હવા કે સાથ સાથ
હવા કે સાથ સાથ
કૅનેડામાં રહેતા સજાગ બનો!ના લેખક તરફથી
“મને રેશમી કાપડ અને દોરડું આપો અને હું એવું કંઈક કરી બતાવું જેને જોઈને દુનિયા છક થઈ જાય!” —જોસેફ-મિશેલ મૉગોફીયેર ૧૭૮૨માં.
સુ સવાટા કરતી આગ રંગબેરંગી બલૂનને ભરવા લાગી. એ બલૂન ધીમે ધીમે ઉડવા લાગ્યું જેની મજા કઇંક ઓર જ છે! તેમ જ જીવનની જંજાળ દૂર થવા લાગી. એક અનુભવી ઉડાવનારને આ એક તોફાની દરિયામાં સ્થિર વહાણ જેવું લાગ્યું.
વર્ષ ૧૭૮૦માં જોસેફ-મિશેલ અને ઝાક-ઍટીયન મૉગોફીયેરે જ્યારથી ગરમ હવાથી બલૂન ચડાવ્યું, ત્યારથી લોકો પર એની ઊંડી અસર થઈ છે. (નીચેનું બૉક્સ જુઓ.) તેમ છતાં, ફક્ત ૧૯૬૦ પછી આગ ન પકડે એવું કાપડ, અને સલામતી રીતે પ્રૉપેન ગૅસ બાળી શકાય એવાં સસ્તાં સાધનો બનવા લાગ્યાં, જેનાથી બલૂનમાં યોગ્ય પ્રમાણમાં ગરમ હવાનું પ્રેશર રાખી શકાય. તેથી, આજે લોકોને બલૂનમાં ઊડવાની મજા આવે છે.
નીરખીને જુઓ
નજીકથી તપાસવાથી માલૂમ પડે છે કે બલૂનમાં ઉપરથી નીચે સુધી રંગબેરંગી કાપડના ચીરાઓ સીવેલા છે. એમાં હવા ભરવામાં આવે છે ત્યારે, અમુક બલૂન ૧૫ મીટરથી પહોળા અને ૨૫ મીટરથી પણ ઊંચા થાય છે.
એ ઉડાવનારો વિવિધ પતંગોની જેમ નાના મોટા મનગમતા આકારના બલૂન બનાવે છે. અરે, અમુક પ્રાણીઓ, બોટલો, અને જૉકરનું પણ રૂપ ધરાવે છે. આકાર અનેક હોય છે પણ ઉડાવવાની રીત એક સરખી હોય છે.
ડાળીઓમાંથી ગુંથેલી મજબૂત હોડી અથવા ટોપલીમાં, પાઇલટ અને પ્રવાસીઓ સાથે મુસાફરી કરે છે. એ હોડીને બલૂનના મોઢા નીચે જ દોરડાથી બાંધવામાં આવે છે. તેમ જ અમુક ટોપલીઓ એલ્યુમિનિયમની પણ હોય છે. ફરીથી એ
ટોપલી ઉપર તમે જરા નજર કરશો તો, તમને ગૅસ બર્નર અને રેગ્યુલેટર ધાતુને પ્લૅટફૉર્મ પર ફિટ કરેલું જોવા મળશે. તેમ જ ગૅસની ટાંકી ટોપલીમાં રાખવામાં આવે છે.ઊડવાની તૈયારી
વિમાનોને ઉડવા માટે રન-વેની જરૂર પડે છે. જ્યારે કે ગરમ હવાથી ઉડતા બલૂનને થોડા એકરનું મેદાન પૂરતું છે. તેમ છતાં, એ જરૂરી છે કે બલૂન ઉડે ત્યારે વચ્ચે કંઈ આડું ન આવે. શું તમે એમાં મુસાફરી કરવા તૈયાર છો? તમે એની ટોપલીમાં ચડો એ પહેલાં, અમુક તૈયારી કરવી જરૂરી છે.
પ્રથમ, ટોપલીને આડી રાખીને બલૂનને પવન વાય છે એ દિશામાં પાથરી દો. પછી બલૂનને ખોલવા માટે ઇલેક્ટ્રિક પંખાથી હવા ભરો. એમ કર્યા પછી એમાં ગરમ હવા ભરો જેથી એ ઊડવા માટે તૈયાર થાય. વળી, એમ કર્યા પછી છેવટે બધા જ સાધનો એટલે ગૅસ કનેકશન, હવા કાઢવાનું વેન્ટ, અને ગૅસને વધ-ઘટ કરવાની દોરીઓ ટોપલીમાં છે કે નહિ, એ તપાસી લો. હવે પાઇલટ, પ્રવાસીઓને લઈને બલૂનને ઉડાવવા માટે તૈયાર છે. અમુક લોકો પાસે બલૂનમાં મોબાઈલ ફોન જેવા સાધનો હોય છે. જેથી તેઓ કાયમ જમીન પર ધ્યાન રાખનારાઓ સાથે વાતચીત કરી શકે, અને બલૂન નીચે ઊતરે ત્યારે તેઓ, પાઇલટ, પ્રવાસીઓ અને બલૂનને ગાડીમાં ઉપાડી શકે.
હવા કે સાથ સાથ
બલૂનના રસિયાઓ લગભગ ૧૦૦ મીટરની ઊંચાઈએ ઊડવાનું પસંદ કરે છે. જેથી નીચે શું થઈ રહ્યું છે તેમ જ
જમીનની સુંદરતા તેઓ શાંતિથી જોઈ શકે. એટલી ઊંચાઈથી પણ લોકોની હાંસી અને વાતો સંભળાય આવે છે. નીચેથી બલૂન ઉડતું જોવાથી એવું જ લાગે કે ફુગ્ગો ધીમે ધીમે ઊડી રહ્યો છે. ઘણા લોકો ૬૦૦ મીટરથી પણ ઊંચા ઉડતા હોય છે. જો કે ૩,૦૦૦ મીટર ઊંચે ઑક્સિજન હોતું નથી. એથી એટલે ઊંચે ઑક્સિજન વગર ઊડવું ન જોઈએ.—“એકદમ ઊંચાઈમાં ઉડાણ” બૉક્સ જુઓ.તમે એક વાર ઉપર ઉડી ગયા પછી નીચે કેવી રીતે આવી શકાય? બલૂનમાં જોઈએ એ પ્રમાણમાં ગરમ હવા રાખવાથી અને વેન્ટ ખોલીને વધારાની હવા કાઢી નાખવાથી નીચે આવી શકાય. જો કે બલૂનમાં એક સરખી ઊંચાઈમાં મુસાફરી કરવી એ રમત વાત નથી. એનો પાઇલટ ફક્ત પવનના જ ભરોસે એ ઉડાવી શકે છે. “બલૂનની સફર બધી જ વખતે એક સરખી હોતી નથી. પવન કઈ દિશામાંથી આવે છે અને કેટલીક ઝડપે વાય છે એના પર એ આધારિત છે,” એવું એક અનુભવી વ્યક્તિ કહે છે. આબોહવામાં ફેરફાર થતા હોવાથી પવનની દિશા બદલાય તેમ બલૂનની ગતિમાં પણ વધઘટ થાય છે. જેમ કે જમીનથી ૧૦૦ મીટર ઉપર પવન એક દિશામાં વાય અને ૨૦૦ મીટર ઉપર બિલકુલ બીજી દિશામાં ફૂંકાતો હોય શકે.
બલૂન હવાની સાથ સાથ જાય છે એથી એવું લાગે કે તમે અધ્ધર લટકો છો. એથી એમ લાગે કે બલૂન નહિ પણ જમીન ગોળ ગોળ ફરે છે. સ્મિથસોનીય્ન મેગેઝીનના કહેવા પ્રમાણે ‘બલૂનમાં મુસાફરી કરનારાઓ જેમ છાપું ખોલવામાં આવે તેમ નકશો ખોલે, તો પણ એ ઊડી નહિ જાય.’
ઊડવાની મજા માણો
સૂર્ય ઉગે એના થોડા સમય પછી અને સૂર્ય આથમે એના થોડા સમય પહેલાં, મોટા ભાગે બહું પવન હોતો નથી, એથી બલૂનમાં ઊડવાની ખૂબ જ મજા આવે છે. સવારનો ઠંડો પહોર સૌથી સારો સમય હોય છે, અને વાતાવરણ મોટા ભાગે ઠંડું હોય છે એથી બલૂન સહેલાઈથી ઊડી શકે છે. તેમ જ જો બપોર પછી ઉડાવવામાં આવે તો કદાચ અંધારું થઈ જવાનો ભય પણ રહેલો છે.
બલૂનમાં વારંવાર મુસાફરી કરવાથી જ ઊડવાની
મજા માણી શકાય. જે દિશાએ પવન ચક્કર મારતો હોય, એની સાથે બલૂનથી ચક્કર મારવું એ મહત્ત્વનું છે. બલૂનનો પાઇલટ પવનના વિવિધ પાટાઓથી અનુભવી હોય છે. તેથી ઉપર ચડી ગયા પછી એને સ્થિર કરી શકે છે. પછી ગૅસ બર્નરને થોડા-થોડા સમયે ચાલુ કરવાથી, બલૂનમાં ગરમ હવા ભરી શકાય અને એ ઉપર જઈ શકે છે.યોગ્ય તાલમાં ગૅસ બર્નરને ચાલુ-બંધ કરવા માટે પૂરું ધ્યાન આપવું જરૂરી છે, જેથી પાઇલટ બલૂનને કંટ્રોલમાં રાખી શકે. જો તે જરા પણ ધ્યાન ગુમાવી દે તો જીવન જોખમમાં આવી શકે. બલૂનની ટોચથી બર્નર સામાન્ય રીતે ૧૫-૧૮ મીટર નીચે હોય છે, એટલે ગરમ હવાથી એને કંટ્રોલ કરવામાં ૧૫-૩૦ સેકન્ડ લાગી શકે છે, એ પાઇલટને ખબર હોય છે.
ખાસ કરીને સખત પવનમાં અને નાની જગ્યામાં એને નીચે ઉતારવાની મજા આવી શકે! એક પાઇલટ કહે છે કે એવા સંજોગમાં “આરામથી સિંહના મોઢા પાસે ઉતરવા કરતાં, ધડાકા સાથે યોગ્ય જગ્યાએ ઉતારવું મહત્ત્વનું છે.” જો કે હવામાન એકદમ શાંત હોય ત્યારે આરામથી નીચે ઉતરવું રોમાંચ ભર્યું હોય છે.
ગરમ હવાના બલૂનના ઉત્સવમાં મજા માણવા, મુસાફરી કરવા અથવા એના શોખીનો અનેક પ્રકારની હરીફાઈમાં ભાગ લેવા માંડશે તેમ રંગબેરંગી બલૂનનો વધારે જોવા મળશે.
[પાન ૧૪, ૧૫ પર બોક્સ/ચિત્ર]
બલૂનનો ઇતિહાસ
જોસેફ-મિશેલ અને ઝાક-ઍટીયન મૉગોફીયેરના પિતા અમીર હતા, અને ફ્રાન્સમાં આવેલ આનૉન્યામાં તેનું કાગળ બનાવવાનું કારખાનું હતું. તેઓએ સૌ પ્રથમ ગરમ હવાનું બલૂન બનાવીને ઉડાવ્યું એ કારણથી ફ્રાન્સના ઇતિહાસમાં તેઓની વાહ-વાહ સંભળાય છે. વર્ષ ૧૭૮૦ની શરૂઆતમાં તેઓએ કાગળના બલૂનોથી અખતરા કર્યા હતા. બળતા ઘાસ અને ઊનના ધુમાડાથી એ ઉપર ચડ્યા હોઈ શકે. પછી તેઓને ખ્યાલ આવ્યો કે એ તો ગરમ હવાને લીધે ઉપર ચડ્યા હતા.
પછી તેઓ કાપડનાં બલૂનો મોટા અને મોટા બનાવીને ઉડાવતા ગયા. જે વધુ ઊંચા અને ઊંચા ચડતા ગયા, અને તેઓને એ પણ ખ્યાલ આવ્યો કે એમાં વધુ વજન લઈ શકાય એમ છે. પછી ૧૭૮૩ના જૂનમાં તેઓએ સૌથી મોટું બલૂન બનાવ્યું હતું. એ આનૉન્યાના ચોકમાંથી ઉડાવ્યું જે હવામાં દશ મિનિટ રહીને ભુસ થઈને નીચે આવ્યું.
એ જોઈને તેઓને એવું બલૂન બનાવવાની હિંમત મળી કે જેમાં હવે માણસો પણ મુસાફરી કરી શકે. વર્ષ ૧૭૮૩ના સપ્ટેમ્બરમાં, પ્રથમ વાર મરઘો, બતક અને ઘેટાંને હજારો લોકોએ વર્સીલમાં બલૂનમાં મુસાફરી કરતા જોયાં. એ ત્રણે પ્રાણીઓ હવામાં આઠ મિનિટ ઉડ્યા અને તેઓને કંઈ જ થયું નહિ. પછી નવેમ્બર ૨૧, ૧૭૮૩માં પહેલી વાર મનુષ્યોએ બલૂનમાં મુસાફરી કરી. પૅરિસના રાજા લુઈસ સોળમાને કહેવામાં આવ્યું કે બે અમીરોને મુસાફરી કરવાની રજા દે. તેઓએ એ બલૂન શાટો ડી લા મૂટ બુરજ પરથી પૅરિસ સુધી ઉડાવ્યું જેનું અંતર લગભગ આઠ કિલોમીટર છે. એ ઉડ્યું એના લગભગ ૨૫ મિનિટ પછી બલૂનને આગ લાગી એટલે તેને જપાટાબંધ નીચે ઉતારવું પડ્યું.
એ સંશોધનમાં, પૅરિસમાં અકાડમી ઓફ સાયન્સએ રસ બતાવ્યો. એ સમયમાં પ્રોફેસર ઝાક-શાર્લ ભૌતિકશાસ્ત્ર તરીકે બહું જ જાણીતા હતા. તેમણે બીજા બે અનુભવી મિકૅનિક એટલે કે શાર્લસ અને એમ. ટી. રૉબર્ટને ભેગા કર્યા. જેઓએ ઑગસ્ટ ૨૭, ૧૭૮૩માં સાથે મળીને હાઇડ્રોજન ગૅસ બલૂનમાં ભરીને પ્રથમ વાર ઉડાવ્યું હતું. એ બલૂન હવામાં ૪૫ મિનિટ ઉડ્યું તેમ જ લગભગ ૨૪ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાથી તેનું નામ શાર્લીયર પાડવામાં આવ્યું. આ પ્રકારના બલૂનો —શરૂઆતમાં જેવા હતા એવા જ આજ સુધી છે.
[પાન ૧૭ પર બોક્સ]
એકદમ ઊંચાઈમાં ઉડાન
હૅનરી કૉકસવૅલ અંગ્રેજી પાઇલટ હતો. તેણે સૌથી ઊંચાઈમાં ઉડાણ કર્યું તેથી તે જાણીતો થયો છે. બ્રિટિશ હવામાનશાસ્ત્રીઓની સંસ્થાના જેમ્મસ ગલેશરે, ૧૮૬૨ના સપ્ટેમ્બરમાં તેને એકદમ ઊંચાઈમાં બલૂન ઉડાડવાનું કામ સોંપ્યું હતું. જેથી તે આબોહવા વિષે નોંધ કરી શકે. તેઓ જમીનથી નવ કિલોમીટરથી પણ ઊંચા ઉડ્યા હતા અને એ પણ શ્વાસ-લેવાના સાધનો વગર!
તેઓ જમીનથી ૮,૦૦૦ મીટર ઊંચે પહોંચ્યા ત્યારે ઠંડીના કારણે શ્વાસ લેવો અઘરો લાગ્યો. તેથી કૉકસવૅલે નીચે ઉતારવાની તૈયારી કરી, તેમ બલૂન ભમરડાની જેમ ફર્યું એથી એમાં હવા કાઢવાના વાલ્વમાં જે દોરડું બાંધેલું હતું એ ગૂંચવાઈ ગયું. કૉકસવૅલે દોરડું છૂટું કરવા સઢ પર ચડવું પડ્યું. ગલેશર તો બેભાન થઈ ગયો હતો અને ઠંડીના કારણે કૉકસવૅલના હાથ કામ કરતા ન હતા. તેથી તેણે દાંતથી દોરડું ખેંચવું પડ્યું. છેવટે તેઓ નીચે ઉતરવા લાગ્યા.
પછી બને જણ હોશમાં આવ્યા અને બલૂન ધીમેથી નીચે ઉતર્યું. તેઓ લગભગ ૧૦,૦૦૦ મીટરની ઊંચાઈમાં પહોંચ્યા હતા, એનો લગભગ એક સદી સુધી તેઓનો રેકોડ રહ્યો હતો. તેઓના બલૂનમાં જે ટોપલી હતી એ ખુલ્લી હતી અને ઉડાણના ઇતિહાસમાં એવું કદી થયું નથી. તેમ વળી તેઓ પાસે શ્વાસ-લેવાના સાધનો, યોગ્ય કપડાં અને ઉપરની આબોહવાનું જરાય જ્ઞાન પણ ન હતું.
[પાન ૧૫ પર ચિત્ર]
બલૂન ફુલાવવામાં આવે ત્યારે અંદરથી આવું દેખાય છે
[પાન ૧૫ પર ચિત્ર]
ગરમ હવા બલૂનમાં ભરવામાં આવે છે જેથી એ ઊંડી શકે
[પાન ૧૬ પર ચિત્ર]
એકદમ અલગ આકારના બલૂનો