સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

પોર્નોગ્રાફી ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૩ના મૅગેઝિનમાં તમે જે લેખ આપ્યો હતો, પોર્નોગ્રાફી—જોવામાં શું ખોટું છે? એ માટે તમારો ખૂબ આભાર. મને આવી સ્પષ્ટ સલાહની જરૂર હતી. હું યહોવાહનો સેવક બન્યો એ પહેલાં લાંબા સમયથી પોર્નોગ્રાફી જોતો હતો. આ લેખોમાંથી મને વધારે સમજણ પડી કે એની અસરો ખતરનાક છે. એમાંથી છટકવું ગમે એટલું અઘરું હોય છતાં એનાથી દૂર રહેવા બનતું બધું જ કરવું જોઈએ.

ઈ. પી., યૂનાઇટેડ સ્ટેટ્‌સ (g04 3/22)

અમે લગ્‍ન કર્યા એને ૨૨ વર્ષ થયાં છે. મારા જીવનમાં એ વર્ષો ખુશીઓથી ભરેલાં હતાં. પરંતુ બે વર્ષ પહેલાં અમારા છૂટાછેડા થઈ ગયા ત્યારે એનો અંત આવી ગયો. મારા પતિ અમારા બાળકોને ખૂબ જ ચાહતા અને મારી ખૂબ કાળજી રાખતા હતા. પણ તે પોર્નોગ્રાફીના શિકાર બન્યા ત્યારે એકદમ બદલાઈ ગયા. એના વ્યસનથી તેમનો સ્વભાવ ઈન્સાનમાંથી જંગલી ક્રૂર પ્રાણી અને રાક્ષસ જેવો બની ગયો. આ અનુભવથી મને થતું કે હું એકલી જ આ રીતે પોર્નોગ્રાફીની શિકાર બની છું. પરંતુ હવે મને ખબર પડી કે મારા જેવા અનેક જણા એનાથી થતું દુઃખ રહી રહ્યા છે. એ સુંદર લેખો માટે હું તમારો ઉપકાર માનું છું.

એલ. ટી., યૂનાઇટેડ સ્ટેટ્‌સ (g04 3/22)

હું બાઇબલ સ્ટડી કરવા લાગ્યો એ પહેલાં એક દાયકાથી પણ વધારે સમય હું પોર્નોગ્રાફીની પકડમાં હતો. એના વેપારીઓ જે દાવો કરે છે એમાં એક અંશ પણ સત્ય નથી. હું યહોવાહનો સાક્ષી બન્યો એ પહેલાં દરેક પ્રકારના ખતરનાક ડ્રગ્સનો હું વ્યસની હતો. હું સહેલાઈથી એનું વ્યસન છોડી શક્યો. પરંતુ પોર્નોગ્રાફીનું વ્યસન છોડવામાં નાકે દમ આવી ગયો હતો. મારી પ્રાર્થના છે કે તમે આવા લેખો લખતા રહેશો.

જે. એ., યૂનાઇટેડ સ્ટેટ્‌સ (g04 3/22)

જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૪ના સજાગ બનો!માં “ડાયાબિટીસને સમજવું” એ લેખો માટે હું તમારો આભાર માનું છું. હું ૧૨ વર્ષથી ડાયાબિટીસ ટાઇપ વન રોગથી પીડાઈ રહ્યો છું. તેથી વારંવાર મને ઇન્સ્યુલીનનાં ઇન્જેક્શન લેવા પડે છે. એને કાબૂમાં રાખવા મારી પત્ની મને ખૂબ જ સાથ આપે છે. ડૉક્ટરને મળવા જવાનું હોય ત્યારે મારી પત્ની મારી સાથે આવે છે. હું એનો દર્દી હોવાથી આશાવાદી રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું યહોવાહના સાક્ષીઓના અનેક મંડળોની સરકીટ ઓવરસિયર તરીકે વારંવાર મુલાકાતો લેતો રહું છું. એનાથી મને જોવા મળે છે કે મંડળના ભાઈ-બહેનો દર્દીઓનું દુઃખ જાણે છે. એના લીધે તેઓ ધીરજથી અમારી સાથે વર્તે છે જેથી અમે હિંમત હારી ન જઈએ. તેઓના આવા પ્રેમ અને ધીરજથી હું મંડળોની સેવા કરી રહ્યો છું. ડાયાબિટીસના આ લેખો ખરા સમયે આવ્યા છે. ફરીથી હું તમારો ખૂબ આભાર માનું છું.

ડબલ્યુ. બી., પોલૅન્ડ (g04 3/8)

મને ૨૮ વર્ષથી ડાયાબિટીસ છે. મારા કુટુંબમાં દસ જણ એ રોગથી પીડાય છે. અત્યાર સુધી ડાયાબિટીસ વિષે તમારા મૅગેઝિન સિવાય મેં બીજે ક્યાંય આટલી સાદી માહિતી વાંચી નથી. તમારા મૅગેઝિનમાં મને ઈશ્વરના પ્રેમ વિષે વાંચવા મળ્યું છે. એવી માહિતી મને દુન્યવી મૅગેઝિનોમાં કદી જોવા મળી નથી. હું મારા કુટુંબ પર બોજો થવા ઇચ્છતી ન હતી. તેથી હું તેઓને ખબર પડવા દેતી ન હતી કે હું પોતે બીમાર છું. મને બીજાની દેખરેખ રાખવામાં ઘણો જ આનંદ મળે છે. પરંતુ આ લેખે મને પોતાની દેખરેખ રાખવામાં મદદ કરી. હવે હું જોઈ શકું છું કે હું પોતે તંદુરસ્ત હોઈશ તો બીજાને પણ મદદ કરી શકીશ.

એલ. પી., ફ્રાંસ (g04 3/8)

યુવાનો પૂછે છે હું ૧૬ વર્ષની છું અને હાઈ-સ્કૂલમાં મારું પહેલું વર્ષ છે. સ્કૂલમાં મારા પર ઘણાં જ દબાણો આવે છે. મારા માટે એ બહું અઘરું બને છે. આવું મેં કદી અનુભવ્યું નથી. “યુવાનો પૂછે છે” લેખોએ મને બાઇબલ વાંચન અને એનો અભ્યાસ કરવા બહુ જ ઉત્તેજન આપ્યું છે. યુવાનોની તમે જે રીતે ચિંતા કરો છો એ માટે હું દિલથી તમારો આભાર માનું છું, કેમ કે મને ઘણી વાર થાય છે કે આ લેખ મારા માટે જ છે!

એસ. આર.; યૂનાઇટેડ સ્ટેટ્‌સ (g04 1/22)