સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હોઠોની ભાષા વાંચવી

હોઠોની ભાષા વાંચવી

હોઠોની ભાષા વાંચવી

બ્રિટનમાંના સજાગ બનો!ના લેખક તરફથી

એક બગીચામાં બે આંતકવાદીની વાતોનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો. તેઓની વાતો સાંભળી શકાતી ન હતી. તેમ છતાં, પોલીસે તેઓને પકડ્યા અને તેઓને વર્ષોની જેલ થઈ. એ કઈ રીતે બન્યું? તેઓની રેકોર્ડ થયેલી વિડીયો કેસેટ એક સ્ત્રીએ જોઈ, જે હોઠોની ભાષા વાંચે [લીપ રીડીંગ કરે] છે. તે સમજી શકી કે શું વાતચીત થઈ રહી હતી. આ સ્ત્રીને બ્રિટનની ખાસ સાક્ષી અને બ્રિટીશ પોલીસ માટે તેને “જોરદાર ખાનગી હથિયાર” માનવામાં આવે છે.

હોઠોની ભાષા વાંચવાની કળા વિષે જાણવા, હું માઈક અને ક્રિસ્ટીનાને મળવા ગયો. ક્રિસ્ટીના ત્રણ વર્ષની હતી ત્યારથી બહેરી હતી. તે બહેરા માટેની શાળામાં ગઈ, જ્યાં તેને હોઠની ભાષા વાંચવાનું શીખવવામાં આવ્યું. માઈકે ક્રિસ્ટીના સાથે લગ્‍ન કર્યા પછી, તે પોતે જ હોઠની ભાષા વાંચતા શીખ્યા.

હોઠની ભાષા વાંચવી મુશ્કેલ છે? માઈક કહે છે કે, “તમારે હોઠ, જીભ અને નીચેના જડબાની હલન-ચલન પર ખૂબ ધ્યાન આપવું પડે છે.” તેમ જ, ક્રિસ્ટીના કહે છે: “તમારે સામેની વ્યક્તિ તરફ ખૂબ ધ્યાન આપવું પડે છે. હોઠની ભાષાના તમારા વાંચનમાં સુધારો થાય તેમ, તમે મોં પરના હાવભાવ અને શરીરના હલન-ચલન પર પણ ધ્યાન આપી શકો.”

જો કે મોટેથી બોલવું કે હોઠ વધારે પડતા વાંકા-ચૂંકા કરવાથી, હોઠની ભાષા સમજવી અઘરી બને છે. એનાથી મૂંઝવણ ઊભી થઈ શકે. પરંતુ, એક વાર હોઠની ભાષા વાંચતા શીખી ગયા પછી, સામેની વ્યક્તિ ક્યાંની છે, એ પણ જાણી શકાય છે. જો કે આ બધું કંઈ રમતની વાત નથી! હોઠની ભાષા વાંચતા શીખવતું એક સંગઠન જણાવે છે કે “એના માટે પ્રૅક્ટિસ, પ્રૅક્ટિસ અને વધારે પ્રૅક્ટિસની જરૂર પડે છે.”

ક્રિસ્ટીના કહે છે કે અમુક વાર બસ કે ટ્રેનમાં અજાણતા જ બીજાની વાતચીત “સાંભળી” લે છે. ઘણી વાર તેમને શરમાવું પડે છે, અને તે તરત જ નજર બીજી બાજુ ફેરવી લે છે. પરંતુ, આ ભાષા તેમનું રક્ષણ પણ કરી શકે છે. ક્રિસ્ટીના ટીવી પર ફૂટબોલ જોતા નથી, કારણ કે કેટલાક રમતવીરો જે કહે છે, એ જોઈને તેને ગુસ્સો આવે થાય છે.

થોડી જ વ્યક્તિઓ બ્રિટીશ પોલીસના “ખાનગી હથિયાર” જેવી આ ભાષા શીખી શકશે. ખરેખર, હોઠોની ભાષા વાંચવી એક કળા છે, પણ એ સાંભળવાની શક્તિ ગુમાવ્યા પછી વિકસે છે. (g02 10/08)

[પાન ૩૧ પર ચિત્ર]

ક્રિસ્ટીના

[પાન ૩૧ પર ચિત્ર]

માઈક