સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

સારી તંદુરસ્તી “સર્વ માટે સારી તંદુરસ્તી—શું એ શક્ય છે?” (જુલાઇ ૮, ૨૦૦૧) એ લેખોમાંથી મને જે દિલાસો અને ઉત્તેજન મળ્યું એનો કોઈ પાર નથી. હું માનસિક રીતે બીમાર હોવાથી મેં અગાઉ આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. હું દરરોજ વિચારું કે ‘હું દિવસ કઈ રીતે પસાર કરી શકીશ?’ આ મેગેઝીને મને પ્રકટીકરણ ૨૧:૪માં યહોવાહ પરમેશ્વરે આપેલા વચનની યાદ અપાવી. જે કહે છે કે તે ‘આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’

સી. ટી., જાપાન

તમારા સુંદર લેખો માટે ખુબ જ આભાર. હું એક આયુર્વેદિક ડૉકટર તરીકે એ દિવસની ઝંખના રાખું છું, જ્યારે કોઈ માંદગી હશે જ નહિ. ત્યારે હું ડૉક્ટરનું કામ છોડીને ખેતીવાડીનું કામ કરીશ, જે મને એ ખૂબ જ પ્રિય છે!

બી. સી., યુનાઇટેડ સ્ટેટ્‌સ

મૉથ હું ૧૪ વર્ષની છું. મને “સુંદર મૉથ” (જુલાઇ ૮, ૨૦૦૧) વિષેનો લેખ બહુ ગમ્યો. હું હમેશાં મૉથથી ડરતી હતી. પરંતુ, એ લેખ વાંચ્યા પછી મૉથને મારતાં પહેલાં, હું બે વાર વિચાર કરીશ!

ડી. એસ., યુનાઇટેડ સ્ટેટ્‌સ

હું એ લેખ વાંચતી હતી ત્યારે જ, એક મૉથ મારા પગ પાસે બેઠું. મેં એવું સુંદર મૉથ કદી પણ જોયું નથી! નજીકથી જોવામાં આવે તો કુદરતી વસ્તુઓ ખરેખર અજોડ દેખાય છે. તેમ જ જો આપણે એનો અભ્યાસ કરીએ તો ખરેખર પરમેશ્વર પ્રત્યે આપણો પ્રેમ વધી શકે.

જી. પી., ઇટાલી

યહોવાહ પરમેશ્વરે વિવિધ પ્રકારના જે મૉથ બનાવ્યા છે, એની હું કદર કરતી ન હતી. મને એ જરાય ગમતા ન હતા. પરંતુ, એ લેખ વાંચ્યા પછી હું ફૂલ-છોડમાં પાણી નાખતી હતી, ત્યારે એક સુંદર મૉથ મારી પાસે આવ્યું. એ લેખના કારણે યહોવાહનાં કામો વિષે હું વધારે ધ્યાન આપું છું. એ લેખ માટે હું આભારી છું.

સી. એસ., યુનાઇટેડ સ્ટેટ્‌સ

(g02 3/22) ધિક્કાર થોડા દિવસો પહેલાં મારા મોટા ભાઈ મને મળવા આવ્યા હતા. મને ખબર ન હતી, કે તેને બીજી જાતિ પ્રત્યે કેમ સખત ધિક્કાર રાખે છે. તે બીજી જાતિ વિષે વાત કરતા હતા ત્યારે, તેઓ પ્રત્યે તેનો કડવાશ દેખાઈ આવતી હતી. હું તેને મદદ કરવા ચાહતી હતી, પરંતુ મને ખબર ન હતી કે હું તેને કેવી રીતે સમજાવું. મેં જ્યારે ઑક્ટોબર ૮, ૨૦૦૧, “ધિક્કારને જડમૂળથી દૂર કરવો” મેગેઝીન જોયું ત્યારે એ મારી પ્રાર્થનાનો જવાબ હોય એવું મને લાગ્યું.

એલ. બી., યુનાઇટેડ સ્ટેટ્‌સ

તમે જે લખ્યું એ બધા જ કરી શકે એમ નથી. તમે કહ્યું: “બાઇબલ કહે છે કે સર્વ મનુષ્યો અપૂર્ણ હોવાથી તેઓમાં ખોટ અને કુટેવો હોય છે. (ઉત્પત્તિ ૬:૫; પુનર્નિયમ ૩૨:૫) એ શબ્દો દરેકને લાગુ પડે છે.” પરંતુ, આ કલમો બે પસંદ કરાએલા લોકોના ટોળાને ખાસ સમયે, ખાસ જગ્યાએ લાગુ પડતી હતી. તેથી, એ આજે બધાને જ લાગુ પડી ન શકે.

ડી. સી., ચૅક પ્રજાસત્તાક

“સજાગ બનો!” પાસેથી જવાબ: ખરું છે કે, આ શબ્દો જળપ્રલય પહેલાંના લોકોને અને પછીથી ઈસ્રાએલ પ્રજાને ખાસ કહેવામાં આવ્યા હતા. તેમ છતાં, બાઇબલ વારંવાર ભાર આપે છે કે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩; ૫:૧૨; અયૂબ ૧૪:૪; ગીતશાસ્ત્ર ૫૧:૫) તેથી, જળપ્રલય પહેલાંના લોકો અને ઈસ્રાએલ પ્રજાના, એ બતાવતા ઉદાહરણો છે કે મનુષ્ય અપૂર્ણ છે.

નવાહો “દેવનું નામ જેણે મારું જીવન બદલી નાખ્યું!” (ઑક્ટોબર ૮, ૨૦૦૧) લેખ, જે સોન્ડી યોસી ડ્‌ઝોસીના જણાવ્યા પ્રમાણે હતો, એનાથી મને ખૂબ જ ઉત્તેજન મળ્યું. એ માટે હું તમારો ખૂબ ઉપકાર માનું છું. તેના શબ્દો વાંચતા મારું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા. તેણે પ્રેમ તથા સુખ-શાંતિની જે રીતે શોધ કરી અને ડીપ્રેસન પર જીત મેળવી, એથી મને હિંમત અને આશા મળે છે. હું ખરેખર જોઈ શકું છું કે યહોવાહ આપણને કેટલા ચાહે છે!

એ. એસ., યુનાઇટેડ સ્ટેટ્‌સ