શું તમે જાણો છો?
શું તમે જાણો છો?
(આ પ્રશ્નોત્તરીના જવાબો, ઉલ્લેખવામાં આવેલી બાઇબલ કલમોમાં મળી શકે અને જવાબોની પૂરી યાદી પાન ૧૬ પર આપેલી છે. વધારાની માહિતી માટે, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત “શાસ્ત્રવચનો પર અંતરદૃષ્ટિ” (અંગ્રેજી) પ્રકાશનમાં જુઓ.)
૧. શા માટે યશાયાહ યહોવાહના દિવસે સોનારૂપાના દેવોને ચામાચીડિયા પાસે ફેંકી દેવાનું જણાવે છે? (યશાયાહ ૨:૨૦)
૨. શા માટે ઈસ્રાએલીઓને ખેતરના ખૂણામાંથી ફસલને પૂરેપૂરી કાપી લેવાની મનાઈ કરવામાં આવી હતી? (લેવીય ૧૯:૯)
૩. મુસાના નિયમશાસ્ત્ર હેઠળ, કોઈ માણસ પોતાના નોકરની આંખ ફોડી નાખે અથવા દાંત ભાંગી નાખે ત્યારે શું કરવું જરૂરી હતું? (નિર્ગમન ૨૧:૨૬, ૨૭)
૪. મનુષ્યઘાતક ફક્ત ક્યારે આશ્રયનગર છોડી શકતો હતો? (ગણના ૩૫:૨૫)
૫. કરનેલ્યસે પરમેશ્વરને પ્રાર્થના કરી અને પીતર તેને મળવા આવી પહોંચ્યા, એ બે બીનાઓ વચ્ચે કેટલો સમય વીત્યો હતો? (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૦-૩૩)
૬. જેઓ “ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે” તેઓ પ્રત્યે પાઊલ કેવાં પગલાં લેવાનું કહે છે? (રૂમી ૧૬:૧૭)
૭. અયૂબ પોતાની પ્રમાણિકતા સાથે તડજોડ કરે એ માટે, શેતાને તેમની તંદુરસ્તી પર કેવો પ્રહાર કર્યો? (અયૂબ ૨:૭)
૮. ઈસ્રાએલીઓએ પહેલી વાર માન્ના ખાધું અને સાબ્બાથનો નિયમ પ્રથમ વખત અમલમાં આવ્યો ત્યારે તેઓ ક્યાં હતા? (નિર્ગમન ૧૬:૧)
૯. એહૂદે શાનાથી રાજા એગ્લોનનું ખૂન કર્યું? (ન્યાયાધીશો ૩:૧૬-૨૬)
૧૦. યોહાને જેઓને સંદેશાઓ મોકલ્યા એ સાત મંડળો કયા રોમન પ્રાંતમાં આવેલા હતા? (પ્રકટીકરણ ૧:૪)
૧૧. ઈસુની ઘણી વાર કયા પ્રાણી સાથે સરખામણી કરવામાં આવી અને શા માટે? (યોહાન ૧:૨૯)
૧૨. જમીનને જુદા પાડતા, પૃથ્વીના એકત્ર થયેલા પાણી માટે ક્યો શબ્દ વાપરવામાં આવ્યો છે? (હબાક્કૂક ૨:૧૪)
૧૩. પાણીની અસર ન થાય એ માટે નુહે વહાણ પર લગાડવા કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? (ઉત્પત્તિ ૬:૧૪)
૧૪. સ્વર્ગમાં ઈસુના રાજ્યાભિષેક પછી શું થયું? (પ્રકટીકરણ ૧૨:૭)
૧૫. ઈસુએ છેલ્લા પાસ્ખાપર્વની ઉજવણીની તૈયારી કરવા કયા બે શિષ્યોને મોકલ્યા? (લુક ૨૨:૭-૧૩)
૧૬. ભાખવામાં આવ્યું હતું તેમ, ઈસુ યરૂશાલેમમાં કયા પ્રાણી પર સવાર થઈને આવવાના હતા? (ઝખાર્યાહ ૯:૯)
૧૭. આળસુને કયા જંતુના માર્ગોને અનુસરવાની સલાહ આપવામાં આવી છે? (નીતિવચનો ૬:૬)
૧૮. ઈસુનો બચાવ કરવા પીતરે પોતાની તરવાર ચલાવી ત્યારે શું પરિણમ્યું? (યોહાન ૧૮:૧૦)
૧૯. ફરોશીઓ વિધિવત પવિત્રતા જાળવવા માટે કયા જંતુને ગાળી કાઢવા વધુ પડતી કાળજી લેતા હતા? (માત્થી ૨૩:૨૪)
૨૦. યહોવાહ કરતાં પોતાના પુત્રોને વધુ માન આપવા બાબતે કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? (૧ શમૂએલ ૨:૨૨, ૨૯)
Answers from page 16
પ્રશ્નોત્તરીના જવાબો
૧. આવી મૂર્તિઓ આદર અને પદને નહિ પણ અંધકાર અને અશુદ્ધ જગ્યાઓને પાત્ર છે
૨. જેથી ગરીબો અને પરદેશીઓ માટે એકઠું કરવા કંઈક ધાન હોય
૩. નોકરને મુક્ત કરી દેવો
૪. પ્રમુખયાજક મરણ પામે ત્યારે
૫. ચાર દિવસ
૬. તેઓ પર નજર રાખીને તમે તેઓથી દૂર રહો
૭. તેણે અયૂબને પગથી માથા સુધી પીડાકારક ગુમડાંનું દરદ ઉત્પન્ન કર્યું
૮. સીનના અરણ્યમાં
૯. બેધારી કટારથી
૧૦. આસિયામાં
૧૧. ઘેટા સાથે. ઈસુની બલિદાનમય ભૂમિકાને કારણે
૧૨. સમુદ્ર
૧૩. ડામર
૧૪. યુદ્ધ થયું જેના પરિણામે શેતાનને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યો
૧૫. પીતર અને યોહાન
૧૬. ગધેડા પર
૧૭. કીડી
૧૮. તેણે પ્રમુખ યાજકના ચાકર, માલ્ખસનો જમણો કાન કાપી નાખ્યો
૧૯. મચ્છર
૨૦. પ્રમુખ યાજક એલીનો