પોર્નોગ્રાફી—વિષે લોકોના અલગ-અલગ વિચારો
પોર્નોગ્રાફી—વિષે લોકોના અલગ-અલગ વિચારો
“એ એવી કામવાસના ઉશ્કેરે છે જે કદી થવી ન જોઈએ. એ કદી મટી ન શકે એવી વાસનાની ભૂખ જગાડે છે.”—ટૉની પારસન, છાપાનો લેખક.
જોને કદી સપનામાં પણ ધાર્યું ન હતું કે ‘હું “ઇન્ટરનેટ સેક્સનો” વ્યસની બની જઈશ.’ * ઘણાની સાથે બન્યું છે કે ઇન્ટરનેટ પર કંઈક શોધતા હોય અને પોર્નોગ્રાફી કે ગંદા ચિત્રો અને લખાણની ચેટ વેબસાઇટ ખૂલી જાય. એ જ રીતે, તે પણ એક દિવસ ઇન્ટરનેટ વાપરતો હતો ત્યારે કામોત્તેજક વાતો કરતી વેબસાઇટ ખૂલી. એના થોડા જ સમય પછી તે સાઇબર સેક્સની જાળમાં ફસાઈ ગયો. તે કહે છે: “હું કાગડોળે રાહ જોતો કે મારી પત્ની ક્યારે કામે જાય. તે કામે જવા નીકળતી કે તરત હું પથારીમાંથી દોડીને ઇન્ટરનેટ પર કલાકો કાઢી નાખતો.” એ સમયે તેને ખાવા-પીવાનું પણ ભાન ન રહેતું. તે કહે છે: “મને ભૂખ લાગી છે એવી ખબર પણ ન પડતી.” તે છાનીછૂપી રીતે જે કંઈ કરતો એના વિષે પોતાની પત્ની આગળ જૂઠું બોલતો. પછી કામ પર તેનું ધ્યાન રહેતું નહિ. તેથી તેને વધારે ગભરાટ થવા લાગ્યો. આમ, તેનો પત્ની સાથેનો સંબંધ બગડવા લાગ્યો. પછી, તેણે સાઇબરસેક્સ પર ચેટિંગ કરતા-કરતા જેઓ સાથે દોસ્તી બાંધી હતી એમાંની કોઈ એક પાર્ટનરને તે મળવા જવાનો હતો. આ વાતની તેની પત્નીને ખબર પડી. આજે જોન આ વ્યસન છોડવા સારવાર લઈ રહ્યો છે.
પોર્નવિરોધીઓ આવા અનુભવો ટાંકીને પુરવાર કરે છે કે, પોર્નોગ્રાફી જેવા ગંદા સાહિત્યની વ્યક્તિ પર કેટલી ખરાબ અસર થાય છે. તેઓનું કહેવું છે કે ‘એનાથી સંબંધો તૂટી જાય છે; સ્ત્રીઓને હલકી ચીતરે છે; બાળકો સાથે ખરાબ વર્તાવ કરવા દોરે છે અને સેક્સ વિષે લોકોનું મન ભ્રષ્ટ કરે છે.’ પરંતુ જેઓને પોર્નોગ્રાફી પસંદ છે તેઓને એમાં કંઈ જ ખોટું લાગતું નથી. એના બદલે, પોર્નોગ્રાફીના વિરોધીઓના વિચારો જાણીને તેઓને આઘાત લાગે છે. અશ્લલીલ સાહિત્યનો એક લેખક લખે છે: “લોકોને કોઈની પણ સાથે સેક્સની મજા માણવાનું મન થાય તો એનાથી શરમાવું ન જોઈએ.” તેમ જ તેઓનું માનવું છે કે “સેક્સ વિષે ખુલ્લી રીતે વાત કરવા માટે ઉત્તેજના જગાડતા જાતજાતના પોર્નોગ્રાફિક સાહિત્યો ખૂબ ઉપયોગી છે.” અમુક તો એવું સૂચવે છે કે અશ્લલીલ સાહિત્ય બહાર પાડવાથી આપણે બતાવી શકીએ કે સમાજ કેટલો સુધરેલો છે. “જે સમાજને સેક્સ આચરતા દૃશ્યો જોવામાં કોઈ વાંધો નથી તેઓ કોઈની પણ સાથે સંબંધ રાખી શકશે. તેમ જ પુરુષો તથા સ્ત્રીઓને સજાતીય સંબંધ રાખવાનો પણ એટલો જ હક્ક મળશે,” એવું લેખક બ્રાયન મૅકનાર કહે છે.
પોર્નોગ્રાફી વિષે જો સમાજના આવા જુદા જુદા વિચારો હોય તો, એ ચલાવી લેવું જોઈએ કે કેમ? શા માટે એનો ફેલાવો ચારે બાજુ વધી રહ્યો છે? શું અશ્લીલ સાહિત્ય કે ફિલ્મો જોવાથી નુકસાન થઈ શકે? હવે પછીનો લેખ એ પ્રશ્નોના જવાબ આપશે. (g 03 7/22)
[ફુટનોટ]
^ નામો બદલવામાં આવ્યા છે.