સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોર્નોગ્રાફી કેમ ચારે બાજુ ફેલાયેલી છે?

પોર્નોગ્રાફી કેમ ચારે બાજુ ફેલાયેલી છે?

પોર્નોગ્રાફી કેમ ચારે બાજુ ફેલાયેલી છે?

હજારો વર્ષો પહેલાં પણ કામોત્તેજનાને ઉત્તેજન આપતું ઢગલેબંધ સાહિત્ય હતું. પરંતુ આજ સુધી એવા કોઈ સાધનો ન હતા કે જેનાથી અશ્લલીલ કે ગંદા સાહિત્યની સહેલાઈથી કૉપી કરી શકાય. એ ફક્ત અમીર અને સત્તા પર બેઠેલા લોકો માટે જ બનાવવામાં આવતું. પણ આજે અનેક જાતના સાધનો હોવાથી મોટા પ્રમાણમાં અશ્લલીલ તસવીરો, અને ફિલ્મો બની રહી છે. તેમ જ આજે અવનવા પ્રિંન્ટિંગ પ્રેસનો યુગ હોવાથી વીજળીની ઝડપે અશ્લલીલ સાહિત્યો છાપી શકાય છે. તેથી, આજે કોઈ પણ સહેલાઈથી અશ્લલીલ મૅગેઝિન્સ, બલ્યૂ ફિલ્મો કે તસવીરો જોઈ શકે છે.

એ જ રીતે, આજે ઠેર ઠેર વિડીયો આવી ગયા હોવાથી, વિડીયો કૅસેટો બનાવવામાં પુષ્કળ વધારો થયો છે. પહેલાના જમાનામાં લોકો એવી ફિલ્મો કે ચિત્રો ફક્ત ખાનગીમાં જ જોઈ શકતા. પરંતુ આજે વિડીયોની સહેલાઈથી કોપી કરીને વહેંચી શકાય અને રાખી શકાય છે. તેથી, એ ઘરમાં બેસીને પણ જોઈ શકાય છે. એ જાણે પૂરતું ન હોય એમ, હવે ઇન્ટરનેટ અને કૅબલ પર ઘેર બેઠા જોઈએ ત્યારે પોર્નોગ્રાફી જોઈ શકાય છે. પહેલાં તો પોર્નોગ્રાફીના રસિયાઓ ગંદી વિડીયો દુકાનમાં લેવા જતા ત્યારે, ગભરાતા ગભરાતા આમ-તેમ જોઈ લેતા, કે પોતાને કોઈ ઓળખીતું જોઈ ન જાય. પણ હવે તેઓને એવી કોઈ ચિંતા નથી. ટીવી-વિડીયો પ્રોગ્રામનો અભ્યાસ કરનાર ડૅનીશ મૅકઅલ્પાઈન કહે છે: “આજે ઘરબેઠા રિમોટ કંટ્રોલના અમુક બટનો દબાવીને, ક્રેડિટ કાર્ડથી પૈસા ભરીને કૅબલ, સૅટેલાઇટ કે પોતાની ટીવીમાં મન-ગમતા પ્રોગ્રામ્સ મંગાવી શકાય છે.” તેમના કહેવા પ્રમાણે એવા પ્રોગ્રામો સહેલાઈથી મળી શકતા હોવાથી “અશ્લલીલ સાહિત્ય અને વિડીયો ખૂબ લોકપ્રિય બન્યા છે.”

પોર્નોગ્રાફી લોકપ્રિય બની

પોર્નોગ્રાફીની માંગ વધી રહી હોવાથી, આજે ઘણા લોકોને એ ખરાબ છે એવું લાગતું નથી. “નાટકો, ઓપેરા, બૅલટ, ચિત્રો અને શિલ્પ કૃતિઓની આપણા સમાજ પર જેટલી અસર થઈ છે એના કરતાં વધારે પોર્નોગ્રાફીથી થઈ છે,” એવું જારમૅન ગ્રીર નામની લેખિકા કહે છે. જાણીતી વેશ્યાઓ જે પ્રકારના વસ્ત્રો પહેરે છે એવા જ ઘણા સંગીત કલાકારો, ફેશન મોડેલો, સ્પોર્ટ્‌સ હીરો અને ફિલ્મી હીરો-હીરોઈન પહેરીને ફરતાં હોય છે. તેથી, વસ્તુઓની જાહેરાત કરતી કંપનીઓ પણ “અર્ધનગ્‍ન કે નગ્‍ન ચિત્રો વાપરે છે.” મૅકઅલ્પાઈને અંતમાં આમ કહ્યું: “સમાજને ચમચીથી જે ખવડાવામાં આવે છે એ આનાકાની કર્યા વગર ખાઈ લે છે. . . . તેથી લોકો માનવા લાગે છે કે સાચે જ પોર્નોગ્રાફી કંઈ ખરાબ નથી.” આન્દ્રિયા ડવોકીન નામની લેખિકા નિસાસા નાખતી કહે છે: “તેથી એવા ગંદા દૃશ્યો જોવાથી લોકો ચોંકી જતા નથી. એવું જોઈને તેઓના દિલમાં જરાય બળતરા થતી નથી.”

પોર્નોગ્રાફી ફેલાવાનું કારણ

એફબીઆઈના એક રિટાયર્ડ પોલીસ રાજર યંગ, ડવોકીન સાથે સહમત થતા કહે છે કે આજે ઘણા લોકો “સમજી જ નથી શકતા કે ચીતરી ચડે એવી ભાષા અને ગંદા સાહિત્યોથી સમાજને કેટલી તકલીફો પહોંચે છે.” એના રસિયા કહે છે કે પોર્નોગ્રાફીથી લોકો પર ખરાબ અસર થતી હોય એવા કોઈ પુરાવા નથી. તેથી અમુક લોકો તેઓનું માનવા લાગે છે. એક લેખક, ફૅરલ ક્રિસ્ટનશેનનું કહેવું છે: “લોકો સમજી શકતા નથી કે પોર્નોગ્રાફી એ ફક્ત દિવાસ્વપ્ન છે.” પરંતુ, એ દિવાસ્વપ્નમાં જો શક્તિ જ ન હોય તો, જાહેરખબરો દેખાડતી કંપનીઓ શાના લીધે જલસા કરે છે? એનાથી લોકો પર કોઈ અસર જ થતી ન હોય તો, શા કારણે કંપનીઓ વિડીઓ અને અનેક જાહેરખબરો પાછળ કરોડો ડોલરનું પાણી કરે છે?

જેમ દરેક જાહેરાત પાછળ એક ધ્યેય હોય છે તેમ, પોર્નોગ્રાફી પાછળ પણ એક ધ્યેય છે. એ શું છે? લોકોને જેની ભૂખ ન હોય એની તેઓમાં ભૂખ જગાડવી, કે જે કદી મટે જ નહિ. સ્ટીવન હિલ, તેમ જ નીના સિલ્વર લેખક અને સંશોધક તરીકે કામ કરે છે. તેઓ કહે છેઃ “પોર્નોગ્રાફી એ ફક્ત લોકોને લૂંટીને પૈસા બનાવવાનો ધંધો છે.” તેમ જ, જારમૅન ગ્રીર કહે છે: “આ ધંધો આજે આગની જેમ ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જે કંઈ પણ વેચાઈ શકાતું હોય એ વેચો, ખાસ કરીને નગ્‍ન સ્ત્રીઓ અને શરીર સંબંધ બાંધતા હોય એવા દૃશ્યો.” જેમ આચરકૂચર ખોરાક વ્યક્તિને એનો બંધાણી બનાવી દે છે તેમ, ગંદી તસવીરો કે ફિલ્મો પણ વ્યક્તિને એનો બંધાણી બનાવી દે છે, એવું ગ્રીરનું માનવું છે. આચરકૂચર ખોરાકને બનાવટી કેમિકલ નાખીને સ્વાદિષ્ટ બનાવ્યું હોય છે, પણ હકીકતમાં એમાં કંઈ દમ હોતો નથી. એવી જ રીતે, “સેક્સ પણ આચરકૂચર ખોરાકની જેમ વેચાઈ રહ્યું છે. . . . જે ખરેખર નકલી હોય છે. જેમ દમ વગરની વાનગીની સારી રીતે ઍડવર્ટાઇઝ કરવાથી ચપોચપ વેચાઈ જાય છે તેમ, પોર્નોગ્રાફીને પણ ખૂબ ઍડવર્ટાઇઝ કરીને વેચવામાં આવે છે,” એવું જારમૅન ગ્રીર કહે છે.

અમુક ડૉક્ટરો માને છે કે ડ્રગ્સના બંધાણીનું વ્યસન છોડાવવું સહેલું છે, પણ પોર્નોગ્રાફીના વ્યસનીનું વ્યસન છોડાવવું લોઢાના ચણા ચાવવા જેવું છે. કોઈ પણ વ્યક્તિ સારી મેડિકલ ટ્રીટમેન્ટથી પોતાના શરીરમાંથી ડ્રગ્સનું ઝેર કાઢી શકે છે. પરંતુ જેઓ પોર્નોગ્રાફીના વ્યસની છે “તેઓના મગજમાં એ ચિત્રો કાયમ રહે છે. એ તેમના મગજનો એક ભાગ બની જાય છે,” પેન્સિલ્વેનિયા, અમેરિકાની એક યુનિવર્સિટીમાં કામ કરતી ડૉ. મેરી આન લૅડન આમ કહે છે. એ કારણથી ભલેને કોઈએ વર્ષો પહેલાં ગંદાં ચિત્રો જોયા હોય, તોપણ વર્ષો પછી એ ભૂલાતું નથી. ડૉક્ટર લૅડન અંતમાં કહે છે: “આ એક એવું વ્યસન છે જેનું ઝેર મગજમાંથી કાઢવું શક્ય નથી. એટલે કે, વ્યક્તિના મગજમાંથી પોર્નોગ્રાફીની અસર ક્યારેય દૂર થતી નથી.” પરંતુ, શું એનો એવો અર્થ થાય કે જે કોઈ પોર્નોગ્રાફીની જાળમાં ફસાયું હોય તે એમાંથી છૂટી જ ન શકે? તેમ જ આ અશ્લલીલ તસવીરો કે ફિલ્મોથી કેવું નુકસાન થાય છે? (g 03 7/22)

[પાન ૫ પર બોક્સ]

ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી

◼ ઇન્ટરનેટ પર જોવા મળતી પોર્નોગ્રાફીમાં ૭૫ ટકા અમેરિકામાં અને બીજા લગભગ ૧૫ ટકા યુરોપમાં બનતી હોય છે.

◼ એવું માનવામાં આવે છે કે દર અઠવાડિયે લગભગ સાત કરોડ લોકો ઇન્ટરનેટ પર અશ્લલીલ વેબસાઇટ્‌સ જુએ છે. એમાંના લગભગ બે કરોડ તો કૅનેડા અને યુ.એસ.ના જ છે.

◼ થોડા દિવસો પહેલાં એક મહિના માટે યુરોપમાં સર્વે કરવામાં આવ્યો હતો કે કયા દેશના લોકો ઇન્ટરનેટ પર વધારે પોર્નોગ્રાફી જુએ છે. એમાં જાણવા મળ્યું કે સૌથી વધારે જર્મની, પછી બ્રિટન, ફ્રાંસ, ઇટાલી અને છેલ્લું સ્પેન હતું.

◼ જર્મનીમાં ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોનારાઓ દર મહિને સરેરાશ ૭૦ મિનિટ અશ્લલીલ વેબસાઇટ્‌સ જોવામાં ગાળે છે.

◼ યુરોપમાં ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોનારાઓમાં ૫૦ વર્ષથી ઉપરના લોકો, અશ્લલીલ વેબસાઇટ્‌સ જોવામાં સૌથી વધારે સમય પસાર કરે છે.

◼ એક અહેવાલ પ્રમાણે, ૭૦ ટકા લોકો દિવસના સમયે ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોતા હોય છે.

◼ એક અંદાજ પ્રમાણે, એક લાખ જેટલી અશ્લલીલ વેબસાઇટ્‌સ છે, જેમાં બાળકોને લઈને બનાવવામાં આવેલી પોર્નોગ્રાફીનો પણ સમાવેશ થાય છે.

◼ બાળકો પર બનાવવામાં આવેલી પોર્નોગ્રાફી વેબસાઇટ્‌સમાં લગભગ ૮૦ ટકા જાપાનની છે.

[પાન ૪ પર ચિત્ર]

અશ્લલીલ સાહિત્ય કે ફિલ્મો હવે એકદમ સહેલાઈથી મળી આવે છે