સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો પરમેશ્વરનું નામ રોશન કરે છે

યુવાનો પરમેશ્વરનું નામ રોશન કરે છે

યુવાનો પરમેશ્વરનું નામ રોશન કરે છે

યહોવાહના સાક્ષીઓમાં ઘણા યુવાનો છે. તેઓ યહોવાહને દિલથી ચાહે છે. તેઓ યહોવાહનું નામ રોશન કરવા તત્પર જ રહેતા હોય છે. આથી, તેઓ બીજાઓને યહોવાહ વિષે જણાવવાની તક મળે કે તરત જ એને ઝડપી લે છે. તેઓ યહોવાહના નિયમોનું પાલન પણ કરે છે. ચાલો આપણે અમુક દાખલાઓ જોઈએ.

હોલી બારેક વર્ષની છે. તેને સ્કૂલમાં એક વિષય પર નિબંધ લખવાનો હતો: ‘અહિંસાથી આતંકવાદ કેવી રીતે અટકાવી શકાય?’ એ વિષે બાઇબલ શું શીખવે છે એ જણાવવાનું હોલીએ નક્કી કર્યું. તેણે બાઇબલ વચનનો ઉલ્લેખ કરતાં લખ્યું: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) હોલીએ એ પણ લખ્યું કે પરમેશ્વરનું રાજ્ય આવશે ત્યારે કેવી શાંતિ આવશે. તેણે લખ્યું કે “એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. એ સમયે આતંકવાદ જેવા બધા ડરને દૂર કરશે.” હોલીએ સમજાવ્યું કે “ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કેવા હતા. તેમણે પ્રેમ બતાવ્યો, લોકો પર દયા વરસાવી. તેમણે માંદાઓને સાજા કર્યાં, મૂએલાઓને ફરી જીવતા કર્યાં. આવું તો કોઈએ જ કર્યું નથી.” હોલીએ તેના નિબંધના અંતમાં લખ્યું, “ઈશ્વરનું રાજ્ય આવા આશીર્વાદ લાવશે.”

શિક્ષકને હોલીનો નિબંધ ખૂબ જ ગમ્યો. તેમણે લખ્યું કે “વાહ! કેવા સરસ વિચારો છે.” હોલીએ બાઇબલમાંથી નિબંધ લખ્યો હતો એ પણ તેમને ખૂબ ગમ્યું. હોલીએ શિક્ષકને કહ્યું કે તે આવી બાબતો દર અઠવાડિયે ભરાતી દેવશાહી શાળામાંથી શીખે છે. તેણે શિક્ષકને મિનિસ્ટ્‌રિ સકૂલ પુસ્તક પણ આપી.

જેસીકા પણ યહોવાહ વિષે નિબંધમાં લખી શકી. તે કહે છે “મારે ધર્મ વિષે ત્રણ નિબંધ લખવાના હતા. એકનો વિષય હતો, યહોવાહના સાક્ષીઓને ધર્મ પાળવાનો હક્ક. આ નિબંધ મારા ટીચરે લાઇબ્રેરીમાં રાખ્યો. જેથી બીજા વિદ્યાર્થીઓ પણ એને વાંચી શકે. મેં બીજો એક નિબંધ મારા પોતાના બાપ્તિસ્મા વિષે લખ્યો. એમાં એ દિવસ મારા માટે કેટલો મહત્ત્વનો હતો એ લખ્યું. બધા વિદ્યાર્થીઓને એ નિબંધ વાંચવા આપવામાં આવ્યો. એક વિદ્યાર્થીનીએ મને કહ્યું, ‘વાહ! તમે યહોવાહના સાક્ષીઓ તરીકે જે કરો છો એ સાચું છે.’ બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે ‘તારો નિબંધ મને બહુ ગમ્યો. તારી શ્રદ્ધાનો દીવો કેટલો તેજ છે.’ એક વિદ્યાર્થીએ એ વાંચીને કહ્યું: ‘મને તારા વિચારો બહુ ગમ્યા.’”

મલીસા અગિયારેક વર્ષની છે. તેને પણ સ્કૂલમાં પોતાના ધર્મ વિષે જણાવવાની તક મળી. તે કહે છે: “વિજ્ઞાનના ક્લાસમાં સ્કૂલની એક નર્સ રોગપ્રતિકારક શક્તિ વિષે શીખવવા આવી. એમાં લોહીની આપ-લે વિષે ચર્ચા થઈ. ચર્ચા પૂરી થઈ પછી મેં વિજ્ઞાનના ટીચરને યહોવાહના સાક્ષીઓએ લોહીની આપ-લે વિષે બહાર પાડેલી વિડીયો વિષે વાત કરી. બીજા દિવસે જ હું એ વિડીયો સ્કૂલે લઈ ગઈ. શિક્ષક એ પોતાના ઘરે લઈ ગયા અને તેમણે કુટુંબ સાથે જોઈ. ત્યાર પછી તેમણે બે વર્ગોમાં એ વિડીયો બતાવવાની ગોઠવણ કરી. એ કૅસેટ જોયા પછી તેમણે કહ્યું કે ‘યહોવાહના સાક્ષીઓ વગર આપણે લોહી વગરની સારવાર વિષે કદી જાણી શક્યા ન હોત.’ એટલું જ નહિ, તેમણે એ વિડીયો કૅસેટ સ્કૂલની લાઇબ્રેરી માટે પણ મંગાવી.”

હોલી, જેસીકા અને મલીસા જેવા બીજા ઘણાંય યુવાનો યહોવાહને પગલે ચાલે છે. (સભાશિક્ષક ૧૨:૧) શું તેઓની જેમ તમે પણ યહોવાહને પગલે ચાલો છો? જો ચાલશો તો યહોવાહ તમને આશીર્વાદ આપશે.—નીતિવચનો ૨૭:૧૧; હેબ્રી ૬:૧૦.

યુવાનો સ્કૂલમાં યહોવાહ વિષે વાત કરે છે, એ બતાવે છે કે તેઓની શ્રદ્ધા એકદમ મજબૂત છે. તેઓને યહોવાહની સેવા કરવાનો ગર્વ છે. (યિર્મેયાહ ૯:૨૪) તેઓ યહોવાહ વિષે સ્કૂલેમાં વાત કરે છે ત્યારે તેઓને એક જાતનું રક્ષણ પણ મળે છે. જેસીકા કહે છે કે, “હું જે માનું છું એ વિષે જ્યારે હું સ્કૂલે ખુલ્લી રીતે વાત કરું ત્યારે કોઈ મને પાપમાં ફસાવવા લલચાવતું નથી.” (g04 9/8)

[પાન ૧૪ પર ચિત્ર]

હોલી

[પાન ૧૪, ૧૫ પર ચિત્ર]

જેસીકા

[પાન ૧૫ પર ચિત્ર]

મલીસા