સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

આપણાં લાડલાઓ “આપણાં લાડલાઓ શાના માટે તરસે છે?” કવર લેખો જોતા હું તરત જ વાચંવા બેસી ગઈ. (એપ્રિલ-જૂન, ૨૦૦૪) હું પાંચ બાળકોની માતા છું. એ લેખો મારા હૃદયને સ્પર્શી ગયા. હું ઇચ્છું છું કે આખી દુનિયામાં દરેક માતાઓ આ લેખો વાંચે.

સી. એમ., ફ્રાન્સ

(g04 10/22)

તમારા છાપેલા લેખો મારા માટે બહુ સમયસરના હોય છે. અમને ખબર પડી કે અમે માબાપ બનવાના છીએ ત્યારે, તમે ગર્ભવતી બહેનો માટે માહિતી છાપી હતી. (એપ્રિલ-જૂન ૨૦૦૩) હવે અમારું બાળક ત્રણ મહિનાનું છે. વળી એ વખતે પણ નાના બાળકોને કઈ રીતે ઉછેરવા એ વિષે અદ્‍ભુત સૂચનો છાપ્યા. મારા જેવી યુવાન માતાઓ માટે આ લેખો ખૂબ જ ઉપયોગી છે.

ડી.કે., પોલૅન્ડ

(g04 10/22)

જડીબુટ્ટીઓથી ઉપચાર “જડીબુટ્ટીઓથી ઉપચાર કરવો કેટલો અસરકારક?” (જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૪) આ લેખો વાંચવાની મને ખૂબ મઝા પડી. હું એક નર્સ છું. મેં મારા સાંધાના દુખાવાઓ માટે જડીબુટ્ટીઓની ઘણી દવા કરી છે. મને એનાથી ઘણો ફાયદો થયો છે. તેમ છતાં, તમે તમારા લેખોમાં જણાવ્યું નથી કે કેટલીક જડીબુટ્ટીઓથી ઑપરેશન દરમિયાન ઘણું લોહી વહે છે. એ જડીબુટ્ટીઓ લેવાનું ઑપરેશન પહેલાં બંધ કરે એ યહોવાહના સાક્ષીઓ માટે ખૂબ જ મહત્ત્વનું છે.

જે.એચ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

(g04 10/22)

“સજાગ બનો!” જવાબ આપે છે: આ મહત્ત્વનો મુદ્દો ધ્યાન પર લાવવા માટે ઘણો આભાર! ઑપરેશન પહેલાં, દરદીએ પોતે જે કંઈ દવા લેતા હોય એની પોતાના ડૉક્ટરને જાણ કરવી જોઈએ. એમા જડીબુટ્ટીનો પણ સમાવેશ થાય છે. ‘લોહીથી દૂર રહો’ એવી બાઇબલની સલાહ પ્રમાણે ચાલનારાઓ માટે આ ખાસ મહત્ત્વનું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯.

ભાઈ-બહેનની અદેખાઈ “યુવાનો પૂછે છે. . . હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?” (જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૪)ના લેખ માટે ઘણો આભાર માનું છું. હું ૧૬ વર્ષની છું. મને એવું થાય છે કે મારી મોટી બહેનું હંમેશા વધારે ધ્યાન રાખવામાં આવે છે. જોકે, હું જાણું છું કે યહોવાહ મારું ધ્યાન રાખે છે, તેમ છતાં મને સૂનું સૂનું લાગે છે. આ લેખમાં એટલા સરસ શબ્દો વાપરવામાં આવ્યા છે કે એ વાંચતા મારી આંખો ભરાય આવી. આસલાહ માટે ઘણો આભાર. એનાથી મને દિલાસો મળ્યો.

એમ. ઓ., જાપાન

(g04 9/22)

હું પણ એક સમયે લેખમાં ઉલ્લેખવામાં આવેલા યુવાનો જેવું જ અનુભવતી હતી. મને યાદ છે ત્યાં સુધી, મારી મોટી બહેનને હંમેશા એક સારા ઉદાહરણ તરીકે જોવામાં આવતી હતી. તેથી, ઘરના સભ્યોને એકબીજા સાથે સરખાવતા જે લાગણી થાય એ હું જાણું છું. તમે લેખમાં બતાવ્યું તેમ, તમે પોતે જે કંઈ સારે રીતે કરી શકતા હોવ એ કરવું. એ તમારા શબ્દો તો “રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ” જેવા ટાઈમસર હતા.—નીતિવચનો ૨૫:૧૧

એસ.ટી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

(g04 9/22)

મારી એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. તેઓ બંને મારા કરતા વધારે હોંશિયાર છે. તેથી, મેં તમારી સલાહ સાંભળી. હવે હું સ્પેનિશ શીખું છું. તેમ જ પ્રચારમાં પણ વધારે સમય આપું છું. મને શીખવામાં ઘણો આનંદ આવે છે અને લોકો હવે મને ધ્યાન આપે છે.

એચ.બી., યુવાઈટેડ સ્ટેટ્‌સ

(g04 9/22)

સ્કૂલનું લેસન હું બાર-તેર વર્ષની છું. મને સમયપત્રક બનાવવામાં હંમેશા મુશ્કેલી પડતી હતી. “યુવાનો પૂછે છે . . . સ્કૂલનું લેસન કરવા હું ક્યાંથી સમય કાઢું?” લેખ વાંચીને મને ઘણી મદદ મળી. (એપ્રિલ-જૂન, ૨૦૦૪) જોકે, હું લાંબો સમય ટીવી જોતી ન હતી, પરંતુ, એક વાર જોવા બેસતી ત્યારે એક પછી બીજા કાર્યક્રમો જોતી. પરંતુ હવે મેં સદંતર જોવાનું બંધ કરી દીધું છે.

આર. ઓ., જાપાન

(g04 1/22)