સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારે વધારે જાણવું છે”

“મારે વધારે જાણવું છે”

“મારે વધારે જાણવું છે”

ગયા વર્ષે એક સ્ત્રીએ લખ્યું: “દેવ આપણી પાસે શું માંગે છે? આ પુસ્તિકા મેં મંગાવી હતી અને ગઈ કાલે મેળવી.” તેમણે સમજાવ્યું કે અગાઉ આ પુસ્તિકા માટે બે જાહેરાતો વાંચી હતી. તેમણે કહ્યું, “હું એની આતુરતાથી રાહ જોતી હતી કેમ કે જાહેરાતો વાંચ્યા પછી, મને આના વિષે વધારે જાણવું હતું. આ પુસ્તિકા મેળવીને બને એટલી જલદી મેં એ વાંચવાનું શરૂ કર્યું. તમારી પુસ્તિકાની દરેક બાબત મને ખૂબ સારી લાગી, કેમ કે એ બાઇબલમાંથી છે.”

પત્રના છેલ્લા ભાગમાં તે જણાવે છે: “હવે મેં જે વાંચ્યું એને મારા જીવનમાં લાગુ પાડવાની જરૂર જણાય છે.”

અમને ખાતરી છે કે તમે પણ આ ૩૨ પાનાની પુસ્તિકા વાંચીને લાભ મેળવશો, જેનો વિષય છે: દેવ આપણી પાસે શું માંગે છે? એ પુસ્તિકા ઘણા પ્રશ્નોના જવાબ આપે છે. દાખલા તરીકે, “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” “દેવ કોણ છે?” “પૃથ્વી માટે દેવનો શું હેતુ છે?” અને “દેવનું રાજ્ય શું છે?” જો તમારે આ પુસ્તિકા મંગાવી હોય તો, નીચેની કુપનને ભરીને યહોવાહના સાક્ષીઓને પાન પ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકાની મને મોકલો.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).