સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળ-વેશ્યાગીરીનો જલદી જ અંત!

બાળ-વેશ્યાગીરીનો જલદી જ અંત!

બાળ-વેશ્યાગીરીનો જલદી જ અંત!

અમેરિકામાં બાળકોના હક્ક માટે સંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઈટ્‌સ માટે યુનાઈટેડ નેશન્સે એક ઠરાવ અપનાવ્યો હતો. એના શરૂઆતના શબ્દો આમ હતા: “દરેક બાળકની સૌથી સારી સંભાળ રાખવામાં આવવી જોઈએ. એ તેઓનો હક્ક છે.” કુટુંબનું મહત્ત્વ સમજાવતા એ ઉમેરે છે: “બાળકના સંપૂર્ણ વિકાસ માટે તેનો ઉછેર આનંદી અને હૂંફભર્યા વાતાવરણમાં થવો જોઈએ.” હા, પરંતુ એ પોથીના રીંગણા પોથીમાં રહે છે એવું છે.

ફક્ત સારા જગત વિષે વાત કરવી બાળકો માટે પૂરતું નથી. અનૈતિકતા વધતી જ જાય છે અને લોકોને એ પરિસ્થિતિ એકદમ સામાન્ય લાગે છે. ફેલાયેલી અનૈતિકતા અને લોભ કાયદા-કાનૂનથી અટકાવી શકાતા નથી. મા-બાપ પણ પોતાના બાળકોને પ્રેમ અને રક્ષણ આપવાને બદલે, તેઓને છૂટા મૂકી દે છે. તો પછી, બાળ વેશ્યાગીરીનો અંત કેવી રીતે આવી શકે?

જોકે, આ ભ્રષ્ટ જગત સર્વ બાળકોને ઘરની હૂંફ અને સલામત ભાવિ આપી શક્યું નથી. પરંતુ આપણને બનાવનાર પરમેશ્વર દરેક પ્રકારના ખરાબ કામ અને અનૈતિકતાને દૂર કરશે. એમાં બાળકોને વેશ્યા બનાવવાના ઘોર અપરાધનો પણ તે અંત લાવશે. યહોવાહ પરમેશ્વર બહુ જલદી જ પોતાનું રાજ લાવશે. હા, ભ્રષ્ટાચારીઓ અને શોષણ કરનારાઓ એમાંથી બચશે નહિ. પોતાના પડોશીઓ પર પ્રેમ રાખનારા લોકો જ પરમેશ્વરની નવી દુનિયામાં જશે. “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”—નીતિવચનો ૨:૨૧, ૨૨.

બાળકો અને મોટી ઉંમરના સર્વ ગરીબી કે જાતીય અત્યાચારથી કેટલી રાહત મેળવશે! અરે, શોષણ અને હિંસાથી શારીરિક અને લાગણીમય રીતે પહોંચાડવામાં આવતું દુઃખ ભૂતકાળની બાબત બની જશે. જાતીય શોષણનો ભોગ બનનારી વ્યક્તિઓને ભૂતકાળની બાબતથી માનસિક ત્રાસ થશે નહિ. કેમ કે “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.”—યશાયાહ ૬૫:૧૭.

ત્યારે કોઈ પણ બાળકોનું જાતીય શોષણ કરવામાં આવશે નહિ. એ સમયે આનંદ અને પ્રેમ એ સ્વપ્ન માત્ર નહિ હોય. પરમેશ્વરની નવી દુનિયામાં રહેનારાઓ વિષે યશાયાહ ૧૧:૯ બતાવે છે: “કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ.”

ખરેખર, ગરીબી, ડ્રગ્સ, દુઃખી કુટુંબો અને અનૈતિકતા નહિ હોય ત્યારે કેવો આનંદ હશે! ચારે બાજુ શાંતિ, ન્યાયીપણું અને સલામતી જોવા મળશે. “મારા લોક શાંતિના સ્થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.”—યશાયાહ ૩૨:૧૮. (g 03 2/08)

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

મા-બાપ બાળકોનું ધ્યાન રાખો

● “મારા મમ્મી-પપ્પા હંમેશાં મને સારી રીતે ભણવાનું અને કામ શીખવાનું ઉત્તેજન આપતા. તેમ છતાં, તેઓ કદી મારા પર દબાણ કરતા નહિ કે તારે આ કામ શીખવું જ જોઈએ.”—તારા

● “મારી નાની બહેન અને હું બજારમાં જતા ત્યારે, અમારી મમ્મી અમારી સાથે આવતી. તે અમને સસ્તી તેમ જ સારી ચીજો પારખતા અને યોગ્ય કપડાં પણ પસંદ કરતા શીખવતી.”—બીના

● “અમે પાર્ટીઓમાં જતા ત્યારે, અમારા મમ્મી-પપ્પા અમને હંમેશાં પૂછતા કે ત્યાં કોણ હશે, કઈ પ્રકારનું સંગીત હશે અને પાર્ટી ક્યારે શરૂ થશે એન પૂરી થશે. મોટા ભાગની પાર્ટીઓમાં અમે મમ્મી-પપ્પા સાથે જ જતા.”—પિંકી.

● “હું નાનપણથી જ મારા મમ્મી-પપ્પા સાથે ખુલ્લા દિલથી વાત કરી શક્તી. મારા કલાસની એક બહેનપણીએ એ જોઈને કહ્યું: ‘તું તારા માબાપ સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે છે. એમ હું કરી શક્તી નથી. હું તો મારી મમ્મી પાસે પણ ખુલ્લા મનથી વાત કરી શકતી નથી. હું હંમેશાં બીજાઓ પાસેથી જ શીખું છું.’”—સ્વીટી.

● “હું આનંદથી મોટી થઈ છું. મેં લોકોમાં કદી બુરાઈ જોઈ નથી. તેથી હંમેશાં તેઓ સાથે હું હસી-મજાક કરતી. મને મારા મિત્રો સાથે મજા આવતી અને મસ્તી મજાક પણ કરતા. મારા મમ્મી-પપ્પા મારો રમુજી સ્વભાવ જાણે છે. પરંતુ તેઓએ મને કદી મારો સ્વભાવમાં સુધારો કરવા દબાણ કર્યું નથી. તેઓને મને પ્રેમથી સમજાવ્યું કે છોકરાઓ સાથે સમજી વિચારીને વાત કરવી જોઈએ.”—તારા.

● “બીજા યુવાનોની જેમ હું પણ પ્રેમમાં પડી ત્યારે મારા પપ્પાએ કહ્યું કે તું ઉંમર લાયક થાય ત્યારે મનગમતો છોકરો પસંદ કરી શકે. એનાથી મને દુઃખ થયું નહિ. એથી હું જોઈ શકી કે તેઓ મારું ભલુ ઇચ્છે છે.”—બીના.

● “મારા મમ્મી-પપ્પાએ મારા માટે સારૂં ઉદાહરણ બેસાડ્યું હતું. એથી હું જોઈ શકી કે લગ્‍ન કરવા એ રમત વાત નથી. એ તો જીવનભરનો સંબંધ છે. તેઓ હંમેશાં ખુલ્લા દિલથી વાત કરતા. તેઓ સાચે જ જિગરી દોસ્ત હતાં. મને હજુ પણ યાદ છે કે હું એક છોકરાના પ્રેમમાં પડી ત્યારે તેની સાથે સમય કાઢતી. મારી મમ્મીએ ત્યારે મને સમજાવ્યું કે અમુક સંજોગોમાં મારે કેવી રીતે વર્તવું જોઈએ. જો એમ નહિ કરું તો પસ્તાવું પડશે.”—પિંકી.

[પાન ૧૦ પર ચિત્ર]

પરમેશ્વરની નવી દુનિયામાં બાળક પર કોઈ જુલમ કરવામાં આવશે નહિ