સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અફસોસ થાય—એ શું હંમેશા ખોટું કહેવાય?

અફસોસ થાય—એ શું હંમેશા ખોટું કહેવાય?

બાઇબલ શું કહે છે

અફસોસ થાય—એ શું હંમેશા ખોટું કહેવાય?

આ જ કાલ ઘણા લોકોને કોઇ પણ બાબતોનો અફસોસ થાય એ જરાય નથી ગમતું. તેઓ જર્મનીના ફિલસૂફ ફ્રિડરીક નિત્ઝશ સાથે સહમત થાય છે, જેમણે કહ્યું: “અફસોસની લાગણી તો ખરેખર માણસજાતનું મગજ ખાય ગઇ છે.”

જેઓ આ વિષયમાં ડુબ્યા છે, તેઓ અલગ નિર્ણયે પહોંચી ગયા છે. એક જગ વિખ્યાત થેરેપીસ્ટ અને લેખક, સુઝેન ફોર્વડ, પી.એચ.ડી. જણાવે છે “અફસોસ થાય, એ જરૂરી છે. એ માણસના મનનો એક મહત્વનો ભાગ છે.” તો પ્રશ્ન એ ઉભો થાય છે કે જે બાબતોનો અફસોસ થાય એ હંમેશા ખરાબ જ ગણાય? શું અમુક સંજોગો એવા હોય શકે જેમાં અફસોસની લાગણી સારું કરી શકે?

અફસોસ, એટલે શું?

આપણે જ્યારે કોઈને દુઃખી કરીએ, અથવા આપણે અમુક ધોરણ પ્રમાણે ન જીવતા હોઈએ ત્યારે અફસોસ થઈ શકે. એક એન્સાયક્લોપેડિયા પ્રમાણે “જ્યારે વ્યક્તિ કંઇ પાપ કરે અથવા કોઈ અપરાધને લીધે ખોટું લાગે” એ અફસોસ કહેવાય.

જૂના કરારમાં જ્યારે ઈસ્રાએલીઓ યહોવાહના નિયમો પ્રમાણે ન કરતા, ત્યારે તેઓને અફસોસ થયો—એ વિષે બાઇબલમાં લેવીય અને ગણનાના પુસ્તકો ઘણીવાર જણાવે છે. પરંતુ નવા કરારમાં એવા શબ્દો ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે એવા શબ્દો વાપરવામાં આવે, ત્યારે એ પાપને લાગે-વળગે છે.—માર્ક ૩:૨૯; ૧ કોરીંથી ૧૧:૨૭.

દુઃખની બાબત એ છે કે આપણે કંઇ ખોટું ન કર્યું હોય તો પણ અફસોસ થઈ આવે છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિ એવું માને કે તે કદી ભૂલ નહિ કરે, કે પછી ઊંચાં ધોરણો ગોઠવીને, તે નીચો પડે તો, તેને અફસોસ થઈ શકે છે. (સભાશિક્ષક ૭:૧૬) અથવા આપણે ખોટું કર્યું હોય એનો અફસોસ થઈ શકે જેને લીધે આપણે પોતાને માફ કરી શકતા નથી. તો પછી અફસોસ કરવાનો કંઈ ફાયદો છે?

અફસોસ કરવામાં ફાયદો છે

અફસોસ કરવામાં ત્રણ રીતે ફાયદો થાય છે. પહેલો, એ બતાવે છે કે આપણને ખરા ખોટા વિષે ખબર છે જે બતાવે છે કે આપણી એ પારખવાની શક્તી કામ કરે છે. (રૂમી ૨:૧૫) અમેરિકાના માનસિક બિમારીના ડૉક્ટરોના સંગઠને એક પુસ્તક બહાર પાડયું છે જે સમજાવે છે કે અફસોસની લાગણી વગર, સમાજ હેરાન-પરેશાન થઈ જાય છે. જેઓનું મન કોઇ બાબતમાં ડંખતું ન હોય તેઓ ખરું ખોટું પારખવામાં મૂંઝાય જાય છે.—તીતસ ૧:૧૫, ૧૬.

બીજો, જ્યારે ખોટું કરીને અફસોસ થાય, તો આપણે ફરીથી એવી જ ભૂલ નહિ કરીએ. જેમ કે શરીરમાં ક્યાંય પણ દુઃખે તો આપણને તરત જ ખબર પડી જાય છે. તેમ જ જો કંઈ ખોટું કર્યાને લીધે આપણું મન ડંખતું હોય તો આપણને ખબર પડે છે કંઈક નૈતિક વાંધો છે અથવા પરમેશ્વરની નજરે કંઈ ભૂલ કરી છે. એ પારખીને સુધારવાની જરૂર છે. એ સુધારીને આપણે પોતાને અને બીજા લોકોને દુઃખી નહિ કરીએ.—માત્થી ૭:૧૨.

છેવટે, ખોટું કર્યું હોય એને કબુલવાથી, અપરાધીને તેમ જ ભોગવનારને સહાય મળે છે. રાજા દાઉદે જે અપરાધ કર્યો હતો એનો તેમને ખુબ જ અફસોસ થયો હતો. “એ સમયે હું સ્વીકારતો નહોતો કે હું ભયંકર પાપી છું. ત્યારે આખો દિવસ મારી આંતરિક વ્યથા વધી ગઈ અને મારા હાડકાંમાં હું વેદના અનુભવવા લાગ્યો” અને છેવટે તે એ પાપ કબૂલ કરે છે અને પછી આનંદથી ગાઈ ઉઠે છે “સંકટના સમયે તમે મને બચાવી લો છો! તમારી કૃપાથી વિજયનાં સ્તુતિગીતો મારી ચારે બીજુ ગવાય છે.” (ગીતશાસ્ત્ર ૩૨:૩,, IBSI) કબૂલ કરવાથી ભોગવનારને રાહત મળે છે કારણ કે એ બતાવે છે કે સામેની વ્યક્તિને દુઃખી કરવાનો ઇરાદો જરાય ન હતો.—૨ શમૂએલ ૧૧:૨-૧૫.

અફસોસ થાય ત્યારે ધ્યાન રાખવું

અફસોસ થાય ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. પાપીઓને અને પાપને ઈસુ અને ફરોશીઓ કઇ રીતે જોતા, એમાં જમીન આસમાનનો ફેર છે. દાખલા તરીકે લુક ૭:૩૬-૫૦માં આપણે એક ખરાબ સ્ત્રી વિષે વાંચીએ છીએ, જે ફરોશીના ઘરે, જ્યાં ઈસુ જમવા ગયા હતા, ત્યાં ગઈ હતી. ઈસુ પાસે જઈને, તેણે રડીને આંસુઓ અને મોંઘા અત્તરથી તેમના ચરણો લૂછી આપ્યાં.

ધાર્મિક ફરોશીને એ ન ગમ્યું, કારણ કે તેના મનમાં એ સ્ત્રી એક હલકી જાતની હતી. તેથી તેણે મનમાં ને મનમાં કહ્યું: “કે જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.” (લુક ૭:૩૯) ઈસુ તરત જ એના મગજને ઠેકાણે લાવ્યા. “તેં મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણે મારા પગે અત્તર ચોળ્યું છે. માટે હું તને કહું છું, કે એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમકે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.” એમાં કંઈ શંકા નથી કે આ શબ્દો સાંભળીને એ સ્ત્રીનું હૈયુ છલકાઈ ગયું હશે.—લુક ૭:૪૬, ૪૭.

ઈસુ એ સ્ત્રીનું પાપી જીવન કંઈ ચલાવી લેતા ન હતા. પરંતુ તે એ ઘમંડી ફરોશીને એ શીખવવા માંગતા હતા કે પરમેશ્વરને ભજવું હોય તો પ્રેમથી ભજવું જોઈએ. (માત્થી ૨૨:૩૬-૪૦) અને તે સ્ત્રી પોતાના પાપનો અફસોસ કરે એમાં કંઇ ખોટું ન હતું. તેણે ખરેખર પસ્તાવો કર્યો કારણ કે તે રડી પડી અને જે કંઈ ખોટું કરતી હતી એ વિષે બહાના કાઢયા નહિ. એ ઉપરાંત તેણે ઈસુ વિષે બીજાઓને જણાવવા પણ પગલા લીધા. આ જોઈને ઈસુએ કહ્યું: “કે તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”—લુક ૭:૫૦.

પરંતુ ફરોશીની નજરમાં એ સ્ત્રી હલકી જ હતી. કદાચ તે એ સ્ત્રીને પરમેશ્વરથી ડરાવવા માંગતા હતા જેથી તેને શરમ આવે. તેથી જો કોઇ આપણને ગમે એ પ્રમાણે ન કરે, તો તેઓને વારંવાર ટોકવાથી અને મન-દુઃખ આપવાથી કંઇ ફાયદો નહિ થાય. એ ઉપરાંત એમ કરવું સારું પણ ન કહેવાય. (૨ કોરીંથી ૯:૭) ઈસુના પગલે ચાલવાથી સૌથી સારા પરિણામો આવે છે. આપણે બીજાઓ માટે સારો દાખલો બેસાડવો જોઈએ અને તેઓને દિલથી શાબાશી આપવી જોઈએ. તેમ જ તેઓમાં ભરોસો પણ મૂકવો જોઈએ, પછી ભલેને અમુક વખતે ઠપકો અને સલાહ દેવી પડે.—માત્થી ૧૧:૨૮-૩૦; રૂમી ૧૨:૧૦; એફેસી ૪:૨૯.

અફસોસ કરવામાં કંઇ વાંધો નથી. આપણે જ્યારે કંઇ ખોટું કર્યું હોય ત્યારે એ આપણા સારા માટે છે. નીતિવચનો ૧૪:૯ કહે છે: “મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર ઈશ્વરની કૃપા છે.” જ્યારે કંઇ ખોટું કર્યું હોય અને મન ડંખે તો આપણે પસ્તાવો કરવો જોઇએ અને સુધરવા માટે પગલા લેવા જોઈએ. યહોવાહની સેવા ડરથી નહિ પણ હંમેશા પ્યારથી કરવી જોઈએ. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪, ૫) બાઇબલમાંથી આપણે શીખીએ છીએ કે જ્યારે આ પ્રમાણે ઉત્તેજન આપવામાં આવે છે, ત્યારે નમ્ર લોકો પોતાથી બનતું બધુ જ કરશે. સૌથી મહત્વનું તો એ કે, તેઓ એ રાજી-ખુશીથી કરશે.