સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

ધાર્મિક પ્રવચનો ખરીદી શકો

લંડનનું ધ ડેઈલી ટેલીગ્રાફ છાપું જણાવે છે: “પ્રવચન તૈયાર કરવા માથાકૂટ કરતા પાદરીઓની પ્રાર્થના સાંભળવામાં આવી: એક નવી વેબસાઈટ પર પ્રવચનો મળી શકે છે. એ વેબસાઈટ ચર્ચ ઓફ ઇંગ્લૅંડના એક સભ્યએ ખોલી છે.” એના લેખક બોબ ઑસ્ટીન કહે છે: “હમણાં હમણાં પ્રચારકો બહુ બીઝી રહે છે. તેઓ પ્રવચન તૈયાર કરવામાં બરાબર ધ્યાન આપી શકતા નથી.” તે “વાજબી અને તૈયાર પ્રવચન” આપવાનો દાવો કરે છે. એ પ્રવચનો “વિચારવા જેવા અને ઉત્તેજન તથા શિક્ષણ” આપનારાં છે. વેબસાઈટમાં હાલમાં “બાઇબલની કલમો અને વિષયોને પર તૈયાર થયેલાં, અજમાવી જોયેલાં ૫૦ જેટલાં પ્રવચનો છે.” એમાં મૂળ શિક્ષણની કે વાદવિવાદ કરાવતા સિદ્ધાંતોની ચર્ચા નથી થતી. આ પ્રવચનો દસથી બાર મિનિટનાં છે. એક પ્રવચનની કિંમત ૧૩ અમેરિકન ડૉલર છે. (g04 6/8)

નાનપણથી જ નિકોટીનના બંધાણી

કૅનેડાનું નેશનલ પોસ્ટ છાપું અહેવાલ આપે છે: “યુવાનિયાઓ માટે સિગારેટની લતે ચડી જવા એક કસ જ પૂરતો છે. પહેલાં એવું માનવામાં આવતું કે કોઈ વર્ષો સુધી સિગારેટ પીએ તો જ નિકોટીનની આદત પડી જાય છે. હકીકત જુદી જ છે.” છાપું જણાવે છે કે લગભગ છ વર્ષ સુધી ૧,૨૦૦ તરુણો પર થયેલા સંશોધન થયું. એ પ્રમાણે, “મિત્રોના દબાણ કરતાં પણ નિકોટીનની આદત વધારે યુવાનિયાઓને વધારે ખેંચે છે. ભલેને તેણે એક જ વાર સિગારેટનો કસ માર્યો હોય.” અહેવાલ અનુસાર, “પહેલી વાર જ કે દરરોજ સિગારેટ પીનારા યુવાનો નિકોટીનના બંધાણી બનતા મળ્યા છે.” સંશોધકો કહે છે કે સિગારેટ વિરુદ્ધ ઝુંબેશમાં યુવાનોને સિગારેટ ફૂંકવાની લાલચ સામે લડવા જ તૈયાર કરવા નથી. પણ તેઓને નિકોટીનની લતમાંથી બહાર આવવા મદદ પણ કરવાની છે. (g04 5/22)

બાળકો અને આપઘાત!

મૅક્સિકો શહેરનું મીલિનીઓ છાપું અહેવાલ આપે છે: “જે બાળકો આપઘાત કરે છે કે એમ કરવાની કોશિશ કરે છે, એમાંના એંસી ટકા અગાઉથી એની વાત કરે છે અથવા એ વિષે લખતા હોય છે.” બાળકો પર થયેલા અત્યાચારને (શારીરિક, લાગણીમય કે બોલાચાલી) લીધે, કુટુંબમાં થતા ઝઘડા, અથવા સ્કૂલની મુશ્કેલીઓને લીધે તેઓ જીવવા નથી ચાહતા. મૅક્સિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સિક્યુરીટીના મગજના ડૉક્ટર, જોસે લૂઈસ વાઝક્વેઝ અનુસાર ટીવી, ફિલ્મો, વિડીયો ગેમ્સ અને પુસ્તકોમાં કોઈને મરતા જોવું સામાન્ય છે. બાળકોના મનમાં અમૂલ્ય જીવન વિષે ભૂલભરેલી માન્યતા ઘર કરી જાય છે. તે કહે છે કે ૧૦૦માંથી ૧૫, આઠથી દસ વર્ષનાં બાળકો આત્મહત્યા વિષે વિચારતા હોય છે. એમાંથી ૫ ટકા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દે છે. છાપું કહે છે કે બાળક આત્મહત્યા વિષે વાતો કરે ત્યારે માબાપે ધ્યાન આપવું જોઈએ. બાળક ધમકી આપે છે કે તેના તરફ ધ્યાન ખેંચવા માંગે છે, એમ વિચારીને તેને ભૂલી જવું ન જોઈએ. છાપું આગળ જણાવે છે: “માબાપોએ બાળકોને સમય આપવો જોઈએ, તેઓ સાથે સારી રીતે વાતચીત કરવી જોઈએ. હંમેશાં તેઓ પર પ્રેમ વરસાવવો જોઈએ.” (g04 5/22)

“ગોળમટોળ” લોકો માટે દરિયા કિનારો

એલ ઇકોનોમીસ્ટા છાપું અહેવાલ આપે છે કે, મૅક્સિકોની એક હૉટલે જાડા લોકો માટે અલગ દરિયા કિનારો રાખ્યો છે. આમ તો તેઓ લોકોથી ભારે અવર-જવર હોય એવા દરિયા કિનારે જતા શરમાય છે. પણ કાનકૂનમાં દરિયા કિનારે આવેલી એ હૉટલનું સૂત્ર છે: “જાડા થાવ, સુખી બનો.” આ હૉટલનો મુખ્ય હેતુ “પોતાના ભારે શરીરને લીધે તરવા જવાનો સૂટ પહેરીને જતા શરમ અનુભવતા લોકોને આકર્ષવાનો છે.” હૉટલનો સ્ટાફ પણ જાડા-પાતળા લોકોનો બનેલો છે. તેઓને જાડા-પાતળાના કોઈ ભેદભાવ વગર દરેક ટુરિસ્ટોની સારી રીતે દેખભાળ રાખવાનું શીખવવામાં આવે છે. “ઘણા લોકોનું જીવન આમ પણ ભારે શરીરને લીધે મશ્કરી બની ગયું હોય છે,” અહેવાલ જણાવે છે. (g04 5/8)

બેઘર યુવાનો

સ્પેનનું એલ સ્પાઈ અંગ્રેજી છાપું કહે છે: “મડ્રિડમાં ફૂટપાથ પર રહેનારા યુવાનોની સંખ્યામાં વધારો થતો જાય છે.” એક યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર, “મડ્રિડમાં ઘરબાર વગરના ૫,૦૦૦ લોકોમાંથી લગભગ ૧,૨૫૦ યુવાનો હજુ તો ૨૦ વર્ષના પણ નથી.” એ પણ જોવા મળ્યું કે “મોટા ભાગના યુવાનોના પરિવારો વેર-વિખેર થયેલા હોય છે. બાળકોનાં જીવન પર એની અસર જોવા મળે છે.” “દર ત્રણમાંથી બે બાળકો દારૂની લતે અથવા તો ડ્રગ્સની લતે ચઢી ગયેલા હોય છે. એટલી જ સંખ્યાના બાળકો પર ઘરમાં અત્યાચાર થાય છે.” રિપોર્ટ આપનાર મેન્યૂલ મનાઝે કહ્યું કે, “ભૂમધ્ય પ્રદેશના સમાજના કુટુંબો ધીમે ધીમે પડી ભાંગવા માંડ્યા છે.” (g04 5/8)

શું માણસની આટલી જ કિંમત?

અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધારેને વધારે ઊંડી થતી જાય છે. છેલ્લાં ૨૦ વર્ષોમાં દુનિયાના કુલ વેપારમાં ગરીબ દેશોનો (૭૦ કરોડની વસ્તી) હિસ્સો ૧ ટકાથી ઘટીને ૦.૬ ટકા થઈ ગયો છે. ફ્રેન્ચ અર્થશાસ્ત્રી ફિલિપ જરજૅનસેન ચેલેન્જીસ મૅગેઝિનમાં લખે છે: “આફ્રિકાના કાળા લોકો પહેલાંની પેઢી કરતાં આજે વધારે ગરીબ છે.” ઇથિયોપિયાના ૬.૭ કરોડ લોકો લક્સમ્બર્ગના ૪,૦૦,૦૦૦ રહેવાસીઓની સંપત્તિના ત્રીજા ભાગ જેટલી સંપત્તિ પર જીવન ગુજારે છે. જરજૅનસેન નોંધે છે કે યુરોપના ખેડૂતોને એક ગાય દીઠ દરરોજ ૧૫૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જ્યારે કે ૨૫૦ કરોડ જેટલા લોકો દરરોજ એનાથી પણ ઓછા રૂપિયામાં જીવન ગુજારે છે. આમ, જરજૅનસેન કહે છે તેમ દુનિયાના ઘણા ભાગોમાં, “ગરીબ લોકોની કિંમત એક ગાયથી પણ ઓછી છે.” (g04 6/8)

દારૂડિયાં બાળકો

બ્રિટનની ૫૦ હૉસ્પિટલોના ઇમરજન્સી વિભાગે બતાવ્યું કે, “પુષ્કળ દારૂ પીવાને લીધે હૉસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકોમાં છ વર્ષના નાના બાળકોનો સમાવેશ થાય છે.” લંડનનું ધ ડેઈલી ટેલીગ્રાફ છાપું એવો અહેવાલ આપે છે. એક હૉસ્પિટલમાં ડૉક્ટરો અને નર્સોએ જણાવ્યું કે ઉનાળાની રજાઓમાં અઠવાડિયામાં ૧૦૦ કરતાં વધારે બાળકોને ઇમરજન્સીમાં લાવવામાં આવે છે. છાપું આગળ કહે છે: “સ્ટાફના ૭૦ ટકા લોકો માને છે કે અગાઉ પુષ્કળ દારૂ પીવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકો કરતાં પણ નાના બાળકોને હવે લાવવામાં આવે છે.” સરકારી અહેવાલ પ્રમાણે બ્રિટનમાં છેલ્લાં ૨૦ વર્ષમાં દારૂને લીધે થતા મરણમાં ત્રણ ગણો વધારો થયો છે. (g04 6/8)

આખા જગતમાં ફેલાયેલો રોગ

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ)ના પ્રમુખ, બ્રિટનના પ્રોફેસર સર જ્યોર્જ આલ્બર્ટીએ ડાયાબિટીસ વિષે ચેતવણી આપી કે, આખા જગત પર “મહા રોગ” ફેલાઈ રહ્યો છે. આઈડીએફના આંકડાઓ અનુસાર આખા જગતમાં ૩૦ કરોડ લોકો ગ્લુકોઝ બરાબર પચાવી શકતા નથી. એના કારણે ડાયાબિટીસ થાય છે. એમ બ્રિટનના ગાર્ડિયન છાપાએ અહેવાલ આપ્યો. ટાઈપ ટુ ડાયાબિટીસ એક સમયે ફક્ત વૃદ્ધ લોકોને જ થતો હતો. હવે એ મન ફાવે એ ખાનારા અને કસરત નહિ કરનારા બ્રિટનના યુવાનોને પણ થવા લાગ્યો છે. આલ્બર્ટી કહે છે: “[ડાયાબિટીસ અને એની અસરોને] જીવનમાં ફેરફારો કરીને અટકાવી શકાય છે.” આજે બીજા દેશોમાં પણ લોકો ‘ધનવાન દેશોની જીવન ઢબ અપનાવે છે.’ એટલે ડાયાબિટીસ ઝડપથી ફેલાઈ શકે છે, એમ ગાર્ડીયન છાપાએ બતાવ્યું. (g04 6/22)