સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફ્રિકાના ઠિંગુજી ઈશ્વરનું સત્ય શીખે છે

આફ્રિકાના ઠિંગુજી ઈશ્વરનું સત્ય શીખે છે

આફ્રિકાના ઠિંગુજી ઈશ્વરનું સત્ય શીખે છે

કૅમરૂનના સજાગ બનો!ના લેખક તરફથી

આજે બસો ત્રીસેક દેશોમાં યહોવાહના સાક્ષીઓ બધા જ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે ખુશખબર ફેલાવી રહ્યા છે. (૧ તીમોથી ૨:૪; માત્થી ૨૪:૧૪) એમાં આ દુનિયાના સૌથી ઠિંગુજી લોકો પણ છે. મોટે ભાગે તેઓની ઊંચાઈ ચારથી સાડા ચાર ફૂટ હોય છે. તેઓ મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક, કૉંગો અને દક્ષિણ-પૂર્વ કૅમરૂનના જંગલોમાં રહે છે.

આ વામન આફ્રિકનો વિષે સૌથી પહેલાં ક્યારે ખબર પડી? આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં. ત્યારે ઇજિપ્તના રાજા નિફિરીકારીએ પોતાના માણસોને એ શોધ કરવા મોકલ્યા કે ‘નાઈલ નદી ક્યાંથી નીકળે છે એ શોધી કાઢો.’ આ રીતે તેના માણસોને પહેલી વાર આફ્રિકાના જંગલોમાં સૌથી ઠિંગુજી માણસોનો ભેટો થયો. ગ્રીક ફિલસૂફ હોમર અને એરિસ્ટોટલે પણ આફ્રિકાના આ ટચૂકડા માણસો વિષે લખ્યું હતું. યુરોપના લોકો આજથી ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં તેઓને પહેલી વાર મળ્યા હતા.

આજે યહોવાહના સાક્ષીઓ આફ્રિકાના જંગલોમાં પણ જઈને પ્રચાર કરી રહ્યા છે. આ વામન આફ્રિકનોમાંથી ઘણાને યહોવાહના રાજ્ય વિષે શીખવું છે. પણ એક નડતર રહે છે. તેઓ કોઈ એક જગ્યાએ વધારે રહેતા નથી. વણઝારાની જેમ તેઓ એક-બે મહિના પછી બીજી જગ્યાએ રહેવા ચાલ્યા જાય છે. તેથી તેઓને વારંવાર મળીને બાઇબલમાંથી શીખવવું સહેલું નથી.

તેઓ બહુ જ શાંત અને શરમાળ છે. આજે આફ્રિકામાં અંદાજે એવા દોઢથી ત્રણ લાખ લોકો છે. ત્યાંની સરકારોએ, બીજી સંસ્થાઓએ અને ચર્ચોએ પણ તેઓ માટે ખાસ સ્કૂલો અને નાનાં ઘરો બાંધ્યા છે. તોપણ તેઓને એક જગ્યાએ ટકીને રહેવું પસંદ નથી.

પણ ઝાનવિયા મ્મબાકી મન મૂકીને કૅમરૂનમાં એક જ જગ્યાએ રહ્યો. અને તે યહોવાહનો સાક્ષી બન્યો. ખબર છે તેમ તેના સિવાય બીજું કોઈ સાક્ષી બન્યું નથી. યહોવાહના રાજ્ય વિષે સાક્ષીઓ પાસેથી જે સાંભળ્યું એ તેને બહુ જ ગમ્યું. તેણે તેઓ પાસેથી પોતાની ભાષામાં તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તક અને બીજું સાહિત્ય લઈને વાંચ્યું. * આ ઝાનવિયાભાઈ ૨૦૦૨માં પાણીમાં બાપ્તિસ્મા લઈને યહોવાહનો સેવક બન્યો. બાઇબલમાંથી પોતે જે શીખ્યો એ હવે બીજાઓને શીખવવા તે દર મહિને ૭૦ કલાક કાઢે છે. કૅમરૂનના દક્ષિણ-પૂર્વ મબાન ગામમાં તે આજે સાક્ષીઓના મંડળમાં સેવક તરીકે સેવા આપે છે. આવતા દિવસોમાં ખબર પડશે કે કૅમરૂનમાં રહેતા આ ઠિંગુજી લોકો સાચા ઈશ્વરની સેવા કરવાનું પસંદ કરે છે કે કેમ. યહોવાહ તો સર્વ લોકોને ચાહે છે. (g04 8/22)

[ફુટનોટ]

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું. હવે એ છાપવામાં આવતું નથી.

[પાન ૨૮ પર ચિત્ર]

એ વામન દુનિયામાંથી ઝાનવિયા મ્મબાકી એકલો જ યહોવાહનો સાક્ષી બન્યો છે અને પ્રચાર કરી રહ્યો છે