સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે એ બીમારીઓ ફરીથી આવી?

શા માટે એ બીમારીઓ ફરીથી આવી?

શા માટે એ બીમારીઓ ફરીથી આવી?

લગભગ ૪૦ વર્ષ પહેલાનો વિચાર કરો. એ સમયે એવું માનવામાં આવતું હતુ કે મલેરિયા, ડેંન્ગુ અને પીત જ્વર જેવા રોગોને જડમૂળમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ, આ શું? જીવડાંથી થતા રોગો તો પાછા અચાનક જ ફાટી નીકળ્યા છે. શા માટે આ રોગોએ પાછો ઊથલો માર્યો?

જીવજંતુઓ પર કાબૂ મેળવવા જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમુક જીવજંતુઓને હવે એ દવાઓની કંઈ અસર થતી નથી. મચ્છર નામનું અંગ્રેજી પુસ્તક જણાવે છે કે, “ગરીબ લોકો દવા તો લે છે પરંતુ, થોડી ઘણી રાહત મળતા, દવા લેવાનું બંધ કરી દે છે. બાકીની દવા બીજી વખત માટે રહેવા દે છે.” તેઓ પૂરેપૂરા સાજા થતા ન હોવાથી, જીવાણુંઓ વ્યક્તિના શરીરમાં જ રહે છે અને એમાંથી બીજા જીવાણું પેદા થાય છે, કે જેના પર દવા કામ લાગતી નથી.

હવામાનમાં થતા ફેરફેરો

જીવડાંથી થતી બીમારી ફરીથી આવી એનું મુખ્ય કારણ હવામાન તેમ જ લોકોમાં આવતા ફેરફારો છે. આખી દુનિયાના હવામાનમાં ફેરફારો થયા છે. અમુક વૈજ્ઞાનિકો માને છે કે વાતાવરણ ગરમ થવાથી આ જીવડાં ધીરે ધીરે ઠંડા પ્રદેશોમાં પહોંચી ગયા છે. એના વિષે અમુક પુરાવાઓ પણ જોવા મળ્યા છે. હારવર્ડ મેડિકલ સ્કૂલમાં સ્વાસ્થય અને વિશ્વ પર્યાવરણ કેન્દ્રના ડૉ. પોલ આર. ઈપ્સટેઈન કહે છે: “આજે આફ્રિકા, એશિયા અને લૅટિન અમૅરિકામાં જીવડાં અને એનાથી થતી બીમારી મલેરિયા અને ડેંગ્યુ તાવ મોટા પ્રમાણમાં જોવા મળે છે એમ જાણવા મળ્યું.” કોસ્ટા રીકામાં ડેંગ્યુ તાવ ફ્કત પૅસિફિક કિનારામાં જ જોવા મળતો હતો. પરંતુ, હવે આ બીમારી ધીમે ધીમે પહાડો પર તેમ જ આખા દેશમાં ફેલાઈ છે.

ગરમીના કારણે બીજી અસરો પણ થાય છે. જેમ કે, એનાથી અમુક વિસ્તારમાં નદીઓ સૂકાઈને ખાબોચિયા જેવી થઈ જાય છે. જ્યારે કે બીજા વિસ્તારમાં વરસાદના લીધે પૂર આવે છે. આ બંને કિસ્સામાં પાણી મચ્છરના પ્રજનન માટે એકદમ સારી જગ્યા છે. તેથી મચ્છરના ઉત્પાદનના દરમાં વધારો થાય છે. એના લીધે, મચ્છરો એકદમ વધી જાય છે. ગરમીમાં મચ્છરો વધારે સક્રિય હોય છે. ગરમીથી મચ્છરના તંતુ પર પણ અસર થાય છે અને બીમારીના વધારે જીવાણુ ઉત્પન્‍ન થાય છે. તેથી, એક જ વખત મચ્છર કરડવાથી પણ વ્યક્તિ બીમાર પડે છે. તોપણ બીજી એવી બાબતો છે કે જેના લીધે ચિંતા વધી જાય છે.

જવજંતુઓ બીજી કઈ રીતે રોગ ફેલાવે છે?

લોકો એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરે એ કારણે પણ જીવડાંથી બીમારી ફેલાઈ શકે. એવું કઈ રીતે થઈ શકે એ સમજવા આપણે જીવજંતુ વિષે વધુ જાણકારી મેળવવાની જરૂર છે. બીમારીઓ ફેલાવા માટે ફક્ત જીવડાં જ જવાબદાર નથી. પ્રાણીઓ કે પક્ષીઓના શરીર પર જીવજંતુઓ રહેતા હોય છે અથવા તેઓના લોહીમાં જીવાણુંઓ હોય છે. જો પ્રાણી કે પક્ષીમાં આ જીવાણુંઓ હોય તો, તેઓ પણ રોગ ફેલાવે છે.

વર્ષ ૧૯૭૫થી ઓળખાયેલા લાઈમ રોગનો વિચાર કરો. આ રોગ સૌથી પહેલા અમેરિકાના કનૅટિક્ટ રાજ્યમાં લાઈમ નામની જગ્યાએ જોવા મળ્યો હતો. એ કારણે એનું નામ લાઈમ રોગ છે. સો વર્ષ પહેલા યુરોપથી ઉત્તરી અમેરિકા આવતા જહાજોમાં ઉંદર અને પાલતું જાનવર સાથે લાઈમ રોગના જીવાણુંઓ આવ્યા હોય શકે. ઈક્સોડીક્સ નામની નાની ચાંચડ ચેપી પ્રાણીના લોહીને ચૂસે છે ત્યારે, એ બૅક્ટેરિયા ચાંચડમા જીવનભર રહે છે. આ ચાંચડ બીજા પ્રાણી કે માણસને કરડે છે ત્યારે એ બૅક્ટેરિયા એના લોહીમાં જાય છે.

અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં લાઈમ રોગ સામાન્ય થઈ ગયો છે. કેમ કે, આ રોગ અહીં વર્ષોથી છે. લાઈમ રોગના જીવાણું ખાસ કરીને સફેદ પગવાળા ઉંદરમાં રહે છે. ચાંચડ પણ ઉંદર પર રહેતા હોય છે, ખાસ કરીને જ્યારે ચાંચડનો વિકાસ થઈ રહ્યો હોય. ચાંચડનો વિકાસ થઈ ગયા પછી એ હરણ પર રહેવાનું પસંદ કરે છે. કેમ કે, ત્યાં તેઓને પોષણ મળે છે. તેમ જ તેઓ ત્યાં વધે છે. ધરાઈને હરણનું લોહી પીધા પછી એ જંતુ જમીન પર પડે છે અને ત્યાં એ ઈંડા મૂકે છે. એમાંથી ઇયળ નીકળે છે અને ફરીથી એ ચક્ર શરૂ થાય છે.

સંજોગોમાં ફેરફાર

વાઈરસ, પ્રાણીઓ અને જીવડાં એક સાથે વર્ષોથી રહે છે પણ, મનુષ્યમાં બીમારી ફેલાવતા નથી. પરંતુ, સંજોગોમાં ફેરફાર થાય તો કોઈ પણ સામાન્ય બીમારી મરકીનું રૂપ લઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બીમારી રાક્ષસી રૂપ ધારણ કરી શકે છે. એક વિસ્તારમાં એક-બે વ્યક્તિને બીમારી થાય તો એનો ચેપ ઘણા લોકોને થઈ શકે. લાઈમ રોગ કઈ રીતે ફેલાયો હોઈ શકે?

અગાઉના સમયમાં, હિંસક પ્રાણીઓ હરણોનો શિકાર કરતા હતા. તેથી હરણોની સંખ્યા વધતી નહિ. દાખલા તરીકે, અમુક લોકો અમેરિકાના પૂર્વ વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારે, તેઓએ જંગલના વૃક્ષોને કાપીને ખેતીવાડી કરી. એ કારણે હરણોની સંખ્યા ઓછી થઈ ગઈ. અને હિંસક પ્રાણીઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ, ૧૮૦૦ના દાયકામાં પાછો એક ફેરફાર થયો. પૂર્વ વિસ્તારના લોકો પોતાની ખેતીવાડી છોડીને પશ્ચિમમાં ખેડીવાડી કરવા લાગ્યા. આમ એ વિસ્તાર ફરીથી જંગલ થઈ ગયો. આ જંગલ ફરી હરણોથી ભરાઈ ગયું. પણ, એનો શિકાર કરનારા પ્રાણીઓ નહોતા આવ્યા. આમ, હરણોની સંખ્યા વધતી ગઈ અને સાથે સાથે હરણો પર રહેતા જંતુઓ અથવા ચાંચડ પણ વધતા ગયા.

લાઈમ રોગના બૅક્ટેરિયા પોષણ મળી રહે એવા પ્રાણીઓ પર રહેવા લાગ્યા. પરંતુ, દાયકાઓ પછી આ બૅક્ટેરિયા મનુષ્ય માટે જોખમરૂપ સાબિત થયા. કઈ રીતે? જંગલની પાસે નવા નવા ઘરો બનવા લાગ્યા અને મોટી સંખ્યામાં બાળકો અને મોટા લોકો ચાંચડના વિસ્તારમાં આવી ગયા. પછી એ જંતુઓએ અથવા ચાંચડે ધીરે ધીરે માણસો પર પોતાનો અડ્ડો જમાવ્યો. એ કારણે માણસો લાઈમ રોગથી પીડાતા હતા.

દુનિયામાં ચારેકોર ફેલાતા રોગો

આપણે જોઈ ગયા તેમ રોગ ઘણી રીતે ફેલાય છે. હા, બીમારી પાછળ માણસોનો પણ હાથ હોય છે. પર્યાવરણના રક્ષક યૂજીન લિન્ડને ભવિષ્ય એકદમ સાફ છે (અંગ્રેજી) નામના પુસ્તકમાં લખ્યું: “લગભગ બધી બીમારીઓ મનુષ્યની દખલગીરીને લીધે જ ફરી આવી છે. બીમારીને ફેલાવતા જીવાણુઓ તાકતવર અને ખતરનાક હોય છે.” મનુષ્યોની દખલગીરીના બીજા અમુક ઉદાહરણો: આજે દુનિયામાં કોઈ પણ ખૂણામાં ઝડપથી પહોંચી જવાય છે. પરંતુ સાથોસાથ જીવજંતુઓ પણ દુનિયામાં ફેલાય છે. એ જ સમયે, ઘણા નાના-મોટા પ્રાણીઓનો નાશ થવાનો ભય રહેલો છે. લિન્ડન આગળ કહે છે: “પ્રદૂષણની ખરાબ અસર હવા પાણી પર પડે છે. તેથી, મનુષ્ય અને પ્રાણી બીમારીઓની સામે લડી શકતા નથી.” ડૉ. પૉલ ઈપસ્ટાઈન પોતાના પુસ્તકમાં ખુલાસો કરે છે: “પૃથ્વીમાં એટલી શક્તિ છે કે તે બીમારીઓને કાબૂમાં લાવી શકે છે. પરંતુ, મનુષ્યએ પર્યાવરણ સાથે ચેનચાડાં કરીને આ શક્તિને તો કમજોર કરી નાખી છે. સાથે સાથે જીવાણું વધે એવું વાતાવરણ ઊભું કર્યું છે.”

રાજનીતિમાં ઊથલ-પાથલ થવાથી લડાઈઓ થાય છે. આ લડાઈઓથી ફક્ત પર્યાવરણ કે જીવતા પ્રાણીઓને જ નુકસાન નથી થતુ પણ તંદુરસ્તી પર અને ખોરાકની સુવિદ્યાને પણ નુકસાન થાય છે. એ ઉપરાંત, અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના બાયોબુલેટિને કહ્યું: “નબળા શરણાર્થીઓને અથવા રૅફ્યુજી લોકોને વારંવાર છાવણીઓમાં રહેવું પડતું હોય છે. ત્યાં પહેલેથી જ લોકો ગંદકીમાં જીવતા હોય છે. તેથી લોકોને અલગ અલગ ઈન્ફેક્શન તથા રોગ લાગવાનો ભય રહેલો છે.”

દેશની આર્થિક હાલત બગડવાથી ઘણા લોકો દેશ છોડીને બીજા દેશમાં જતા રહે છે, અથવા બીજા શહેરોમાં જતા રહે છે જ્યાં ખાસ કરીને વસ્તી ખૂબ જ હોય છે. બાયોબુલેટિન પ્રમાણે “ભીડવાળી જગ્યાઓએ જીવાણું વધારે હોય છે.” જે શહેરની વસ્તીમાં એકદમ વધારો થાય છે ત્યારે, “વારંવાર લોકોને આપવામાં આવતું, સ્વાસ્થ્ય માટેનુ બુનિયાદી શિક્ષણ, પોષણ અને રોગ અવરોધક રસી મૂકાવાની સરકારની સુવિદ્યા આ વધારાને પહોંચી વળતું નથી.” ભીડ વધારે હોય એવી જગ્યાએ પાણીનો વધારે ખર્ચો આવે છે. અને પાઈપો તથા ગટરની વ્યવસ્થા બરાબર હોતી નથી. એ કારણે રહેવાની જગ્યાને ચોખ્ખી રાખવી અને પોતાને સાફ રાખવાનું મુશ્કેલ થઈ જાય છે. ગંદા વિસ્તારોમાં જીવજંતુ અને બીમારી ફેલાવતા જીવાણુંઓ વધે છે. પરંતુ, એનો અર્થ એ નથી કે આપણી પાસે કોઈ આશા નથી. હવે પછીના લેખમાં આપણને એ આશા વિષે વધારે જાણવા મળશે. (g 03 5/22)

[પાન ૧૧ પર બ્લર્બ]

“લગભગ મોટા ભાગની બીમારીઓ મનુષ્યની દખલગીરીને લીધે જ ફરી આવી છે. બીમારીને ફેલાવતા જીવાણુંઓ તાકતવર અને ખતરનાક હોય છે.”

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

અમેરિકા પર વેસ્ટ નાઈલ નામના વાયરસનો હુમલો

વેસ્ટ નાઈલ વાયરસ ખાસ કરીને મચ્છરોથી ફેલાય છે. આ વાયરસ વીષે યુગાન્ડામાં ૧૯૩૭માં પહેલી વાર ખબર પડી. પછી મધ્ય પૂર્વીય દેશો, એશિયા, મહાસાગરના ટાપુઓ અને યુરોપમાં પણ આ વાઈરસ જોવા મળ્યા. આ વાયરસ, ૧૯૯૯ સુધી વેસ્ટન હૈમિસ્ફયરમાં ન હતો, હવે ત્યાં પણ ફેલાયો છે. ત્યારથી અમેરિકામાં ૩,૦૦૦થી વધારે લોકોને ચેપ લાગ્યો હોય એવી જાણ થઈ છે અને ૨૦૦થી વધારે લોકો મરણ પામ્યા છે.

આ વાઈરસના ચેપ વિષે મોટા ભાગના લોકોને ખબર પણ ન હતી. અમુક લોકોને ફક્ત ફ્લૂ જેવી અસર થઈ હતી. પણ અમુક લોકોને ઘણી ગંભીર બીમારી થઈ હતી. જેમ કે તેઓના મગજઅને વાંસાનાં મણકાઓમાં સોજો જે બહુ જ ખતરનાક હોય છે. વેસ્ટ નાઈલ વાઈરસને રોકવા માટે કોઈ દવા-દારૂની શોધ હજુ સુધી થઈ નથી. અમેરિકાનું રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્ર ચેતવણી આપે છે કે, જો આ વાઈરસનો ચેપ કોઈને લાગ્યો હોય અને એ વ્યક્તિ, તેઓના કોઈ અંગ કે લોહી બીજાને આપે તો, બીજી વ્યક્તિને પણ આ રોગ થઈ શકે. રોઇટર સમાચાર ઍજન્સીએ ૨૦૦૨માં રીપૉર્ટ આપ્યો: “કોઈના લોહીમાં વેસ્ટ નાઈલ વાઈરસ હોય તો, એ સહેલાયથી તપાસી શકાય એમ નથી.”

[ક્રેડીટ લાઈન]

CDC/James D. Gathany

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

તમે પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકો? અમુક સુચનો અને અમુક ચેતવણીઓ

સજાગ બનો!એ આખા જગતમાં એવા લોકો સાથે વાત કરી છે જ્યાં જીવડાંથી બીમારીઓ ખુબ ફેલાય છે. તેઓને પૂછવામાં આવ્યું હતું કે, આવા સંજોગોમાં તેઓ પોતાનું કેવી રીતે રક્ષણ કરી શકે? એમાંની અમુક સલાહ કદાચ તમને પણ કામ આવી શકે.

સ્વચ્છતા—રક્ષણનું સૌથી પહેલું પગલું

◼ તમારું ઘર સાફ રાખો

“ખાવાની વસ્તુઓને ઢાંકણવાળા ડબ્બાઓમાં રાખો. ખાવાનું બનાવ્યા પછી તમે એને પીરસો નહિ ત્યાં સુધી ઢાંકેલુ રાખો. ખાવાનું ઢોળાયું હોય તો, એને તરત જ સાફ કરી નાખો. એંઠા વાસણો તરત જ ધોઈ નાખો અને ખાવાનો કચરો પણ બીજા દિવસ સુધી રહેવા ન દેશો. કચરાને ઢાંકી રાખો અથવા એને દાટી દો, કેમ કે જીવડાં અને ઉંદર ખોરાક માટે રાતના બહાર નીકળતા હોય છે. વધુમાં જો ઘરની જમીન કાચી માટીની હોય તો, એના પર સીમેંટનું પાતળું સ્તર બનાવવું સારું થશે. એનાથી તમે તમારું ઘર સાફ રાખી શકશો અને જીવજંતુ પણ નહી આવે.”—આફ્રિકાના લોકો જણાવે છે.

“ફળો અથવા બીજો કોઈ પણ ખોરાક જેના પર જીવડાંઓ આવે, એ વસ્તુઓ ઘરથી અલગ જગ્યાએ મૂકીને બરાબર ઢાંકી રાખો. બકરીઓ, ભૂંડો અને મરઘીઓ જેવા પાળતું પ્રાણીઓને ઘરમાં ન આવવા દો. ટૉઈલેટનો દરવાજો હંમેશા બંધ રાખો. પ્રાણીઓના મળમૂત્રને દાટી દો અથવા એના પર ચૂનો નાંખો જેથી એના પર માખીઓ ન બેસે. તમારા પડોશી આ બાબતો ન કરે તોપણ તમારા કરવાથી અમુક હદ સુધી તમેને જીવડાંઓથી રક્ષણ મળશે. એટલુ જ નહી, એનાથી બીજાઓ પર પણ તમારી સારી છાપ પડશે.—દક્ષિણ અમેરિકા.

[ચિત્ર]

ખોરાક કે કચરાને ખુલ્લો રાખવાનો અર્થ જીવજંતુઓને ઘરમાં આમંત્રણ આપવા બરાબર છે

◼ પોતાના શરીરને સાફ રાખો

“સાબુ કંઈ મોંઘા હોતા નથી. તેથી હંમેશા તમારા હાથ અને કપડાં સાબુથી ધુઓ. ખાસ કરીને તમે લોકોની સાથે હાથ મીલાવ્યા અથવા પ્રાણીને અડ્યા હો તો સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. મરેલા પ્રાણીઓને ન અડકો. તમારા હાથ ધોયા વગર મોં તથા નાક ન ખંજવાળો તેમ જ આંખને ન પણ હાથ ધોયા વગર ન અડો. કપડાં ભલે ચોખ્ખા લાગતા હોય પણ એને નિયમિત ધોવા જોઈએ. અમુક જાતની સુંગધથી જીવડાંઓ આકર્ષાતા હોય છે, તેથી સુંગધી સાબુ કે સુંગધી સાફસફાઈની વસ્તુઓ વાપરવી ન જોઈએ.”—આફ્રિકા.

જીવડા અટકાવવાની બીજી રીતો

જ્યાં મચ્છરો વધે એવી જગ્યાઓ થવા જ ન દો 

પાણીની ટાંકીઓ અને કપડાં ધોવાના ટબ કે ડોલને ઢાંકીને રાખો. ઢાંકણ વગરના વાસણ કે ડબા ન રાખો જેમાં, પાણી ભેગું થતુ હોય. છોડના કૂંડામાં પણ પાણી ભેગું થવા ન દો. પાણી ચારથી વધારે દિવસ રહેશે તો એમાં મચ્છરો ભેગા થઈ જાય છે.—દક્ષિણ-પૂર્વીય એશિયા.

બની શકે ત્યાં સુધી જીવડાંથી દૂર રહો 

જીવડાંઓ, જ્યાંથી ખોરાક મેળવતા હોય, એવી જગ્યાઓથી દૂર રહો. ગરમ પ્રદેશોમાં વહેલું અંધારું થાય છે. તેથી ઘણા લોકો રાતના અંધારામાં કામ કરતા હોય છે. આવા સમયે ઢગલાબંધ જીવડાંઓ પણ બહાર નીકળે છે. એ સમયે બહાર બેસવું કે સૂવું પણ જોખમરૂપ છે. કેમ કે, એનાથી જીવજંતુથી થતી બીમારીની શક્યતા વધારે રહેલી છે.—આફ્રિકા.

[ચિત્ર]

વધારે મચ્છર હોય એવા વિસ્તારમાં બહાર સૂવાથી, તમે મચ્છરો માટે મોટી મિજબાની બની જાવ છો

આખું શરીર ઢંકાય જાય એવા કપડાં પહેરો. ખાસ કરીને તમે કોઈ જંગલમાં હોવ ત્યારે તમારા કપડાં કે શરીર પર જીવજંતુને ભગાડવાની દવા કે ક્રિમ લગાવો. પરંતુ, હંમેશા દવાના લેબલ પર આપવામાં આવેલી સૂચના વાંચવી. બહારથી આવ્યા બાદ તમારી પોતાની અને તમારા બાળકોની તપાસ કરો કે તમે કંઈ બહારથી જીવજંતુઓ અથવા ચાંચડને લઈને તો નથી આવ્યા. તમારા પાળેલા પ્રાણીઓને પણ બીમારીઓથી અને જીવડાંથી બચાવો.—ઉત્તર અમેરિકા.

બની શકે ત્યાં સુધી ખેતરના પ્રાણીઓથી પણ દૂર રહો કેમ કે, એને જીવડાં ચોંટેલા હોય છે જેને લીધે આપણે બીમાર થઈ શકીએ છીએ.—મધ્ય એશિયા.

કુટુંબમાં દરેકે મચ્છરદાની વાપરવી જોઈએ. જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરો. તમારી બારીઓમાં પણ મચ્છરદાની જેવી જારીઓ નંખાવો અને એ ફાટેલી ન હવી જોઈએ. છતમાંથી જો જીવજંતુ અંદર આવતા હોય તો, એવી જગ્યાઓને બરાબર સીલ કરી દો. આમ કરાવવા માટે થોડા પૈસા નાખવા પડશે. પરંતુ, જો તમારા ઘરમાંથી કોઈ બીમાર પડે તો તમારે બમણો ખર્ચો થઈ શકે.—આફ્રિકા.

[ચિત્ર]

જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીઓ અને દવાઓ, હૉસ્પિટલના બિલથી ઘણી સસ્તી છે

તમારા ઘરમાં જીવડાંઓ ભરાઈ શકે એવી જગ્યાઓને બંધ કરો. છત અને દીવાલને પ્લાસ્ટર લગાવી દો. તેમ જ, તીરાડ કે કાણાઓને પણ ભરી દો. તમારા ઘરનું છાપરું ઘાસનું હોય તો, એના અંદરના ભાગને એવા કપડાંથી ઢાંકો દો જેથી ઘરમાં જીવડાં ન આવી શકે. કાગળ કે કપડાં જેવી વસ્તુઓને જ્યાં ત્યાં પડી રહેવા ન દો. ઘરમાં દિવાલ પર લગાવવામાં આવતી ચિત્રોની ફ્રેમમાં પણ જીવજંતુ રહે છે. તેથી એવા ચિત્રો કે ફોટા દિવાલ પર ન રાખો.—દક્ષિણ આફ્રિકા.

અમુક લોકોને લાગે છે કે જીવડાં અને ઉંદર જેવા પ્રાણીઓ ઘરના મહેમાન છે. આ બહુ મોટી ભૂલ છે! એઓને કોઈ પણ કીંમતે તમારા ઘરમાં આવવા ન દેશો. જંતુનાશક દવાનો ઉપયોગ કરો પણ ધ્યાન રાખો કે સૂચના પ્રમાણે એનો ઉપયોગ કરો. મખીઓને મારી નાંખો. નવી નવી રીતો શોધો જેથી મચ્છરો અથવા બીજા જીવડાં ઘરમાં ન આવે. દાખલા તરીકે, એક સ્રીએ, કપડાંનો એક લાંબો ગોળ મજાનો તકીઓ બનાવ્યો અને એમા રેતી ભરીને દરવાજા નીચેની ખાલી જગ્યાએ લગાવી દીધો જથી મચ્છર અને જીવડાં ઘરમાં ન આવી શકે.—આફ્રિકા.

[ચિત્ર]

જીવજંતુ આપણા મહેમાન નથી તેથી એને હંમેશા ઘરથી દૂર રાખો!

બીમારીથી બચવાના ઉપાયો 

યોગ્ય ખાવાનું, ભરપૂર આરામ, અને કસરત કરવાથી બીમારી સામે લડી શકીએ છીએ. અને એનાથી ટૅન્શન પણ ઓછુ થાય છે.—આફ્રિકા.

મુસાફરો માટે: મુસાફરી કરતાં પહેલા જીવજંતુથી થતી બીમારીના જોખમોની તાજી જાણકારી મેળવો. આ જાણકારી પબ્લીક હેલ્થ વિભાગ અને સરકારની ઇંટરનેટ પરથી જાણવા મળશે. મુસાફરી કરતાં પહેલા તમે જે જગ્યાએ જવાના છો એ અનુસાર જરૂરી દવા લઈ લો.

તમે માંદા પડી જાવ તો શું?

તરત જ ડૉ. પાસે સારવાર કરાવો 

બીમારીની શરૂઆત થાય તો તરત જ સારવાર કરવી સહેલી છે.

તમારી બીમારીની બરાબર તપાસ કરાવો 

એવા ડૉ. પાસે સારવાર કરાવો જેઓ જીવાણુથી ફેલાતી બીમારીઓ અને ગરમ દેશોમાં થતી બીમારીઓથી સારી રીતે જાણકાર હોય. તમારા ડૉક્ટરને બીમારીના બધા જ લક્ષણો કહો. તેમ જ તેમને એ પણ જણાવો કે હાલમાં અથવા થોડા સમય પહેલા તમે ક્યાં ક્યાં મુસાફરી કરી હતી. જરૂરી હોય તો જ એન્ટીબાયોટિક દવાઓ લો અને એ દવાઓ જરૂર પૂરી કરો.

[ચિત્ર]

જીવડાંથી થતી બીમારી બીજી બીમારીઓથી ઘણી મળતી આવે છે. તેથી તમારા ડૉક્ટરને બરાબર બતાવો કે તમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા.

[ક્રેડીટ લાઈન]

દુનિયા: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

શું જીવજંતુઓથી એચઆઈવી ફેલાય છે?

જંતુ વિષે અભ્યાસ કરનારાઓ અને વૈજ્ઞાનિકોએ દસેક વર્ષોથી મચ્છરો અને જીવડાઓનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેઓએ જણાવ્યું કે એવી કોઈ સાબિતી નથી મળી કે મચ્છર કે બીજા જીવડાંથી એચઆઈવી એટલે કે ઍઈડ્‌સનો વાઈરસ ફેલાય છે.

મચ્છરોનોનું મોં કંઈ ઇન્જેક્શનની સોઈ જેવું નથી, જેનામાં એક જ કાણું હોય. એવું હોત તો ચૂસેલું લોહી ફરીથી શરીરમાં દાખલ થઇ શકે. પણ એના બદલે, મચ્છરોને મોં આગળ નળી જેવા બે કાંણા હોય છે. એકથી એ લોહી ચૂસે છે અને બીજાથી લાળ પાડે છે. ઝાંબિયાના મૉન્ગૂ નગરમાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ મેનેજમેન્ટ ટીમના એચઆઈવીના નિષ્ણાંત થૉમસ દામાસો કહે છે કે જ્યારે મચ્છર લોહીને પચાવે છે ત્યારે એ વાયરસને નાશ કરી દે છે. જીવડાંના મળમાં પણ એચઆઈવી વાઈરસ જોવા મળતા નથી. જેમ મલેરિયાના જીવાણું મચ્છરોની લાળમાંથી શરીરમાં દાખલ થઇ શકે તેમ એચઆઈવીનો વાઇરસ એઓની લાળમાંથી શરીરમાં પ્રવેશ નથી થાતો.

એચઆઈવીનો ચેપ લાગવા માટે, આ રોગનો ચેપ મોટા પ્રમાણમાં હોવો જોઈએ. દાખલા તરીકે જો કોઇ વ્યક્તિનું લોહી ચૂસતી વખતે મચ્છર એ પડતું મૂકીને બીજી વ્યક્તિનું લોહી ચૂસવા લાગે તો, એના મોં પર પહેલા વ્યક્તિના લોહીનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે એનાથી બીજી વ્યક્તિને કોઈ ચેપ લાગતો નથી. નિષ્ણાંતોના પ્રમાણે જો મચ્છરમાં એચઆઈવી પોઝિટીવ લોહી ભરેલુ હોય અને એને કોઈ ખુલ્લા ઘા પર છૂંદી નાખવામાં આવે તોપણ, એનાથી એચઆઈવીનો ચેપ લાગવાનો કોઈ ભય રહેલો નથી.

[ક્રેડીટ લાઈન]

CDC/James D. Gathany

[પાન ૭ પર ચિત્રો]

હરણો પર રહેતી ચાંચડ તથા જંતુ (જમણી બાજુ) મનુષ્યમાં લાઈમ રોગ ફેલાવે છે

ડાબેથી જમણે: પુખ્ત માદા, પુખ્ત નર, અને અપક્વ સ્વરૂપ આ બધી જ યોગ્ય કદની બતાવી છે

[ક્રેડીટ લાઈન]

બધી ચાંચડ:CDC

[પાન ૧૦, ૧૧ પર ચિત્રો]

પૂર, ગંદકી અને માણસો એકથી બીજી જગ્યાએ જાય છે ત્યારે જીવડાંથી થતી બીમારી ફેલાય છે

[ક્રેડીટ લાઈન]

FOTO UNACIONES (from U.S. Army)