સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વાદળનું હાથી જેટલું વજન!

વાદળનું કેટલું વજન હોય છે? પૅગી લીમૉન નામના વૈજ્ઞાનિકે અમેરિકાના એક છાપામાં કહ્યું કે, એક મોટા વાદળામાં લગભગ ૫૫૦ ટન જેટલું પાણી હોય છે. તેમણે કહ્યું: ‘સાદી ભાષામાં કહીએ તો, વાદળનું અનેક હાથીઓ જેટલું વજન હોય છે.’ એક હાથીનું વજન આશરે છ ટન હોય તો એક મોટા વાદળનું ૧૦૦ હાથીઓ જેટલું વજન હોય શકે. પાણી ભરેલી ગરમ વરાળ આકાશમાં ઊંચે ચડે છે. એ વાદળમાં લાખો નાનકડાં પાણીનાં બિંદુઓ હોય છે. મોટા મોટા વરસાદના વાદળોનું વજન બે લાખ હાથીઓ કરતાં પણ વધારે હોય શકે. પૅગી લીમૉનનું કહેવું છે કે એક ટન વાદળમાં જેટલું વજન હોય એની સાથે વાદળના દળ પ્રમાણે ગુણ્યા કરો તો તમને સરવાળો મળશે. એ વાદળમાં કેટલું વજન હોય શકે? લગભગ ચાર કરોડ હાથીઓ જેટલું. એ અહેવાલ કહે છે: “દુનિયામાં આજ સુધી જેટલા હાથીઓ જીવ્યા હતા, એના જેટલું વજન પાણી ભરેલા એક વાદળનું થાય.” (g04 7/22)

દાંત ક્યારે સાફ કરવા જોઈએ?

મૅક્સિકોના છાપામાં કહેવામાં આવ્યું કે કંઈ પણ ખાટું ખાધા કે પીધા પછી તરત જ દાંત સાફ કરવાથી દાંતના સફેદ લીસા પડને નુકસાન પહોંચે છે. જર્મનીની એક યુનિવર્સિટીએ પણ દાંતનો અભ્યાસ કરીને છાપામાં જણાવ્યું કે ખાટો ખોરાક ખાવાથી ‘દાંતના સફેદ પડમાં થોડા સમય સુધી નબળાઈ આવી જાય છે.’ જમ્યા પછી તરત જ બ્રશ કરવું ન જોઈએ. દાંત મજબૂત રાખવા હોય તો, “જમ્યા પછી તરત જ સાફ ન કરશો. થોડા સમય પછી સાફ કરવાથી દાંત મજબૂત રહેશે.” (g04 7/22)

બાળકો પણ જુગાર રમે છે

કૅનેડાની મૅકગિલ યુનિવર્સિટી જણાવે છે: “કૅનેડામાં ૧૨-૧૭ વર્ષના ૫૦ ટકાથી વધારે બાળકો ટાઈમ પાસ કરવા જુગાર રમે છે. એમાંથી ૧૦-૧૫ ટકા બાળકો જુગારને રવાડે ચડી જાય છે અને ૪-૬ ટકા પાકા જુગારી બની જાય છે.” ત્યાંનું છાપું આવો રિપોર્ટ આપે છે. નાનાં બાળકોને કોઈ ભેટમાં લૉટરીની ટિકિટ આપે અથવા તેઓ ઇંટરનેટ પર શરત મારે છે એનાથી તેઓને જુગાર રમવાની ચાનક ચડે છે. કૅનેડામાં નાના બાળકો વિષે સંશોધન કરતા લોકોનું કહેવું છે કે પહેલાં કરતાં આજે થોડા યુવાનો સિગારેટ કે ડ્રગ્સની લતે ચડે છે. એની સરખામણીમાં વધારે યુવાનો જુગારને રવાડે ચડી જાય છે. એ છાપું આગળ કહે છે: “મોટા લોકો જુગારને રવાડે ચડે એના કરતાં વધારે તો ૧૮-૨૪ વર્ષના યુવાનો એના વ્યસની બની જાય છે.” શિક્ષકો આશા રાખે છે કે કૅનેડાની હાઇસ્કૂલમાં બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે એનાથી તેઓ જુગાર રમવાનું નામ નહિ લે. (g04 7/8)

પાદરીઓ બાઇબલ વિષે શું જાણે છે?

“પાદરીઓને બાઇબલનું કેટલું જ્ઞાન હોય છે?” ઇટાલીમાં આન્ડ્રીયા ફ્રૉનટા નામના પાદરી અને પાદરીઓની સ્કૂલના ડાયરેક્ટરે એ સવાલ કર્યો હતો. એની પાછળનું કારણ જણાવતા તે કહે છે: “એક વ્યક્તિએ આવીને મને પૂછ્યું કે બાઇબલનો કેવી રીતે અભ્યાસ કરવો એ વિષે બિશપ પાસે કોઈ પુસ્તકો હશે?” તે વ્યક્તિ જે ચર્ચમાં જતી હતી એમાં કદી બાઇબલ વિષે વાત જ કરવામાં આવતી નથી. ફ્રૉનટાએ એ સવાલનો જવાબ આપતા લખ્યું: ‘સાચું કહું તો, જેઓ પાદરી બનવા ધર્મશાળામાં ભણવા આવે છે તેઓનું ભણતર પૂરું થઈ ગયા પછી અમુક જ જાતે બાઇબલ વાંચે છે. એ દુઃખની વાત છે. મોટે ભાગે રવિવારે ચર્ચમાં પાદરીઓ પ્રવચન આપે છે ત્યારે જ લોકોને બાઇબલમાંથી થોડું સાંભળવા મળે છે.’ ફ્રૉનટાને સવાલ કરનાર વ્યક્તિએ કહ્યું કે “બાઇબલમાંથી શીખવા માટે હું યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જાઉં છું.” (g04 7/8)

“મૃત સરોવર સુકાઈ રહ્યું છે”

એક સમાચારે જણાવ્યું કે મૃત સરોવરને બચાવવા પગલાં લેવામાં નહિ આવે તો એ મરણ પામશે.” મૃત સરોવરમાં મીઠું બહુ જ હોવાથી એમાં કોઈ પણ મોટા પ્રાણીઓ રહી શકતા નથી. તેમ જ એ દરિયાની સપાટીની સરખામણીમાં ૪૦૦ મીટર ઊંડાણમાં આવેલું છે. એ ૮૦ મીટર લાંબું અને ૧૮ મીટર પહોળું સરોવર છે. એ લેખે આમ કહ્યું: ‘જોર્ડન નદીમાંથી મૃત સરોવરમાં હજારો વર્ષોથી પાણી આવતું હોવાથી તે ટકી રહ્યું છે. પણ હવે મૃત સરોવરમાં પાણી પહોંચે એ પહેલાં ઇઝરાએલીઓ અને જોર્ડનના લોકો ઘણાં વર્ષોથી ખેતીવાડી માટે પાણી ખેંચી લેતા હોવાથી એ સુકાઈ રહ્યું છે.’ એનો અભ્યાસ કરતા ઇઝરાએલીઓનું કહેવું છે કે જો કંઈ કરવામાં નહિ આવે તો એ સરોવરનું પાણી દર વર્ષે એક મીટર નીચું ઊતરતું જશે. એના લીધે આજુબાજુની જમીન, સરોવરમાં રહેલાં જીવજંતુઓ અને વનસ્પતિ પર ખરાબ અસર થશે. વધુમાં, છેલ્લા પાંચ વર્ષથી વરસાદ ન હોવાથી એના પર ઊંડી અસર પડી રહી છે. (g04 7/8)

શાકભાજી કાપવાનું બૉર્ડ સાફ રાખો!

શાકભાજી કાપવા કયું બૉર્ડ વાપરવું જોઈએ, લાકડાનું કે પ્લાસ્ટિકનું? કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીએ લખ્યું કે “તમે જ્યાં સુધી એ બૉર્ડ સાફ રાખો ત્યાં સુધી કોઈ પણ વાપરી શકો. બૉર્ડ પર શાકભાજી કે મીટ કાપ્યા પછી એને સાબુ અને ગરમ પાણીથી ધોઈ નાખવું જોઈએ. જો બૉર્ડ પર ઊંડા કાપા પડી ગયા હોય કે ચીકાશ હોય તો સમય કાઢીને એને બરાબર ધોવું જોઈએ. બૉર્ડમાંથી રંગ કાઢવા અને જંતુ મારવા બ્લીચ (લિટર પાણીમાં ૧ ચમચી બ્લીચ) વાપરી શકો.” ચપ્પુ અને હાથ પણ એ જ રીતે ધોઈને લૂછવા જોઈએ. (g04 7/22)

દુનિયામાં ગરીબી વધી રહી છે

યુએનના રિપોર્ટને આધારે લંડનના એક છાપાએ કહ્યું કે આજે જે રીતે ગરીબી વધી રહી છે, એ પ્રમાણે વધ્યા કરશે તો, “ત્રીસ વર્ષમાં, આખી દુનિયામાં ત્રણમાંથી એક વ્યક્તિ ગરીબ હશે.” દુઃખની વાત છે કે ‘આજે દુનિયામાં ૯૪ કરોડ લોકો એવી ઝૂંપડપટ્ટીમાં રહે છે જ્યાં રહી ન શકાય. ત્યાં લાઇટ-પાણી, ગેસ, ટૉયલેટની વ્યવસ્થા કે કોઈ જાતની સલામતી નથી.’ કેન્યાના કીબીરા વિસ્તારમાં ૬,૦૦,૦૦૦ ગરીબો છે. યુએન સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી ઍન ટિબાજુકા કહે છે: “બધાને એક સરખા ગણવામાં આવતા ન હોવાથી તેઓ પાસે નોકરી-ધંધો નથી. તેથી તેઓ ઝઘડાખોર બની જાય છે અને ન કરવા જેવાં કામો કરે છે. ત્યાં સુખ-શાંતિ જેવું ન હોવાથી બાળકો પર અનેક જાતના જુલમ થતા હોય છે.” (g04 9/8)

શું ઘરડા લોકો ન શીખી શકે?

નાઇરોબીનું એક છાપું જણાવે છે: “છ વર્ષનાં બાળકોના વર્ગમાં એક વિદ્યાર્થી જરા અલગ તરી આવે છે.” એમાં ૮૪ વર્ષના એક કાકા ભણે છે. “જેથી તે બાઇબલ વાંચી શકે.” જોકે તેમના પૌત્રો-પૌત્રીઓ તેમનાથી ઉપલા ધોરણોમાં ભણે છે. છતાં આ કાકાને મોટી ઉંમરે ભણવા જવામાં જરાય નાનમ લાગતી નથી. એ કાકાએ નાઇરોબીનાં છાપામાં કહ્યું: “ઘણા લોકો મને બાઇબલમાંથી શીખવે છે. પણ હું વાંચી શકતો ન હોવાથી મને કેવી રીતે ખબર પડે કે તેઓ સાચું કહે છે. બાઇબલ શું શીખવે છે એ મારે જાતે વાંચવું છે.” તે બીજા બાળકોની જેમ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જાય છે. તે મોટે ભાગે બીજા બાળકોની જેમ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. બીજા બાળકો તેઓનાં ગજા પ્રમાણે રમતો રમે છે ત્યારે આ કાકા “પોતાના ગજા પ્રમાણે કસરત કરે છે.” (g04 9/22)