંદર્ભ આપવા બદલ તમારો આભાર માનું છું. સત્તર વર્ષથી એલોપેસીયાને કારણે મારા વાળ ખરે છે. જગતમાં ફક્ત દેખાવને જ વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તમે સુંદર ન દેખાતા હોવ તો તમારી અવગણના કરવામાં આવે છે. એ સમયે એ જાણવું ખૂબ ઉત્તેજન આપનારું છે કે મને યહોવાહ અને તેમની સંસ્થાનો ટેકો છે.
એમ. જી., ઇટાલી (g01 12/8)