સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સદીઓથી સુગંધ ફેલાવતું અત્તર

સદીઓથી સુગંધ ફેલાવતું અત્તર

સદીઓથી સુગંધ ફેલાવતું અત્તર

મેક્સિકોનાં સજાગ બનો!નાં લેખક તરફથી

સદીઓથી અત્તર કે પરફયુમની કહાણી ચાલી આવી છે. એવું માનવામાં આવે છે કે, શરૂઆતમાં લોબાનનો ધુપ, વિધિઓમાં વાપરવામાં આવતો હતો. એવું જાણવા મળ્યું છે કે અત્તરનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્તમાં થયો હોય શકે. જ્યારે રાજા તુતાન્ખામેનની શબપેટી ખોલવામાં આવી હતી, ત્યારે ૩,૦૦૦ અત્તરની શીશીઓ મળી આવી, જેમાં હજુ પણ સુગંધ આવે છે.

આજથી ૩૫૦૦ વર્ષ અગાઉ પરમેશ્વરે “મુખ્ય સુગંધીઓ” બનાવવા માટે ખાસ રીત આપી હતી. ઈસ્રાએલના યાજકો એ પવિત્ર તેલનો ઉપયોગ કરતા હતા. (નિર્ગમન ૩૦:૨૩-૩૩) યહુદી લોકો સુગંધી મલમ અને તેલનો ઉપયોગ મેકઅપ કરવામાં, અને દવાદારૂ તરીકે કરતા હતા. તે ઉપરાંત તેઓ એને શબમાં ભરતા, જેથી એ ગંધાઈ ન ઉઠે અથવા સડી ન જાય. દાખલા તરીકે, અમુક સ્ત્રીઓ ઈસુના શબ માટે સુગંધી તેલ અને દ્રવ્યો લાવી હતી. (લુક ૨૩:૫૬; ૨૪:૧) ઈસ્રાએલ લોકો તેઓના મહેમાનોના પગ પર અત્તરનું તેલ ચોપડતા હતા. આમ કરવાથી તેઓ મહેમાનોનું સ્વાગત કરતા.—લુક ૭:૩૭-૪૬.

પહેલી સદીમાં, રોમમાં રહેતા લોકો દર વર્ષે લગભગ ૨,૮૦૦ ટન લોબાન અને ૫૫૦ ટન બોળનો ઉપયોગ કરતા. ઈસુ જ્યારે બાળક હતા ત્યારે તેમને સુગંધીદાર દ્રવ્યોની ભેટ આપવામાં આવી હતી. (માત્થી ૨:૧, ૧૧) રોમના સમ્રાટ નીરોએ, એક પાર્ટી ગોઠવી જેમાં તેણે ૪૮,૨૨,૬૯૬ રૂપિયાનો ખર્ચો ફક્ત અત્તરમાં કર્યો હતો. તેમના ખાવા પીવાના રૂમમાં અનેક પાઇપ ગોઠવેલા હતા જેમાંથી સુગંધી અત્તર, મહેમાનોને છાંટવામાં આવતું હતું. સત્તરમી સદીમાં ચીની લોકો પણ સુંગધી વસ્તુઓ અને પરફયુમના પડીકાનો ઉપયોગ કરવા લાગ્યા. ખાસ કરીને મોગલયુગથી અમુક સદીઓ પહેલા, ગુલાબનાં અત્તરના વેપારમાં મુસ્લિમો પણ જોડાયા.

સત્તરમી સદીના ફ્રાંસમાં પણ અત્તરનો વેપાર જોરદાર ચાલતો હતો. દાખલા તરીકે ત્યાંના રાજા લુઈ પંદરના દરબારને, અત્તરનો દરબાર કહેવામાં આવતો હતો. અત્તરને ફક્ત તન પર જ નહિ પણ કપડાં, ગ્લોવ્ઝ, પંખા અને ફર્નિચર પર છાંટવામાં આવતું હતું.

કલોન જે એક જાતનું અત્તર છે, એને ૧૮મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારે નાહવાનાં પાણીમાં, તેનો ઉપયોગ થતો હતો. વાઇનમાં પણ તેને મીક્સ કરતા હતાં. સાકરમાં છાંટીને મુખવાસ તરીકે તેઓ વાપરતા અને દવાદારૂમાં પણ તેનો ઉપયોગ થતો હતો. ઓગણીસમી સદીમાં બનાવટી અત્તરો બનાવવામાં આવ્યા હતા. આ પરફયુમનો ઉપયોગ દવાદારૂમાં થઈ શકે એવો ન હતો. આજે અત્તર કે પરફયુમનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો છે.

[પાન ૨૨ પર ચિત્ર]

ઇજિપ્તની આ ૩,૪૦૦ વર્ષ જુની અત્તરની શીશી રાજા તુતાન્ખામેનની શબપેટીમાંથી મળી આવી.

[ક્રેડીટ લાઈન]

Werner Forman/Egyptian Museum, Cairo, Egypt/Art Resource, NY

[પાન ૨૨ પર ચિત્ર]

ગ્રીસ, ૨૫૦૦ વર્ષ જુની

[ક્રેડીટ લાઈન]

Musée du Louvre, Paris

[પાન ૨૨ પર ચિત્ર]

ફ્રાંસ, અઢારમી સદી

[ક્રેડીટ લાઈન]

Avec lʹaimable autorisation du Musée de la Parfumerie Fragonard, Paris

[પાન ૨૨ પર ચિત્ર]

આજની પરફયુમની શીશી