મેલી વિદ્યામાં રસ લેવો—એમાં શું ખોટું છે?
યુવાનો પુછે છે . . .
મેલી વિદ્યામાં રસ લેવો—એમાં શું ખોટું છે?
શું આજના યુવાનો ખરેખર મેલીવિદ્યામાં રસ ધરાવે છે? એ જાણવા સંશોધકોના એક ગ્રુપે ૧૧૫ સ્કુલોમાં ૧૦-૧૮ વર્ષની ઉંમરના યુવાનોનું સર્વે કર્યુ. એ સર્વેથી તેઓ નવાઈ પામ્યા: કંઈક ૫૪ ટકાને મેલીવિદ્યામાં રસ છે અને બીજા ૨૬ ટકાને એમા “ઉંડો રસ” છે.
ઍનકરેજ નામના શહેરમાં, યુનીવર્સીટી ઓફ અલાસ્કાના સંશોધકોએ જણાવ્યું કે: “તાજેતરના વર્ષોમાં, છાપાઓ અને સામાયીકો બતાવે છે કે શેતાનીક પ્રવૃતીઓ . . . એકદમ ફુટી નીકળી છે.” એક્સપર્ટો અચોક્કસ હોવાથી કહે છે કે યુવાનોમાં વધતી શેતાની વિદ્યાના પુરતાં પુરાવા નથી. હકીકતમાં, પુરતાં પુરાવા ન હોવા છતાં, આજે ઘણાં યુવાનો શેતાની વિદ્યામાં ઊંડો રસ ધરાવે છે.
તેથી ઘણાં યુવાનોને થાય કે: ‘મેલીવિદ્યામાં રસ લેવાથી શું હાની છે?’ જવાબ માટે ચાલો આપણે જોઈએ કે યુવાનો પ્રથમ નજરે જ કઈ રીતના મેલીવિદ્યામાં ફસાઈ છે.
મેલીવિદ્યાની લાલચ
યુ.એસ. ન્યુઝ એન્ડ વર્લ્ડ રીર્પોટનો એક લેખ કહે છે કે, “આજના બાળકો અને યુવાનો પાસે, પુસ્તકો અને છબીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખોટી માહીતી છે, જે બાબતો ૨૦ વર્ષ અગાઉ જોવામાં આવતી ન હતી. એ માહીતી તેમને ગુંચવી નાખે છે.” જિજ્ઞાસા, ઘણા યુવાનોને મેલીવિદ્યાને લગતાં પુસ્તકો, સામાયીકો, વિડીયો જોવા અને ઇંટરનેટ પર માહીતી મેળવવા તરફ ખેંચી લઈ જાય છે.
ઇંટરનેટ પર મળી આવતા બી.બી.સીના સમાચાર મુજબ, ટીવી પર જે મેલીવિદ્યાના લોકપ્રિય કાર્યક્રમો બતાવવામાં આવે છે “તે દાવો કરે છે કે, આ પ્રકારના પ્રોગ્રામો બાળકોમાં મેલીવિદ્યાનો રસ ઉત્તેજીત કરે છે.” ઘણાં હેવી-મેટલ સંગીત શૈતાનીક અને હિંસક વિષયોથી ભરેલાં હોય છે. ટોરોંટોના, ધ સંડે સ્ટાર સામાયીકના ખબરપત્રી ટોમ હારપરે જણાવ્યું કે: “આજના [સંગીત] વિષે મારે કડક ચેતવણી આપવી પડશે. . . . મેં આજ સુધીમાં આટલું પતીત સંગીત કદી પણ સાંભળ્યું નથી. આજના ગીતો, ગાંડપણ, શેતાનીક, અપશબ્દો, અને દરેક પ્રકારની હિંસા, ખુન, બળાત્કાર અને આત્મહત્યાથી ભરેલા છે. આજનું સંગીત મરણ અને વિનાશ, તથાં સારાની બદલે દરેક ભુંડી બાબતોને પ્રેમ કરતાં શીખવે છે.”
શું આ પ્રકારનું સંગીત ખરેખર તમને અસર કરી શકે? એક કિસ્સામાં આમ ચોક્કસ બન્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સના એક ૧૪ વર્ષના યુવાને તેની માને નિર્દય રીતે મારી નાખી અને પછી તેણે પોતાને પણ મારી નાખ્યો. તેનાં રૂમની દિવાલો હેવી-મેટલ અને રૉક સંગીતકારોના પોસ્ટરોથી ભરેલી હતી. તેના પિતા માબાપોને વિનંતી કરે છે કે: “તમારું બાળક કયું સંગીત સાંભળે છે તે પર નજર રાખો.”
તેમણે કહ્યું કે મારા દિકરાએ તેની માને મારી નાખી તે અઠવાડીયા અગાઉ તે “માની હત્યા” વિષેનું રૉક ગીત ગાતો હતો.સંગીતની જેમ જ કાલ્પનિક રમતો પણ છે, જેમાં ભાગ લેનારાઓ પોતે જાદુગરનો વેશ ધરી તેમની જેમ જ ભાગ ભજવી શકે છે. આમાંની ઘણી રમતો શૈતાનીક હિંસા તરફ દોરી લઈ જાય છે. *
તેમ છતાં, શંસોધન કરતી સંસ્થા મીડીયાસ્કોપ એહવાલ આપે છે: “અભ્યાસ પરથી એમ માલુમ પડયું છે કે આજના યુવાનો એકલપણું, ડ્રગ્સ, માનસીક વિકાર, આત્મહત્યાનો ભય . . . અથવા જોખમી આદતોનો ભોગ બને છે, જેનુ મુખ્ય કારણ હેવી-મેટલ સંગીતની પસંદગી છે, નહી કે સંગીત. એમ માનવામાં આવે છે કે આ સંગીતની પંક્તિઓ એ પ્રકારની સમસ્યા જણાવતી હોય છે જે આજના યુવાનો સામનો કરે છે, અને તેથી તેઓ હેવી-મેટલ સંગીત તરફ આર્કષાય છે.” (અક્ષરો અમે ત્રાંસા કરયા છે.)
અમુક શંશોધકો આ પ્રકારના સંગીતમાં રહેલા ભય વિષે શંકા બતાવશે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય કે, શું હિંસક વીડીયો, સંગીત અથવા રમતોની અસરથી થતી હાની નીવારી શકાય? ગમે તેમ હોય, પણ ખ્રિસ્તીઓ માટે આ પ્રકારની મેલીવિદ્યામાં રસ લેવો તે સૌથી મોટો ભય રહેલો છે.
જંતરમંતર પ્રત્યે પરમેશ્વરની દ્રષ્ટિ
પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને પહેલો કોરંથી ૧૦:૨૦માં આમ કહી ચેતવ્યા: “તમે ભૂતપિશાચોનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી.” તો પછી, આ ભૂતપિશાચો કોણ છે અને તેમનો સંગ કરવો શા માટે આટલો હાનિકારક છે? સાદી રીતે સમજીએ તો, આ ભૂતપિશાચો પ્રથમ સ્વર્ગદૂતો હતાં, જેમણે પોતાની મરજીથી શેતાન જે ડેવીલ છે તેની સાથે જોડાયા. શેતાનનો અર્થ “વિરોધક” અને ડેવીલનો અર્થ “નિંદક” થાય છે. બાઈબલ જણાવે છે કે આ સ્વર્ગદૂતે, પરમેશ્વરની સામે બળવો પોકારવાનું ચાહ્યું અને તેથી તે નિંદક અને વિરોધક બની ગયો. સમય જતાં તેણે બીજા સ્વર્ગદૂતોને પણ બળવાખોર બનવા લલચાવ્યા. આમ તેઓ ભૂતપિશાચો ઉત્પત્તિ ૩:૧-૧૫; ૬:૧-૪; યહુદા ૬.
કે શેતાન જેવા બની ગયા.—ઇસુએ શેતાનને “આ જગતના અધિકારી” તરીકે ઓળખાવ્યો. (યોહાન ૧૨:૩૧) શેતાન અને તેના અપદૂતો આવી રહેલા વિનાશથી ઘણાં જ કોપાયમાન થયા છે. (પ્રકટીકરણ ૧૨:૯-૧૨) એમાં આર્શ્ચ્ય નથી કે જે લોકો ભુતપિશાચોમાં સંડોવાયેલા છે તેમને આ જાળમાંથી છુટવું અઘરું છે. સુરીનામમાં રહેતી એક સ્ત્રીને આવો અનુભવ થયો. તે જે કુટુંબમાં ઉછરી હતી તેઓ મેલીવિદ્યામાં સંડોવાયેલા હતાં અને તેથી તેણે જોયું કે શેતાન કઇ રીતના “ભોગ બનેલાઓને પજવણી કરવામાં આનંદ માણતો.” * આ ક્રૂર અપદૂતો સાથે સંડોવાવું ઘણું જ ભયાનક છે.
આ કારણોને લીધે, પરમેશ્વરે પ્રાચીન ઇસ્ત્રાએલીઓને, દરેક પ્રકારની મેલીવિદ્યા કે જાદુક્રિયાથી દુર રહેવાની આજ્ઞા આપી હતી. પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ ચેતવણી આપે છે: “આવા કામ કરનાર ભયજનક વ્યક્તિ છે અને પ્રભુને તેના પ્રત્યે સખત નફરત છે.” (IBSI) તેવી જ રીતના, ખ્રિસ્તીઓને ચેતવવામાં આવ્યા છે કે જેઓ ‘જાદુક્રિયા કરનારાઓ’ છે, તેમનો પરમેશ્વર વિનાશ કરશે. (પ્રકટીકરણ ૨૧:૮) અરે, જાદુક્રિયાનો જરાક સ્વાદ ચાખવો પણ યહોવાહ ધિક્કારે છે. બાઇબલ આજ્ઞા આપે છે “મલીન વસ્તુને અડકો મા.”—૨ કોરંથી ૬:૧૭.
મેલીવિદ્યાની ફાંદામાંથી છુટવું
શું તમે ભુલથી જાદુક્રિયાની રમતમાં પડયા છો? તો પહેલી સદીના એફેસસ શહેરમાં શું બન્યું તે પર જરા ધ્યાન આપો. ત્યાં ઘણાં લોકો “જાદુક્રિયા” કરતાં હતાં. પરંતુ પ્રેષિત પાઊલે, પવિત્ર આત્માની મદદથી કરેલાં ચમત્કારીક કૃત્યો જોઇને ઘણાં લોકો આશ્ચર્ય પામ્યા. તેનું શું પરીણામ આવ્યું? “ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો લાવીને સહુના દેખતાં બાળી નાખ્યાં. એ પુસ્તકોની કિંમત ગણી તો એકંદરે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી થઈ. આમ ઈશ્વરનો સંદેશો પ્રબળ રીતે આખા પ્રદેશમાં ફેલાઇ ગયો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૧-૨૦, IBSI.
આ બનાવ આપણને શું શીખવે છે? તે બતાવે છે કે જો કોઇને પિશાચવાદના ફાંદામાંથી બચવું હોય તો, તેણે શેતાનને લગતી દરેક સાધન-સામગ્રીનો નષ્ટ કરવો જોઇએ! એમાં પુસ્તકો, સામાયીકો, પોસ્ટરો, વીડીયો, માદળિયું કે તાવીજ અને ઇંટરનેટ પરથી ઉતારેલા શેતાનને લગતી સામગ્રી તેમ જ પ્રોગ્રામોનો સમાવેશ થાય છે. (પુનર્નિયમ ૭:૨૫,૨૬) કોઇ પણ મેલીવિદ્યાને લગતી બાબતો જેમ કે ભૂતપ્રેત સાથે વાત કરવી, ધંતરમંતર, કે ભવિષ્ય જોવા માટે ક્રિષ્ટલ બૉલ અને ઊઇજા બૉર્ડ જેવા સાધનોથી દુર રેહવું. તેમ જ જાદુક્રિયાને લગતાં કોઈ પણ સાધન-સામગ્રીને નષ્ટ કરવી. તેની સાથે શૈતાનીક વિચારો રજૂ કરતાં સંગીત અને વીડીયોથી પણ દૂર રહેવું.
આમ કરવામાં હિમંત અને મક્કમ નિણર્ય માંગી લે છે. પરંતુ તેના ઘણા મોટા લાભો છે. જીન * નામની એક ખ્રિસ્તી સ્ત્રીએ આ પ્રકારની કૉમ્પયુટર ગેમ ખરીદી જે હાની પહોંચાડે તેવી હતી. જેમ જેમ તે રમતી ગઇ તેમ તે એમાં પ્રેતઆત્માની અસર જોવા લાગી. તેને હિંસક અને બીહામણાં સ્વપ્ન પણ આવવા લાગ્યા! “હું મધરાતે ઉઠી,” જીન કહે છે, “અને એ સીડી ગેમને મેં ફેંકી દીધી.” તેનું પરિણામ શું આવ્યું? “ત્યાર પછી મારી પજવણી દૂર થઇ ગઇ.”
જો તમે જાદુક્રિયાથી દૂર રહેવાનો મક્કમ નિર્ણય કર્યો હોય તો, તમે ચોક્કસ સફળ થશો. યાદ કરો કે ડેવીલે જ્યારે ઈસુને પોતાની ભક્તિ કરવા લલચાવ્યા ત્યારે ઈસુએ પણ દૃઢ મક્કમતા બતાવી હતી. “ત્યારે ઈસુ તેને કહે છે કે: “અરે શેતાન, આઘો જા; કેમકે લખેલું છે, કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.” ત્યારે શેતાન તેને મુકીને જાય છે.”—માત્થી ૪:૮-૧૧.
પિશાચવાદનો સામનો એકલા ન કરો
પ્રેષિત પાઊલ આપણને યાદ અપાવે છે કે દરેક ખ્રિસ્તીઓનું “આ યુદ્ધ . . . આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.” (એફેસી ૬:૧૨) પરંતુ શેતાન અને તેના અપદૂતોનો સામનો એકલા ન કરો. સત્યમાં તમારા મા-બાપ અને મંડળના વડીલો પાસેથી મદદ માંગો. કદાચ તમને તે વિષે કબૂલાત કરતા શરમ અનુભવી શકો, પણ એમ કરવાથી તમે જરૂરી ટેકો મેળવશો.—યાકુબ ૫:૧૪,૧૫.
ભૂલશો મા, બાઇબલ કહે છે: “શેતાનની સામા થાઓ, એટલે તે તમારાથી દૂર નાસી જશે. તમે ઈશ્વરની પાસે આવો, એટલે તે તમારી પાસે આવશે.” (યાકુબ ૪:૭, ૮, IBSI) મેલીવિદ્યાના જાળમાંથી ભાંગી છૂટવા માટે યહોવાહ પરમેશ્વર આપણને ચોક્કસ મદદ કરશે! તે આપણો સૌથી મોટો ટેકો છે.
[ફુટનોટ્સ]
^ સપ્ટેમ્બર ૮, ૧૯૯૯ના સજાગ બનો!માં “યુવાન લોકો પુછે છે . . . કાલ્પનિક રમતોમાં શું જોખમ છે?” જુઓ.
^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશીત થતું, ચોકીબુરજમાંનો લેખ “પિશાચવાદની ઝુંસરી ફગાવી દેવી” સપ્ટેમ્બર ૧, ૧૯૮૮ જુઓ.
^ નામ બદલવામાં આવ્યું છે.
[પાન ૨૪ પર ચિત્ર]
શેતાનને લગતા કોઇ પણ સાધન-સામગ્રીનો નષ્ટ કરો
[પાન ૨૪ પર ચિત્ર]
મેલીવિદ્યા કે જાદુક્રિયાને ઉત્તેજીત કરતી વેબ-સાઇટોથી દૂર રહો