સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે મમ્મી બનવાના હો તો કેવી કાળજી રાખશો?

તમે મમ્મી બનવાના હો તો કેવી કાળજી રાખશો?

તમે મમ્મી બનવાના હો તો કેવી કાળજી રાખશો?

સજાગ બનો!ના મૅક્સિકોના લેખક તરફથી

યનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અનુસાર, ગર્ભાવસ્થાને લગતી તકલીફોને કારણે દર વર્ષે પાંચ લાખ કરતાં વધારે સ્ત્રીઓ મરણ પામે છે. વધુમાં, યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) જણાવે છે કે દર વર્ષે છ કરોડ કરતાં વધારે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન તકલીફો ઊભી થાય છે. એમાંની ત્રીજા ભાગની સ્ત્રીઓને એવી ઇજા કે બીમારી થાય છે જે તેઓને જીવનભર રહે છે. વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ વારંવાર બાળકોને જન્મ આપે છે. એનાથી તેઓ પોતાનું સરખું ધ્યાન રાખી શકતી નથી અને બીમાર પણ થઈ જાય છે. હા, ગર્ભવતી થવાથી ઘણા જોખમ ઊભા થઈ શકે છે. તો પછી, જો તમે મા બનવા ઇચ્છતા હો તો, કઈ રીતે પોતાની કાળજી લઈ શકો?

સૌથી પહેલાં તમારી તબિયતનું ધ્યાન રાખો!

સમજી વિચારીને પગલાં લો. પતિ અને પત્નીએ નક્કી કરવું જોઈએ કે તેઓને કેટલા બાળકો જોઈએ છે. પ્રગતિશીલ દેશોમાં એવી સ્ત્રીઓ જોવા મળે છે કે જેઓને એક બાળક આવી જાય અને થોડા જ વખતમાં બીજું પણ ટપકી પડે. એક બાળક થયા પછી, પતિ-પત્નીએ તરત જ બીજા બાળકનો વિચાર પણ કરવો ન જોઈએ. જેથી, બાળકને જન્મ આપ્યા પછી માની તબિયત સારી થવા સમય મળે.

પોષણ. ગર્ભાવસ્થા દરમિયાન સફળ પરિણામ, એ નામનું સંગઠન સ્ત્રીઓને ગર્ભ ધારણ કરતા પહેલાં કેટલીક સલાહ આપે છે. તેઓ કહે છે કે, સ્ત્રીએ ગર્ભવતી બનતા પહેલાં, ઓછામાં ઓછા ચાર મહિના અગાઉ કોઈ પણ પ્રકારની કુટેવ છોડી દેવી જોઈએ. તેણે ધૂમ્રપાન, દારુ, કેફી દવાઓ કે ડ્રગ્ઝથી દૂર રહેવું જોઈએ. તેણે પોતાની તબિયત સારી રાખવી જોઈએ. દાખલા તરીકે, જ્યારે માતાને ફોલિક ઍસિડ આપવામાં આવે છે ત્યારે, જન્મતા બાળકને, સ્પાઈનલ બીફીડા અથવા મણકાની એક બીમારી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. સ્ત્રીને લગભગ ૨૪-૨૮ દિવસ પછી ખબર પડે છે કે તે માતા બનવાની છે. તેથી એ અગત્યનું છે કે તે ગર્ભવતી થાય એ પહેલાં ફોલિક ઍસિડ લેવાનું શરૂ કરે. એનાથી બાળકના મગજમાં જતી નસોનો સારી રીતે કરોડમાં વિકાસ થશે.

લોહતત્ત્વ અથવા આયર્ન, એ પણ એક મહત્ત્વનું પોષણ છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને આયર્નની બમણી જરૂર હોય છે. જો તેનામાં પૂરતા પ્રમાણમાં આયર્ન ન હોય તો, તેને એનીમિયા કે પાંડુરોગ થઈ શકે. જે દેશોમાં ગરીબાઈ વધુ છે ત્યાંની સ્ત્રીઓમાં ખાસ કરીને આ ખોટ જોવા મળે છે. તેઓ અવારનવાર ગર્ભવતી થાય છે, તેથી તેઓની તબિયત ખરાબ થઈ શકે. કેમ કે ઉપરાઉપરી બાળકો થાય તો, તેઓને જોઈતું આયર્ન પાછું મેળવવાનો સમય રહેતો નથી. *

ઉંમર. વીસના દાયકાની સ્ત્રીઓ કરતાં સોળએક વર્ષની ગર્ભવતી સ્ત્રીઓમાં મરણનું જોખમ ૬૦ ટકા વધારે છે. બીજી બાજુ, ૩૫ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓના બાળકને ડાઉન્સ સીન્ડ્રોમ જેવી જન્મથી બીમારીઓ થઈ જાય છે. નાની ઉંમરે કે મોટી ઉંમરે થતા બાળકોને પ્રીક્લેમસીઆ થવાનું પ્રમાણ વધારે હોય છે. સ્ત્રીઓને આ રોગ, ગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયાં પછી હાઈ બ્લડ પ્રેશર હોવાને કારણે થાય છે. એ રોગ હોય તો પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે. એનાથી બાળક અને તેની માતા બંને માટે જોખમ વધી જાય છે.

ચેપ. ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં અથવા પેટમાં ચેપ થવાની શક્યતા વધે છે. એનાથી અધૂરા મહિને બાળકનો જન્મ થવાનું જોખમ વધી જાય છે. તેથી, જો આવો કોઈ રોગ થયો હોય તો એની સારવાર ગર્ભાવસ્થા પહેલાં કરવી જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન તબિયતની કાળજી

સુવાવડ પહેલાં કાળજી. ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે ડૉક્ટર પાસે જવાથી માતાના મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે. તમે એવા દેશમાં રહેતા હો કે જ્યાં ક્લિનિક અને હૉસ્પિટલમાં નિયમિત જઈ શકતા ન હોય તો, તાલીમ પામેલી દાઈ પાસે તપાસ કરાવી શકો. સુવાવડ પહેલાં દાઈ તમારી તબિયતનું ધ્યાન રાખી શકે. એમ કરવાથી જો તમને વધુ કાળજીની જરૂર હોય તો તેઓ મદદ કરી શકે. દાખલા તરીકે, જોડિયા બાળકો આવવાના હોય, હાયપરટેંશન થયું હોય, હૃદય, કીડની અથવા ડાયાબીટીસને લગતી કોઈ મુશ્કેલી ઊભી થઈ જાય તો તમારી સારવાર અગાઉથી થઈ શકે છે.

જેઓ ગર્ભવતી સ્ત્રીઓની સારવાર કરતા હોય ને કંઈ તકલીફ ઊભી થાય તો, તેઓ ડૉક્ટરોને જણાવી શકે. અમુક દેશોમાં ગર્ભવતી સ્ત્રીઓને ધનુરના ઇંજેક્શન અપાય છે જેથી તેઓના બાળકો સલામત રહે. ગર્ભાવસ્થાના ૨૬ કે ૨૮ અઠવાડિયાં પછી, સ્ત્રીને ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયા માટે પણ ચેક કરવામાં આવે છે. આ બેક્ટેરિયાનો રોગ હોય તો એ માના આંતરડાને હાનિ પહોંચાડી શકે. છેવટે એની અસર બાળક પર સુવાવડના વખતે આવે છે.

જો તમે મા બનવાના હો તો, તમારા ડૉક્ટરને તમારી તબિયત વિષે પૂરતી માહિતી આપજો. તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો જરૂર ડૉક્ટરને પૂછજો. જો તમારા પેશાબ કરવાની જગ્યાએ લોહી નીકળે કે પછી મોઢા પર ઓચિંતાનો સોજો આવી જાય અથવા માથું સખત દુખ્યા કરતું હોય તો, ડૉક્ટરોને તાબડતોબ જણાવી દેજો. તેમ જ આંગળીઓમાં દુઃખાવો ઉપડે કે પછી આંખે અંધારા આવે, પેટમાં સખત દુઃખાવો ઊપડે, ઊલટી આવે, શરીર ઠંડું થઈ જાય કે પછી તાવ ચડે તો પણ ડૉક્ટરોને જણાવી દેવું સારું. એ ઉપરાંત, જો પેટમાં બાળક એકદમ હલચલ કરે અથવા પેશાબ કરવાની જગ્યાએથી પ્રવાહ નીકળે કે પછી, પેશાબ કરતા લાય બળે અથવા પેશાબ કરવામાં તકલીફ પડે તોપણ ડૉક્ટરને તમારે જણાવી દેવું જોઈએ.

ખોટી કુટેવો, વ્યસનો. જો તમે મા બનવાના હો તો, આલ્કોહોલ ન પીવો અથવા કોઈ પણ કેફી પદાર્થો કે તમાકુ ન લો. તેથી, બાળકને કોઈ પણ જાતની માનસિક બીમારી થવાની કે કોઈ જાતની ખોડખાંપણ થવાની શક્યતા ઓછી થઈ જશે. જો કોઈ માને ડ્રગ્ઝની લત હોય તો, એની બાળક પર ખરાબ થાય છે. અમુક માને છે કે કોઈ વાર જરા વાઈન પીવામાં કંઈ વાંધો નથી. પણ ડૉક્ટરોનું કહેવું છે કે, ગર્ભાવસ્થાના સમયે એક ટીપું પણ શરાબ પીવો ન જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ સિગારેટ કે બીડીનાં ધુમાડાથી પણ દૂર રહેવું જોઈએ.

દવા. ગર્ભવતી સ્ત્રીએ ફક્ત તેના ડૉક્ટરે કહેલી જ દવા લેવી જોઈએ અને એ સીવાય બીજી કોઈ પણ જાતની દવા લેવી ન જોઈએ. અમુક વિટામીનની દવાઓ પણ હાનિ પહોંચાડી શકે. દાખલા તરીકે, વિટામીન એ લેવાથી બાળકને હાનિ પહોંચી શકે છે.

ખોરાક અને વજન. ગર્ભવતી સ્ત્રીએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ. કરૂસાની ફુડ એન્ડ ન્યુટ્રીશન ડાયટ થેરેપી પ્રમાણે, જન્મ વખતે જો બાળકનું સામાન્ય કરતાં ઓછું વજન હોય તો, તેના મરણની શક્યતા ૪૦ ટકા વધુ હોય છે. પરંતુ જો મા વધારે પડતું ખાશે તો, તેનું વજન બહુ વધી જશે. ગર્ભાવસ્થાના ચોથા મહિને વજન બરાબર હોય તો, માની લેવું કે માતા ખોરાક લેવામાં ધ્યાન રાખે છે. *

ચોખ્ખાઈ અને બીજી બાબતો ધ્યાનમાં રાખવી. નાહવામાં કંઈ વાંધો નથી પણ પેશાબ કરવાની જગ્યાએ કંઈ નાખીને સાફ ન કરવું. કોઈને અછબડા કે રુબેલા જેવો ચેપી રોગ થયો હોય તો, ગર્ભવતી સ્ત્રીએ તેઓથી દૂર રહેવું જોઈએ. બીલાડીઓને પણ ન અડવું જોઈએ, જેથી કોઈ જાતનો ચેપી રોગ ન લાગે. ગર્ભવતી સ્ત્રીઓએ રાંધવા માટેનો ખોરાક કે શાકભાજી બરાબર ધોવા જોઈએ. તેમ જ તેઓએ હાથ પણ બરાબર ધોવા જોઈએ. જાતીય સંબંધમાં કંઈ વાંધો નથી, પણ સુવાવડના દિવસો નજીક આવે ત્યારે જાતીય સંબંધ ટાળવો જોઈએ. જો ગર્ભવતી સ્ત્રીને હેમરિજ થયું હોય, તેનું શરીર જકડાઈ જતું હોય કે અગાઉ કસુવાવડ થઈ હોય તોપણ જાતીય સંબંધ ટાળવો જોઈએ.

સુવાવડ વખતે કોઈ તકલીફ ઊભી ન થાય માટે

ગર્ભવતી સ્ત્રી જો પોતાનું ધ્યાન રાખશે તો, સુવાવડ વખતે તકલીફ ઊભી થવાની શક્યતા ઓછી રહેશે. સ્ત્રીએ અગાઉથી નક્કી કરવું જોઈએ કે તે સુવાવડ ઘરે કરાવશે કે પછી હોસ્પિટલમાં જશે. તેને કુશળ દાઇ કે ડૉક્ટરની બરાબર સલાહ લેવી જોઈએ. તેઓને ગર્ભવતી સ્ત્રીની બધી જરૂરિયાતોની જાણ હશે. તેઓને જાણ કરવી જોઈએ કે તમે સુવાવડ કેવી રીતે કરાવશો, સુવાવડના વખતે તેઓ કેવી દવાઓ વાપરી શકે, તેમ જ બાળકને તપાસવામાં શાનો ઉપયોગ કરી શકે. બીજી ખાસ બાબતો પણ ડૉક્ટરોને જણાવવી જોઈએ: જો સુવાવડ વખતે કોઈ તકલીફ ઊભી થાય તો તેઓ કઈ હોસ્પિટલે જશે? બહુ લોહી ગુમાવવામાં આવે તો તેઓ શું કરશે? હેમરિજ કે રક્તસ્રાવથી માતાનું મોત થઈ શકે. તેથી એવી કોઈ શક્યતા માટે જેઓ લોહી લેવા ન માંગતા હોય તેઓએ, લોહી વગરની સારવાર થાય એની પણ તૈયારી રાખવી. બાળકને જન્મ દેવા માટે, સિઝેરિયન અથવા, ઓપરેશન કરાવવાનું હોય તો, એનો પણ અગાઉથી વિચાર કરવો જોઈએ.

બાઇબલ જણાવે છે કે બાળકો ખરેખર પરમેશ્વરની ભેટ અથવા “ધન” છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) તેથી, જો સ્ત્રી તેની ગર્ભાવસ્થા વિષે સમજી-વિચારીને પગલાં લે તો, તેની ડિલીવરી સફળ થવાની શક્યતા છે. (g 03 1/08)

[ફુટનોટ્‌સ]

^ કલેજું, ભાજી, શાકભાજી, સૂકાં ફળ અને અમુક સિરિયલમાંથી ફોલિક ઍસિડ અને આયર્ન મળે છે. આયર્નથી ભરપૂર ખોરાક મેળવવા માટે, તાજા ફળમાંથી વિટામિન સી મેળવવું જોઈએ.

^ બરાબર વજન માતાને તંદુરસ્ત રાખે છે. એ લગભગ તેના સામાન્ય વજન કરતાં, ૯થી ૧૨ કિલોગ્રામ વધવું જોઈએ. પણ જુવાન માતા હોય તો, તેનું વજન ૧૨થી ૧૫ કિલોગ્રામ વધવું જોઈએ.

[પાન ૨૨ પર બોક્સ]

ગર્ભવતી સ્ત્રીઓ માટે થોડી સલાહ

● ગર્ભવતી સ્ત્રીએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જેથી તે તંદુરસ્ત રહી શકે. તે શું શું ખાઈ શકે? તેણે ફળો, શાકભાજી (ખાસ કરીને લીલા, નારંગી અને લાલ), કઠોળ (જેમ કે ચણા, સોયાબીન, મસુર, વટાણા વગેરે), અને મકાઈ, ઘઉં, જવ જેવું અનાજ લેવું જોઈએ. મીટ ખાતા હોય તો, ફીશ, ચીકન, બીફ, ઈંડા, ચીઝ અને દુધ લેવું જોઈએ. ઘી, ખાંડ, નિમક જેવી ચીજો બહુ ખાવી ન જોઈએ. પુષ્કળ પાણી પીવું જોઈએ. કેફી પીણા ઓછા કરી નાખવા જોઈએ, જેમ કે ચા અને કોફી. તેઓએ કલર કે ફ્લેવર ઉમેરેલા કેમિકલયુક્ત ખોરાક પણ ટાળવા જોઈએ. સ્ટાર્ચ, માટી અને બીજી પચે નહિ એવી ચીજો ખાવાથી બીમાર પડાય છે.

● તમે કેવા વાતાવરણમાં છો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, જ્યાં એક્સ-રે લેતા હોય ત્યાં જવું ન જોઈએ. અથવા ખતરનાક કેમિકલ્સથી પણ દૂર રહેવું જોઈએ. ઘરે કોઈ પણ જાતના સ્પ્રે અને બીજી કોઈ સાફસફાઈની દવા વાપરવાનું ઓછું કરી દેવું. તમે સખત ગરમીમાં ન રહો. જો કસરત કરતા હો તો શરીરમાં ગરમી ન ચડવી જોઈએ. બહુ વખત ઊભા પગે ન રહો તેમ જ વધારે પડતો આરામ પણ ટાળવો જોઈએ. મુસાફરી કરતી વખતે બેઠા હોય તો સીટ બેલ્ટનો ઉપયોગ બરાબર કરવો જોઈએ.