યુવાનો માટે અજોડ પુસ્તક
યુવાનો માટે અજોડ પુસ્તક
રશિયામાં આર્કેન્ગૅલ્સ્ક શહેરની યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની ભણે છે. તેણે રસ્તા પર યહોવાહના સાક્ષીઓ પાસેથી એક મૅગેઝિન મેળવ્યું હતું. એ વાંચીને તેણે રશિયામાં આવેલી યહોવાહના સાક્ષીઓની ઑફિસે પત્ર લખ્યો. તેણે લખ્યું: “તમારું મૅગેઝિન વાંચીને હું જીવન, પરમેશ્વર અને ધર્મ વિષે વિચારવા લાગી. મને બાઇબલ વિષે વધારે શીખવું છે. મને એ વ્યક્તિ વિષે પણ વધારે જાણવું છે, જેણે આપણને ઓળખતા ન હોવા છતાં, આપણા પાપો માટે પોતાનું જીવન આપ્યું. જેથી આપણને તારણ મળે.”
પત્રમાં તે આગળ લખે છે: “તમે બાળકોને નાનપણથી જ જે રીતે શીખવો છો એ બહુ જ સારું કહેવાય. એનાથી તેઓ સારા અને ખરાબ વચ્ચેનો ફરક શીખી શકે છે. તેઓનું મગજ કોરી પાટી જેવું હોવાથી, તેઓ બહું જ ઝડપથી શીખે છે અને બીજાઓ સાથે ભળી જવા ઝડપથી ફેરફાર કરે છે.” એ છોકરીને એક નાનો ભાઈ અને બહેન પણ છે. તેથી, તેણે તેઓ માટે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે પુસ્તક મંગાવ્યું. તેણે પછી કહ્યું: “હું આશા રાખું છું કે એ પુસ્તક તેઓને સ્કૂલમાં અને જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.”
તમે પણ આ પુસ્તક વિષે વધુ માહિતી મંગાવી શકો છો. એ ખાસ યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરી શકે. તમે ફક્ત નીચેની કુપન ભરીને યહોવાહના સાક્ષીઓને આ મૅગેઝિનના પાન પ પર આપેલા યોગ્ય સરનામે લખો. (g 03 9/8)
□ કૃપા કરીને, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે, જવાબો જે સફળ થાય છે પુસ્તક વિષે મને વધુ માહિતી મોકલો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).