સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

શિક્ષકો હું છેલ્લાં ચાર વર્ષથી પ્રાથમિક શાળાની ટીચર છું. “શિક્ષકો વિના કેમ ચાલે?” (એપ્રિલ - જૂન ૨૦૦૨) એ લેખો વાંચીને મને ખૂબ આનંદ થયો. બાળકોને ખરા-ખોટા વચ્ચેનો ભેદ ખબર નથી, એ જોઈને મને ખૂબ જ ચિંતા થાય છે. બાળકો પોતાની જવાબદારી સમજે એ પહેલાં પોતાના હક્કો માંગવા લાગે છે, ત્યારે શિક્ષકો માટે વધારે મુશ્કેલ બને છે. તેમ છતાં, વિદ્યાર્થીઓ શિક્ષણ લઈને પ્રગતિ કરે છે ત્યારે, શિક્ષકના દિલને ખરેખર સંતોષ મળે છે.

જે. કે., યુનાઇટેડ સ્ટેટ્‌સ (g02 10/22)

આ લેખો માટે તમારો આભાર. એણે મને એ જોવા મદદ કરી કે ભલે અમે શિક્ષકો માટે કંઈ કરતા નથી, તોપણ તેઓ અમારા માટે કેટલા બધા બલિદાનો આપે છે.

એસ. એમ., ઈટલી (g02 10/22)

હું આઠ વર્ષનો છું. શિક્ષક વિષેના તમારા લેખોએ મને એ જોવા મદદ કરી કે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેમ કરે છે. તેઓ માટે મુશ્કેલ હોવા છતાં, બાળકોને શીખવવાનું તેઓને ગમે છે. મેં મારા શિક્ષકને આભાર માનતો કાર્ડ આપ્યો. હું અને મારી ચાર વર્ષની બહેન, લોકોને યહોવાહ વિષે શીખવવાનું જ્ઞાન લઈ રહ્યા છીએ. કોઈ વાર મુશ્કેલી પડે છતાં અમે શીખીએ છીએ, કેમ કે અમે લોકોને પ્રેમ કરીએ છીએ.

ટી. એમ., યુનાઇટેડ સ્ટેટ્‌સ (g02 10/22)

મેં શિક્ષકની નોકરી છોડી એના ચાર વર્ષ પછી, મને એક વિદ્યાર્થીનીનો પત્ર મળ્યો. મેં તેને મદદ કરી હતી એની કદર કરીને, તેણે પોતાના હાથે બનાવેલું બુક-માર્ક મોકલ્યું. એ પત્રથી મને ઘણો જ આનંદ થયો!

એ. આર., સ્લોવેનિયા (g02 10/22)

મારા બાળકો અભ્યાસ કરે છે એ સ્કૂલની બે શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલને, મેં આ મેગેઝીન આપ્યું. બે દિવસ પછી હું એ વિષે જાણવા ગઈ. તેઓએ અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં બીજાં ૨૦ મેગેઝીન મંગાવ્યાં, જેથી તેઓ માબાપને આપી શકે.

એમ. એમ., યુનાઇટેડ સ્ટેટ્‌સ (g02 10/22)

ગયા વર્ષે મેં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ચાર મહિના નોકરી કરી. ત્યાંના બીજા શિક્ષકોએ કહ્યું કે માબાપની કદરની ખામીના કારણે, શિક્ષકોનું કામ અઘરું બને છે. તેથી, હું ખરેખર આભારી છું કે આ લેખો શિક્ષકની ઊંડી કદર કરે છે. ત્યાં મારું કામ પૂરું થયું ત્યારે, મેં મારા વિદ્યાર્થીઓ પાસેથી આભારના પત્રો મેળવ્યા. દરેક પત્ર મારા માટે મૂલ્યવાન છે!

એસ. આઈ., જાપાન (g02 10/22)

બલૂન “હવા કે સાથ સાથ” (એપ્રિલ - જૂન ૨૦૦૨) આ અદ્‍ભુત લેખ માટે તમારો આભાર. બલૂનમાં જવાની મને ઘણી જ ઇચ્છા છે. જોકે એ હજુ પૂરી થઈ નથી. તમારા લેખે મને જરા સંતોષ આપ્યો, કેમ કે મને એવું લાગતું હતું કે હું પણ જાણે એની સાથે ગઈ ન હોવ! હું ખરેખર ટોપલીમાં ચઢી હોવ અને આમ-તેમ ઝૂલતી હોવ એવું મને “લાગ્યું.” એટલી ઊંચાઈથી પણ દુનિયા નાની લાગતી હશે, તોપણ યહોવાહ આપણને કેટલા મહત્ત્વના ગણે છે!

એસ. એ., જર્મની (g02 10/22)

બાઇબલ શું કહે છે: અફસોસ થાય—એ શું હંમેશા ખોટું કહેવાય? (એપ્રિલ - જૂન ૨૦૦૨) આ લેખ મારા માટે ખરેખર જરૂરી હતો. મારી આશાઓ ઘણી ઊંચી હતી. એ કારણે, મારી પાયોનિયર પાર્ટનર સાથેના વર્તનમાં, મારી લાગણીઓ કાબૂમાં રાખવી ખૂબ મુશ્કેલ હતું. પરંતુ, આ લેખે બતાવ્યું કે બાબતો આપણે ધારીએ એમ ન થાય ત્યારે, બીજાને દોષ આપ્યા કરવો, એ પ્રેમાળ કે સારું ન કહેવાય. હું ખુશ છું કે હું મારા વલણમાં ફેરફાર કરી શકી. મારી વિનંતી છે કે, યહોવાહની નજરે જોવા અમને શીખવતા રહો.

કે. કે., જાપાન (g02 10/22)