સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધરતીકંપ વિષે બાઇબલ શું કહે છે?

ધરતીકંપ વિષે બાઇબલ શું કહે છે?

ધરતીકંપ વિષે બાઇબલ શું કહે છે?

ઈ સુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે અમુક નિશાનીઓ આપી હતી, જેનાથી આપણે પારખી શકીએ કે ‘જગતનો અંત’ પાસે છે. તેમણે કહ્યું કે એ સમયમાં રાજ્યો એકબીજા સામે લડશે, તેમ જ દુકાળો તથા મરકીઓ પણ થશે. તેમણે એ પણ કહ્યું કે “ઠેકાણે ઠેકાણે” “મોટા મોટા ધરતીકંપો થશે.” (માત્થી ૨૪:૩, ૭; લુક ૨૧:૧૦, ૧૧) તો શું ઈસુ આપણા સમય વિષે વાત કરતા હતા?

જો કે ઘણા કહેશે, ના. ખરું કહીએ તો આપણા સમયમાં એટલા બધા ધરતીકંપો થતા નથી. હકીકતમાં, અમેરિકાના નૅશનલ અર્થક્વેક ઇન્ફર્મેશન સેન્ટર જણાવે છે કે ૨૦મી સદીમાં, ૭.૦થી વધારે તીવ્રતાવાળા ધરતીકંપો તો “હંમેશાં જોવા મળે છે.” *

તેમ છતાં, એ નોંધો કે ઈસુએ જે ભાખ્યું એનો અર્થ એમ નથી કે ઘણા તેમ જ અતિ ભારે ધરતીકંપો થશે. ઈસુએ ફક્ત એમ જ કહ્યું હતું કે, ઠેકાણે ઠેકાણે મોટા મોટા ધરતીકંપો થશે. એ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે આ “બધાં તો દુઃખોનો આરંભ જ છે.” (માત્થી ૨૪:૮) કેટલા ધરતીકંપો થાય છે અથવા કેટલીક તીવ્રતાવાળા ધરતીકંપ હોય છે, એનાથી દુઃખ મપાતું નથી. પરંતુ લોકો પર એની અસર કેટલી થાય છે, એનાથી મપાય છે.

ખરેખર ધરતીકંપોએ આપણા સમયમાં લોકોને સખત દુઃખી કર્યા છે. હકીકતમાં ૨૦મી સદીમાં લાખો લોકોએ જીવન ગુમાવ્યાં છે, અથવા ઘરબાર વગરના થઈ ગયા છે. ઍક્સપર્ટોનું કહેવું છે કે યોગ્ય તકેદારી લેવામાં આવી હોત તો, એટલા બધા લોકો મરણ પામ્યા ન હોત. ‘બીબીસી’ ન્યૂઝે જણાવ્યું કે વિકાસ પામતા દેશોમાં “બિલ્ડીંગ કોડ પ્રમાણે ઘરો બાંધવાને બદલે સસ્તા બનાવીને શહેરના લોકોની માંગ પૂરી પાડવામાં આવે છે.” બૅન વીશનર શહેરમાં થતા ઍક્સિડન્ટોનો ઍક્સપર્ટ છે. તેણે તાજેતરમાં બે બનાવ બન્યા એ વિષે આમ કહ્યું: “ધરતીકંપના કારણે લોકો મર્યા નથી. એની પાછળ અનેક કારણો રહેલાં છે, જેમાં ભૂલો, બેદરકારી, ભ્રષ્ટાચાર અને લોભનો સમાવેશ થાય છે.”

હા, અમુક વખતે ધરતીકંપમાં લોકો માર્યા જાય છે, એની પાછળ સ્વાર્થ અને બેદરકારી પણ હોય છે. જો કે બાઇબલની બીજી ભવિષ્યવાણી આ વ્યવસ્થાના ‘છેલ્લા સમય’ વિષે જે કહે છે એ રસપ્રદ છે. બાઇબલ કહે છે કે એ સમયમાં લોકો “સ્વાર્થી, દ્રવ્યલોભી,” અને “નિર્દય” હશે. (૨ તીમોથી ૩:૧-૫) ઈસુએ છેલ્લા દિવસો વિષે જે કહ્યું, એની સાથે આ ભવિષ્યવાણી પૂરતા પ્રમાણમાં પુરાવો આપે છે કે, હવે પરમેશ્વર જલદી જ મનુષ્યના સર્વ દુઃખોનો અંત લઈ આવશે. ત્યારે કોઈ પ્રકારનું દુઃખ નહિ હોય, તેમ જ કદી ધરતીકંપ પણ નહિ થાય.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

બાઇબલ એવા જીવનની જે આશા આપે છે, એ વિષે તમારે શીખવું છે? જો એમ હોય તો તમારી નજીકના યહોવાહના સાક્ષીઓને શોધી કાઢો અથવા પાન ૫ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામા પર લખો.

[ફુટનોટ]

^ અમુક કહેશે કે હમણાં વધારે ધરતીકંપો થાય છે, એના અહેવાલો એટલા માટે મળે છે કે ટેકનૉલૉજી વધી ગઈ છે, એટલે ધરતીકંપની તીવ્રતા સહેલાઈથી માપી અને પારખી શકાય છે.