સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“બાઇબલ વર્ષ”

“બાઇબલ વર્ષ”

“બાઇબલ વ

ઑસ્ટ્રિયા, ફ્રાંસ, જર્મની અને સ્વિટ્‌ઝર્લૅન્ડમાં ૨૦૦૩ને “બાઇબલ વર્ષ” તરીકે નીમવામાં આવ્યું હતું. એના વિષે જર્મનીનું એક છાપું આમ કહે છે: “બાઇબલ વર્ષ ૧૯૯૨માં પહેલી અને છેલ્લી વખત ઊજવવામાં આવ્યું હતું. એમ [કરવાથી ચર્ચ] લોકોને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરે છે કે તેઓ ‘જીવનનું પુસ્તક’ વાંચે અને આ પવિત્ર શાસ્ત્રમાંથી સારા સંસ્કાર શીખે.”

જૂન, ૨૦૦૨નું બાઇબલરિપોર્ટ મૅગેઝિન જણાવે છે કે આજે આખું અથવા બાઇબલના અમુક ભાગો ૨,૨૮૭ ભાષાઓમાં મળી શકે છે. તેમ જ એમ કહેવામાં આવે છે કે આજ સુધીમાં આખી દુનિયામાં લગભગ પાંચ અબજ બાઇબલનું વિતરણ કરવામાં આવ્યું છે. એ પ્રચંડ કામ જ બતાવી આપે છે કે લોકોને એના પર કેટલું માન છે.

આજે ઘણા લોકો માને છે કે બાઇબલમાંથી શીખવા જેવું કંઈ જ નથી. તેઓ માને છે કે બાઇબલના સિદ્ધાંતો આજે લાગુ પડતા જ નથી. એ તો બહુ જ જૂના છે. તોપણ, બાઇબલનું વર્ષ ઊજવવાથી જર્મનીના ચર્ચ બે બાબત સિદ્ધ કરવા ચાહે છે: (૧) લોકોને બાઇબલના ધોરણો પ્રમાણે જીવવા ઉત્તેજન આપવું. (૨) જેઓ ચર્ચમાં આવતા નથી તેઓમાં ફરીથી બાઇબલ માટે ઉત્સાહ જગાડવો.

જોકે આખું બાઇબલ વાંચવું એ કંઈ રમત વાત નથી. પરંતુ એમ કરવાથી જ આપણને જાણવા મળશે કે બાઇબલ શું શીખવે છે. જેઓ એમાંથી વધારે લાભ મેળવવા ચાહે છે તેઓએ, બીજો તિમોથી ૩:૧૬, ૧૭ની સલાહ ધ્યાનમાં રાખવી જોઈએ. એ કહે છે: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે. પ્રત્યેકનું ભલું કરવા માટે આપણને સંપૂર્ણ સુસજ્જ કરવા અને પ્રત્યેક પરિસ્થિતિ માટે પૂરા તૈયાર કરવા અર્થે તે ઈશ્વરનું સાધન છે,” IBSI.

એક જર્મન કવિ યોહાન વુલ્ફગન વોન ગોથેએ (૧૭૪૯-૧૮૩૨)માં લખ્યું: “હું માનું છું કે બાઇબલમાં જે લખેલું છે, એ વ્યક્તિ જેમ જેમ સમજે તેમ તેમ તેના માટે કીમતી હીરા જેવું બને છે.” ખરેખર, ફક્ત બાઇબલ જ આવા પ્રશ્નોના જવાબ આપે છે. જેમ કે, આપણને કોણે ઘડ્યા છે?, જીવનનો હેતુ શું છે? અને શું પૃથ્વી પર કદી સુખ-શાંતિ આવશે?—યશાયાહ ૪૬:૯, ૧૦. (g03 9/22)

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From the book Bildersaal deutscher Geschichte