હૈયું કંપાવે, છતાં આશાનું કિરણ
હૈયું કંપાવે, છતાં આશાનું કિરણ
“મારી આસપાસ ઘરો જાણે ધ્રૂજતાં હતાં, અને એમાંથી આગ બહાર નીકળતી હતી. હું ત્યાંથી નાસી રહ્યો હતો તેમ બધે જ લોકો મદદ માટે ચીસો પાડતા, રડતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે મને એવું જ થયું કે જગતનો અંત આવી ગયો છે.”—ધરતીકંપમાંથી બચી ગયેલો, જી. આર.
આ પણી પૃથ્વીના પેટાળમાં મોટા ખડકો ખસકતા હોવાથી દર વર્ષે સેંકડો નાના નાના ધરતીકંપો થતા હોય છે. પરંતુ, તેના વિશે આપણને ખબર હોતી નથી. * તેમ છતાં, દર વર્ષે સરેરાશ ૧૪૦ “મધ્યમ,” “ભારે” અથવા “અતિ ભારે” ધરતીકંપો થાય છે. ઇતિહાસમાં એવા ધરતીકંપોના કારણે સેંકડો લોકોએ જીવન ગુમાવ્યું છે, અને કલ્પી ન શકાય એટલી માલમિલકતનું નુકસાન પણ થયું છે.
ધરતીકંપમાં બચી ગયેલાઓની લાગણી પર એની ઊંડી અસર પડે છે. દાખલા તરીકે, ૨૦૦૧ની શરૂઆતમાં એલ સાલ્વાડોરમાં ઊથલ-પાથલ કરતા બે ધરતીકંપો થયા, ત્યારે દેશના આરોગ્ય ખાતાના મંત્રીએ આમ કહ્યું: “લોકો માનસિક સમસ્યાઓ અનુભવે છે તેમ, ઉદાસ, નિરાશ અને ગુસ્સે પણ થાય છે.” જો કે એલ સાલ્વાડોરમાં ધરતીકંપ થયો એમાં સારવાર આપનાર કામદારોએ જણાવ્યું કે ૭૩ ટકાના લોકો વધારે ઉદાસ અને ચિંતાતુર જોવા મળતા હતા. હકીકતમાં, એક સર્વે બતાવે છે કે જેઓ રાહત છાવણીમાં હતા, તેઓને સૌ પ્રથમ પાણીની અને પછી આઘાતના કારણે સારવારની જરૂર હતી.
પરંતુ, ધરતીકંપની સાથે ફક્ત મૃત્યુ, વિનાશ અને દુઃખ જ આવતું નથી. ઘણા કિસ્સામાં આવી આફતોના કારણે લોકો પોતાનું કામ છોડીને પણ રાહત સેવા આપવા પહોંચી જાય છે. ખરેખર, ઘણા લોકો, ભાંગી ગએલા ઘરોનું સમારકામ કરવા અને લોકોનું જીવન ફરીથી શરૂ કરવામાં તનતોડ મહેનત કરે છે. હવે આપણે જોઈશું કે હૈયું કંપાવે એવી પરિસ્થિતિમાં પણ કઈ રીતે આશાનું કિરણ જોવા મળે છે.
[ફુટનોટ્સ]
^ નાના આંચકા આવતા હોય એવા હજારો ધરતીકંપો દરરોજ થાય છે.
[પાન ૨, ૩ પર ચિત્રો]
પાન ૨ અને ૩: ગ્રીસના ઍથૅન્સમાં એક યુવતીની મા ઘર નીચે ફસાઈ ગઈ હોવાથી, તે નિસાસા નાખે છે. એ જ સમયે એક પિતાની પાંચ વર્ષની બાળકી જીવતી નીકળી હોવાથી તેનો આનંદ સમાતો નથી
[ક્રેડીટ લાઈન]
AP Photos/Dimitri Messinis