લગ્ન પહેલાં સેક્સ—એમાં શું ખોટું છે?
યુવાનો પૂછે છે. . .
લગ્ન પહેલાં સેક્સ—એમાં શું ખોટું છે?
‘મને ઘણી વાર દુઃખ લાગે છે કે હું હજી વર્જિન છું. લગ્ન પહેલા સેક્સમાં શું ખોટું છે?’—જોર્ડન. *
‘દુનિયા સેક્સ પાછળ પાગલ છે! આપણામાં પણ એવી વાસના તો હોય જ છે. આના લીધે મને ઘણી વાર કોઈ છોકરા સાથે સૂવાનું મન થાય છે.’—કેલી
શું તમે કદી જોર્ડન કે કેલી જેવું વિચાર્યું છે? વર્ષો પહેલાં, ઘણા સમાજ કહેતા કે લગ્ન પહેલાં શરીર સંબંધ બાંધવો ન જોઈએ. પણ હવે એવા સંસ્કારો તો ઊડી ગયા છે. (હેબ્રી ૧૩:૪) એક દેશમાં ૧૫થી ૨૪ વર્ષના છોકરાઓનો સર્વે થયો હતો. મોટા ભાગના પુરુષોએ કહ્યું કે ‘લગ્ન પહેલાં સેક્સ તો બધા કરે છે. અરે, જો અમે કોઈ છોકરી સાથે સંબંધ ન બાંધીએ, તો લોકોને લાગશે કે અમે નોર્મલ નથી!’ આવા વિચારો આખા જગતમાં ફેલાયા છે. આજે મોટા ભાગના યુવાનોએ ૧૯ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં સેક્સ માણી લીધું હોય છે.
પણ આજે ઘણા યુવાનો એવો શરીર સંબંધ નથી બાંધતા જેનાથી સ્ત્રીને બાળક રહી જાય. પોતાની જાતીય ભૂખ સંતોષવા, તેઓ હવે એકબીજાના જાતીય અંગોને હાથથી પંપાળે છે જે મ્યૂટ્યુઅલ મૅસ્ટરબેશન કહેવાય છે. અથવા, તેઓ ઓરલ સેક્સમાં ભાગ લે છે જેમાં વ્યક્તિઓ એકબીજાના જાતીય અંગોને મોંથી પંપાળે છે. આવી વાસના વિષે ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ છાપું કહે છે: ‘આજે ઘણા યુવાનો શરીર સંબંધ બાંધવા કરતાં, ઓરલ સેક્સથી પોતાની વાસના સંતોષે છે. તેઓ માને છે કે એમ કરવાથી છોકરી મા નહિ બને. તેઓને રોગ નહિ લાગે અને તેઓ હજી કહી શકે કે “હું વર્જિન” છું!’
શું લગ્ન પહેલાં સેક્સ ચાલે? શું આપણે બીજી રીતોથી આપણી વાસના સંતોષી શકીએ? ઈશ્વર આના વિષે શું વિચારે છે? ચાલો આપણે જોઈએ.
વ્યભિચાર શું છે?
યહોવાહે બાઇબલમાં કહ્યું છે કે આપણે ‘વ્યભિચારથી નાસી’ જવું જોઈએ. (૧ કોરીંથી ૬:૧૮) પણ ‘વ્યભિચારનો’ અર્થ શું થાય છે? બાઇબલની મૂળ ભાષા પ્રમાણે એનો અર્થ થાય, કોઈ પણ શરીર સંબંધ જે પતિ-પત્નીના સંબંધની બહાર હોય. તેથી, જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલાં ઓરલ સેક્સમાં ભાગ લે કે એકબીજાના જાતીય અંગોને હાથથી પંપાળે, કે ગુદા દ્વારા પોતાની વાસના સંતોષે, તો તે વ્યભિચારનું પાપ કરે છે.
જે વ્યક્તિ આવા પાપી કામો કરે છે, શું તેઓ ખરેખર સારા સંસ્કારો પાળે છે? શું તેઓને વર્જિન કહી શકાય? ના, બાઇબલ કહે છે કે કુંવારી વ્યક્તિઓ દાગ વગરની કે પવિત્ર હોવી જોઈએ. (૨ કોરીંથી ૧૧:૨-૬) તેઓ લગ્ન પહેલાં કોઈ જાતના લફરાં કે શરીર સંબંધ બાંધતા નથી. રિબકાહ વિષે બાઇબલે કહ્યું: ‘તે કુમારિકા હતી અને તેને કોઈ પુરુષે જાણી ન હતી.’ (ઉત્પત્તિ ૨૪:૧૬) એનો અર્થ એ થાય છે કે તેણે કોઈ માણસ સાથે શરીર સંબંધ બાંધ્યો ન હતો. પણ મૂળ હેબ્રી ભાષામાં એનો અર્થ એ પણ થાય છે કે તેણે કોઈ માણસ કે સ્ત્રી સાથે કોઈ ગંદા કામો કર્યા ન હતા. (ઉત્પત્તિ ૧૯:૫) જો આજે કોઈ વ્યક્તિ વ્યભિચાર કે બીજી કોઈ રીતે પોતાની વાસના સંતોષે, તો તે યહોવાહની નજરમાં કુંવારો કે કુંવારી નથી.
* (કોલોસી ૩:૫) પણ સારા સંસ્કારો પાળવાથી ઘણા લોકો આપણી ઠેકડી ઉડાવશે. કેલી નામની યહોવાહની એક સાક્ષીએ કહ્યું: ‘સ્કૂલમાં બધા કહેતા, “તને મઝા આવશે. તારી નજર સામે સેક્સની તક ઊડી જાય છે. ખોટી દાદીમા ન બન!”’ ખરી રીતે તો, વ્યભિચાર કર્યા પછી સપનું તૂટી જાય છે, એ તો ફક્ત “ક્ષણિક સુખ” કહેવાય છે. (હેબ્રી ૧૧:૨૫) એનાથી જિંદગીભર પસ્તાવો કરવો પડે છે. કદાચ આપણે બીમાર પડીએ. આપણું દિલ ખૂબ ડંખવા લાગે અને યહોવાહનો આશીર્વાદ પણ ગુમાવી દઈ શકીએ.
બાઇબલ ખૂબ ચેતવે છે કે આપણે વ્યભિચાર અને એના જેવા લાજ-શરમ વગરના કામોથી દૂર રહીએ.વ્યભિચારના કડવાં ફળો
રાજા સુલેમાને એક વખત એક યુવાન છોકરા વિષે વાત કરી. રાજાએ જોયું કે કઈ રીતે એક વેશ્યાએ યુવાન છોકરાને લાલચ આપીને તેની સાથે પાપ કરાવ્યું. આ બનાવ વિષે લખતા, સુલેમાને કહ્યું: “જેમ બળદ કસાઈવાડે જાય છે” તેમ આ છોકરો વેશ્યા પાછળ ગયો. જેમ બળદને કંઈ પડી નથી કે કસાઈ શું કરશે, તેમ આજના યુવાનોને કંઈ પડી નથી કે લગ્ન પહેલાં સેક્સથી તેઓને કેવા કડવાં ફળો ચાખવા પડશે. સુલેમાને કહ્યું કે એ છોકરો જાણતો ન હતો કે તેનો “જીવ” જોખમમાં છે. (નીતિવચનો ૭:૨૨, ૨૩) આજે પણ સેક્સને લગતી બાબતોમાં આપણો “જીવ” જોખમમાં છે.
લગ્ન પહેલાં સેક્સના લીધે દર વર્ષે લાખો યુવાનોને એસ.ટી.ડી. જેવા રોગ થાય છે. લીડિયા નામની છોકરીએ રડી પડતા કહ્યું: ‘જ્યારે ડૉક્ટરે કહ્યું કે મને હરપીઝ રોગ લાગ્યો છે, ત્યારે હું માની જ ન શકી. આ રોગ બહુ ખરાબ છે. એ કદીયે મટવાનો નથી.’ દરરોજ લગભગ ૬,૦૦૦ વ્યક્તિઓને એચ.આઇ.વી. (જેમાંથી એઇડ્સ થાય છે) રોગ લાગે છે. તેઓમાંના અડધા તો ૧૫થી ૨૪ વર્ષના યુવાનો જ હોય છે.
લગ્ન પહેલાં સેક્સથી છોકરીઓને રોગ થવાની વધારે ચાન્સ છે. પુરુષો કરતાં તેઓને એચ.આઇ.વી. થવાની વધારે શક્યતા છે. આ નાની વયની છોકરીઓ ફક્ત પોતા પર જ નહિ, પણ ગર્ભ રહ્યા પછી પેટમાંના બાળકને પણ જોખમમાં મૂકે છે. કેમ કે છોકરીનું શરીર પૂરી રીતે મોટું થયું નથી. તો પછી, તે કઈ રીતે સહેલાઈથી જન્મ આપશે?
ખરું કે અમુક યુવતીને બાળકને જન્મ આપતા કંઈ તકલીફ પડી નથી. પણ પછી તેને મા અને બાપની જવાબદારી એકલા હાથે ઉપાડવી પડે છે. ઘણી છોકરીઓ જલદી ભાનમાં આવી જાય છે કે બાળકને મોટું કરવું કંઈ સહેલું નથી!
ગીતશાસ્ત્ર ૫૧) ભલે યહોવાહ તેને માફ કર્યો, દાઊદે જિંદગીભર પાપના કડવા ફળ ચાખવા પડ્યા.
વ્યભિચાર કરવાથી એ પણ વિચાર કરો કે વ્યક્તિને કેટલું મનદુઃખ થાય છે. પણ એના કરતાં, તેઓની શ્રદ્ધા વિષે શું? રાજા દાઊદનો વિચાર કરો. વ્યભિચાર કર્યા પછી તે યહોવાહના આશીર્વાદો ગુમાવી જ દેવાનો હતો. (આજે યુવાનોને પણ આવા જ કડવા ફળો ચાખવા પડે છે. શેરીબહેનનો વિચાર કરો. તે ૧૭ વર્ષની હતી ત્યારે પ્યારમાં દીવાની થઈને વ્યભિચાર કર્યો. તેને ઘણાં વર્ષો સુધી પસ્તાવું પડ્યું. તે હવે કહે છે: ‘મેં બાઇબલને દિલમાં ઉતાર્યું ન હતું, એટલે હું ખાડામાં પડી. થોડા સમય માટે યહોવાહની કૃપા પણ ઊડી ગઈ.’ હવે ટ્રીશાબહેનનો વિચાર કરો. તે કહે છે: ‘જીવનમાં મારી સૌથી મોટી ભૂલ એ હતી કે મેં લગ્ન પહેલાં સેક્સ માણ્યું. મારી ઇજ્જત પાછી મેળવવા હું કંઈ પણ કરવા તૈયાર છું.’ આ અનુભવો બતાવે છે કે વ્યભિચાર કરવાથી ફક્ત આપણી ઊંઘ જ ઊડી જતી નથી, પણ આપણું દિલ વર્ષો સુધી ડંખતું જ રહેશે.
પોતાને કાબૂમાં રાખો!
મોટા ભાગે બધાને યુવાનીમાં સેક્સની ઇચ્છા જાગી ઊઠે છે. શાંદા નામની યુવતી પૂછે છે: ‘જો લગ્ન પછી જ સેક્સ ચાલે, તો ઈશ્વરે કેમ આપણામાં હમણાં જ એવી ઇચ્છા મૂકી છે?’ કેમ કે આપણે બાળકમાંથી પુરુષ કે સ્ત્રી બનીએ ત્યારે આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે. * આ કારણથી બાઇબલ કહે છે કે યુવાનીના વર્ષોમાં શરીર સંબંધ બાંધવાની ‘વાસનાઓ ખૂબ પ્રબળ’ હોય છે.—૧ કોરીંથી ૭:૩૬, પ્રેમસંદેશ.
યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષને પરિવાર શરૂ કરવાનું કહ્યું જેથી આખી ધરતી તેઓના બાળકોથી ભરાય જાય. સાથે સાથે તેમણે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણે સેક્સમાંથી આનંદ માણી શકીએ. (ઉત્પત્તિ ૧:૨૮) પણ એનો અર્થ એ નથી કે આપણે આમ-તેમ એ વાસના સંતોષીએ. બાઇબલ કહે છે: “તમારામાંનો દરેક પોતાના શરીરને સંયમમાં રાખતાં શીખે, એને પવિત્ર રાખે, એનું ગૌરવ સાચવે.” (૧ થેસ્સલોનિકા ૪:૪, સંપૂર્ણ બાઇબલ) આ કલમ શું કહેવા માગે છે? વિચાર કરો, ઘણી વાર આપણે બધા ગુસ્સે થઈએ છીએ. પણ શું આપણે તરત જ એકબીજાને જૂતિયાં દઈએ છીએ? ના! તેમ જ ભલે અમુક વાર આપણા દિલમાં સેક્સની વાસના ઉશ્કેરાય એનો અર્થ એ નથી કે આપણે તરત જ એને સંતોષવી જોઈએ.
યહોવાહ ચાહે છે કે ફક્ત પતિ-પત્ની જ સાથે સેક્સનો આનંદ માણે. પણ જો આપણે લગ્ન પહેલાં એ આનંદ માણીએ, તો ઈશ્વરને કેવું લાગતું હશે? એ સમજવા માટે કલ્પના કરો કે તમારા દોસ્ત તમારા માટે એક ભેટ ખરીદે છે. પણ તમને આપતા પહેલાં જ, તમે એ ભેટને ચોરી લો છો! શું તમારા દોસ્ત દુઃખી નહિ થાય? ઈશ્વરને પણ એવું જ લાગે છે. જ્યારે આપણે સુહાગરાત સુધી રાહ ન જોઈએ, પણ એના પહેલાં સેક્સનો હક્ક ચોરી કરી લઈએ.
જો આપણામાં સેક્સની વાસના ઉશ્કેરાય, તો આપણે શું કરી શકીએ? શરીરને અને વાસનાઓને કાબૂમાં રાખો! યાદ રાખો, ‘જેઓ યહોવાહના માર્ગોમાં ચાલે છે તેઓથી તે કોઈ શ્રેષ્ઠ બાબત પાછી રાખશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૮૪:૧૧, IBSI) ગોર્ડન નામનો યુવાન કહે છે, ‘જ્યારે મને લગ્ન પહેલા સેક્સ કરવાનું મન થાય, ત્યારે હું વિચાર કરું છું કે એનાથી મને કેટલું દુઃખ થશે. અરે, યહોવાહને કેટલું દુઃખ થશે. બે પળની મઝા માટે હું યહોવાહનો આશીર્વાદ ગુમાવવા તૈયાર નથી!’ ખરું કે પોતાની વાસનાને કાબૂમાં રાખવી સહેલું નથી. પણ એ વિષે એડ્રીયનભાઈ કહે છે: ‘વાસનાને કાબૂમાં રાખવાથી મને કોઈ પાપનો પસ્તાવો કરવો પડ્યો નથી. નહિ મારું દિલ ડંખ્યું. હું ખુશીથી અને સાફ મનથી યહોવાહની ભક્તિ કરી શક્યો છું.’—ગીતશાસ્ત્ર ૧૬:૧૧.
ચાલો આપણે ‘વ્યભિચારથી દૂર રહીએ’ અને આપણી ઇજ્જતને સાચવી રાખીએ. (૧ થેસ્સાલોનીકી ૪:૩) પણ આપણે જોયું તેમ, એમ કરવું સહેલું નથી. હવે પછીના મૅગેઝિનમાં આપણે જોઈશું કે આપણે કઈ રીતે સારા સંસ્કારને જાળવી રાખી શકીએ.—૧ તીમોથી ૫:૨૨. (g04 7/22)
[ફુટનોટ્સ]
^ અમે અમુક વ્યક્તિઓના નામ બદલ્યા છે.
^ વ્યભિચાર, બેશરમ વર્તન અને અયોગ્ય વાસના વિષે વધુ માહિતી મેળવવા માટે, “યુવાન લોકો પૂછે છે . . . ‘બહુ દૂર’ કેટલું દૂર છે?” લેખ તપાસો. એ લેખ ફેબ્રુઆરી ૮, ૧૯૯૪ના સજાગ બનો!માં પાન ૧૨-૪ પર મળી આવશે.
^ વધુ માહિતી માટે “યુવાન લોકો પૂછે છે . . . મારા શરીરને શું થાય છે?” લેખ તપાસો. એ ફેબ્રુઆરી ૮, ૧૯૯૦ના અવેક! મૅગેઝિનમાં મળશે.
[પાન ૧૭ પર બ્લર્બ]
જો યુવાન કોઈ પણ રીતે વ્યભિચાર કરે, તો શું તે ઈશ્વરની નજરે ખરેખર દાઘ વગરના કુંવારાં કહેવાશે?
[પાન ૧૭ પર ચિત્ર]
લગ્ન પહેલા સેક્સથી ખ્રિસ્તી યુવાનનું દિલ વર્ષો સુધી ડંખી શકે
[પાન ૧૮ પર ચિત્ર]
લગ્ન પહેલા સેક્સથી વ્યક્તિને અનેક રોગો થઈ શકે છે