સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઝામર—નજરને ઝૂંટવી લેતી બીમારી

ઝામર—નજરને ઝૂંટવી લેતી બીમારી

ઝામર—નજરને ઝૂંટવી લેતી બીમારી

આ વાક્યના છેલ્લા શબ્દોને થોડી વાર જોયા કરો. તમારી આંખોની કીકીને ખસ્કાવ્યા વગર શું તમે આ પાનાની આજુ બાજુની અને ઉપર-નીચેની માહિતી જોઈ શકો છો? જો તમે જોઈ શકતા હોવ, તો તમારી આંખના ખૂણામાંથી આજુ-બાજુની બાબતો (પેરીફાર્લ વીશન) નજર સારી છે. આને લીધે તમે સામે જોતા ચાલતા હોવ ત્યારે, આંખના ખૂણામાંથી બીજા વ્યક્તિઓને જોઈ શકો છો, રસ્તા પર ખાડા કે પથ્થરો આવે એ પણ જોઈ શકો છો અને મકાનોની દીવાલો જોઈ શકો છો. જો તમે ગાડી ચલાવતા હોવ, તો આ ખૂબ મહત્ત્વનું છે. એનાથી તમે બીજી ગાડીઓ કે રસ્તા પર પસાર થતા વ્યક્તિઓને જોઈ શકો છો.

પણ તમારી નજરનો આ ભાગ ધીરે ધીરે ઘટી શકે છે. આરે, આપણને એની ખબર પણ નહિ પડે કે એ ક્યારે થવા માંડ્યું. જગતભર લગભગ ૬.૬ કરોડ લોકો આંખની અનેક બીમારીથી પીડાતા હોય છે. એક બીમારીઓનું મુખ્ય નામ ઝામર (ગ્લુકોમા) છે. આ બીમારીને લીધે ૬.૬ કરોડમાંથી લગભગ ૫૦ લાખ તો સાવ અંધા બની ગયા છે. લોકોને અંધા બનાવતી બીમારીઓમાંથી હવે ઝામર ત્રીજો નંબર ધરાવે છે. તબીબી વિષેનું ધ લાનસેટ મૅગેઝિન કહે છે: ‘અમીર દેશોમાં તબીબી સંસ્થાઓ વારંવાર લોકોને આ બીમારી વિષે જાણકાર બનાવે છે. તોપણ ૫૦ ટકાથી વધારે લોકો પાસે ઝામરની બીમારી છે, પણ તેઓ જાણતા નથી.’

કેવા લોકોને ઝામર થવાની શક્યતા છે? એ બીમારી કઈ રીતે પારખી શકાય? એનો ઇલાજ શું છે?

ઝામર ખરેખર શું છે?

આ બીમારીને સમજવા માટે આપણે પહેલા આંખ વિષે થોડું-ઘણું જાણવું જોઈએ. ઑસ્ટ્રેલિયામાં એક તબીબી સંસ્થાએ ઝામર વિષે બ્રોશર તૈયાર કર્યું છે. આંખ વિષે તેઓ કહે છે: ‘આપણી આંખ ગાડીના ટાયર જેવી છે. ટાયરમાં ચોક્કસ પ્રમાણમાં હવા “ભરે” ત્યારે જ એ કામ કરે છે. તેમ જ, શરીર અમુક પ્રમાણ સુધી આંખમાં પ્રવાહ ભરે છે. ત્યાર પછી જ આંખ સરખી રીતે કામ કરી શકે છે.’ આંખની અંદર એક પંપ છે જેને સીલીયરી બોડી (પરિનેત્રમણિકાય) કહેવાય છે. એ લોહીમાંથી એક્વીયસ હ્યુમર નામનો રસ આંખમાં પંપ કરે છે. ‘આ રસ આંખની અંદર બધી બાજુ ફરીને કોશોને જીવતા રાખે છે. પછી એ ટ્રાબેક્યુલાર મેશવાર્ક (છિદ્ધાળુ વિસ્તાર) નામની ગળણી દ્વારા ફરી નસમાં વહી જાય છે.’

જો આ ગળણી કચરાથી ભરાઈ જાય તો આંખની અંદર પ્રેશર વધશે. છેવટે આંખમાં પ્રકાશ ખેંચતા કોશો અને નસને નુકસાન થશે. આ બીમારીને ઓપન એંગ્લ ગ્લુકોમા કહેવાય છે. લગભગ ૯૦ ટકા લોકોને આ કારણથી ઝામરની બીમારી થાય છે.

આંખની અંદર જે પ્રેશર છે, એને ઇંટ્રાઓક્યુલાર પ્રેશર (આઈ.ઓ.પી) કે અંતઃનેત્રીય દાબ કહેવાય છે. એ પ્રેશર હંમેશાં બદલતું હોય છે. એ તમારા હૃદયના ધબકારા, કે કેટલું પાણી પીવો કે શું કામ કરતા હોવ, એના પર ઊંચ-નીચ થતું હોય છે. પ્રેશરમાં આ ફેરફારો થાય એ તમારી આંખને કંઈ નુકસાન કરશે નહિ. ભલે કોઈ વ્યક્તિની આંખમાં ઘણું પ્રેશર હોય, એનો અર્થ એ નથી કે તેમને ઝામરની બીમારી જ છે. દરેક વ્યક્તિની આંખમાં જુદું જુદું પ્રેશર હોય છે. પણ જો આંખમાં ખૂબ પ્રેશર રહેતું હોય, તો કદાચ વ્યક્તિને ઝામરની બીમારી હોય શકે.

જો પ્રેશર ઓચિંતાનું ખૂબ વધી જાય, તો એ ઝામરની બીમારીને અક્યુટ કે એંગ્લ-ક્લોશર ગ્લુકોમા કહેવાય છે. આ બીમારી થાય ત્યારે આંખ ખૂબ દુઃખે, નજર ઝાંખી બની જાય અને ઊલટી થવા લાગે. જો બે ત્રણ કલાકની અંદર ઇલાજ ન મળે, તો વ્યક્તિ નજર ખોઈ બેસે. ઝામરની બીજી એક બીમારીને સેકંડરી ગ્લુકોમા કહેવા છે. જ્યારે આંખને ઇજા થઈ હોય, કે એની અંદર ગાંઠ હોય, કે મોતિયા થઈ આવ્યા હોય ત્યારે એ બીમારી થાય છે. એક બીજી બીમારીનું નામ છે કોનજેનીટલ ગ્લુકોમા (જન્મજાત ઝામર). ફક્ત થોડા લોકોને જ આ બીમારી થાય છે. બાળક જન્મે ત્યારે જો તે પ્રકાશને સહન ન કરી શકે અથવા તેની આંખો ખૂબ ફૂલાઈ ગઈ હોય તો શક્ય છે કે તેને આ બીમારી છે.

ઝામર કઈ રીતે આંખને નુકસાન કરે છે?

ઝામર એવી બીમારી છે કે એ એક આંખને ૯૦ ટકા નકામી બનાવી શકે અને તમને ખબર પણ નહિ પડે. એ કઈ રીતે બની શકે? આપણા બધાની આંખોના પાછલા ભાગમાં (દૃષ્ટિપટલ) એક જગ્યા છે (દૃષ્ટિચકતી) જ્યાં કોઈ પ્રકાશ ખેંચતા કોશો નથી. આ જગ્યામાં એક નસ હોય છે જે પ્રકાશનો સંદેશો તમારો મગજમાં લઈ જાય છે. જો એક ભાગમાં પ્રકાશના કોશ ન હોય, તો આપણે શા માટે એ કાળું ટપકું જોઈ શકતા નથી? કેમ કે આપણું મગજ કલ્પના કરીને એ ટપકાને ‘ભરી દે છે.’ મગજની આ આવડતને લીધે વ્યક્તિને ઝામરની બીમારી થાય, તો પણ તેણે ખબર પડતી નથી.

ઑસ્ટ્રેલિયામાં આંખના મુખ્ય ડૉક્ટર આઈવન ગોલ્ડબર્ગે સજાગ બનો!ને કહ્યું: ‘ઝામર રોગ એક ચોર જેવો છે. એ તમારા આંખની શક્તિને ઝૂંટવી લે છે ને તમને ખબર પણ ન પડે. એ બીમારી તમને દુઃખ નહિ આપે. ઝામરની મુખ્ય બીમારી એવી છે કે એ ધીરે ધીરે આંખ અને મગજ વચ્ચેની નસને બગાડી નાખશે. ઝામર ખૂબ નુકસાન કરી શકે છે પણ વ્યક્તિને લાગી શકે કે તેમની આંખમાં કોઈ તકલીફ નથી. તેથી, ભલે તમારી આંખ સૂકી હોય કે ભીની રહે, કે સહેલાઈથી અક્ષરોને પારખી શકે કે નહિ, એનો અર્થ એ નથી કે તમારી આંખ ઠીક છે.’

ચોરને પકડો!

હમણાં સુધી એવો કોઈ ટેસ્ટ નથી જે તરત જ બતાવી શકે કે વ્યક્તિને ઝામર છે કે નહિ. પણ આંખના ડૉક્ટરો અમુક ટેસ્ટ કરી શકે છે. પહેલાં, તે ટોનોમિટિર (તાણમાપક) સાધન વાપરીને આંખના રસનું પ્રેશર તપાસી શકે છે. આ સાધન સાવ આસ્તેથી આંખની આગળના ભાગને (કોરનીયા કે સ્વચ્છા) સપાટ બનાવે છે. એને સપાટ બનાવવા માટે કેટલું દાબવું પડે છે, એનાથી પ્રેશરનું માપ થાય છે. આ માપ પરથી ડૉક્ટરને ખબર પડે છે કે આંખની અંદર કેટલું પ્રેશર છે. ડૉક્ટર બીજા સાધનો પણ વાપરી શકે જેથી તે જોઈ શકે કે આંખ અને મગજ વચ્ચેની નસ કેવી હાલતમાં છે. ડૉ. ગોલ્ડબર્ગ કહે છે: ‘આ સાધનથી અમે જોઈ શકીએ છીએ કે એ નસ ઠીક છે કે કેમ. જો એ નસનું રૂપ થોડી રીતે બદલ્યું હોય, તો શક્ય છે કે એ ઝામરના લીધે થયું હશે.’

ઝામર માટે ટેસ્ટ કરવાની બીજી એક રીત છે. ડૉ. ગોલ્ડબર્ગ કહે છે: ‘આ ટેસ્ટમાં વ્યક્તિ એક પ્યાલાની વચ્ચો-વચ્ચ નજર રાખે છે. એ પ્યાલામાં ધોળા કિરણો ફેલાવામાં આવે છે. પછી એમાં એક બીજો ખૂબ તેજસ્વી કિરણ ફેંકવામાં આવે છે. આ કિરણ પ્યાલામાં આમ-તેમ ફરે છે. જ્યારે વ્યક્તિ આ કિરણને જોઈ શકે છે ત્યારે તે જણાવે છે.’ જો આ કિરણ પ્યાલાની ધાર સુધી પહોંચે પણ વ્યક્તિ એને જોઈ ન શકે તો, કદાચ તેને ઝામર થયો હોય શકે. આ લાંબી ટેસ્ટથી ડૉક્ટર અને દરદી બંનેય કંટાળી જઈ શકે છે. તેથી, હમણાં લોકો ઝામરને વધારે જલદીથી પારખવાના સાધનો બનાવે છે.

કોને ઝામર થાય છે?

પાઊલ લગભગ ૪૦ વર્ષનો છે. તબિયત સારી છે. તે કહે છે: ‘હું ચશ્માં કઢાવવા ગયો હતો અને ડૉક્ટરે મને પૂછ્યું “તમારા પરિવારમાં કોઈને ઝામર થયો છે?” ઘરે જોઈને હું તપાસ કરવા લાગ્યો અને ત્યારે મને ખબર પડી કે મારી માસી ને મામાને થયો છે. હું મોટા ડૉક્ટર પાસે ગયો અને તેણે મારી તપાસ કરીને કહ્યું કે મને પણ ઝામર થયો છે.’ ડૉ. ગોલ્ડબર્ગ કહે છે: ‘જો તમારી મા કે પિતાને ઝામર થયો હોય, તો તમને થઈ શકે છે. જો તમારી બહેન કે ભાઈને ઝામર થયો હોય, તો તમને જરૂર થઈ શકે.’

ડૉ. કેવીન ગ્રીનીચ અમેરિકાના ઝામર માટેની સંસ્થામાં કામ કરે છે. તે કહે છે: ‘જો તમે ૪૫ વર્ષથી મોટા હોવ અને આફ્રિકાથી આવ્યા હોવ, તો દર વર્ષે આંખને ઝામર માટે ટેસ્ટ કરાવો. જો તમારા કુટુંબીજનોને ઝામર થયો હોય કે તમે દૂરની વસ્તુ ચશ્માં વગર જોઈ ન શકતા હોવ, કે તમને ડાયાબિટીસ હોય તો તમારે પણ વારંવાર ચેક કરાવવા માટે જવું જોઈએ. જો તમે આંખની કોઈ ઇજા સહન કરી હોય કે લાંબા સમયથી કોર્ટિસોન/સ્ટેરોઈડવાળી દાવા લીધી હોય તોપણ તમે દર વર્ષે આંખને ચેક કરાવવો.’ આ સંસ્થા કહે છે કે ભલે તમારી ઉંમર ૪૫ વર્ષથી ઓછી હોય ને તમારી તબિયત સારી હોય, તમને હજીયે ચાર ચાર વર્ષે આંખને ઝામર માટે ચેક કરાવવી જોઈએ. જો તમે ૪૫થી મોટા હોવ, તો તમારે દર બ-બે વર્ષે ચેક કરાવવા જાવું જોઈએ.

ઇલાજ કરો ને ઝામરને ભગાવો

પાઊલના ઝામર માટે, ડૉક્ટરે તેમને આંખની દવા આપી. તે દરરોજ આંખમાં એક ટીપું મૂકે છે. પાઊલ કહે છે: ‘આ દવાથી મારી આંખમાં પાણી નથી ભરાતું.’ પાઊલે એક ઑપરેશન પણ કરાવ્યું હતું. આ ઇલાજમાં ડૉક્ટરોએ લેઝરથી આંખના આગલા ભાગમાં ૧૦ ઝીણી નળીઓ બનાવી. સર્વની આંખોમાં આ નળીઓ તો કુદરતી રીતે તો હોય છે. પાઊલ કહે છે: ‘પહેલું ઑપરેશન થવાનું હતું ત્યારે હું ખૂબ ગભરાતો હતો. આના લીધે મારી આંખમાં વધારે ટેન્શન આવી ગયું. પણ થોડા દિવસ પછી બીજી આંખની ઑપરેશન થવાનું હતું ત્યારે હું ગભરાતો ન હતો. મને ખબર હતી કે શું થશે. હું એટલો શાંત હતો કે મને ખબર પણ ન પડી કે ડૉક્ટરે ક્યારે ચાલું કર્યું ને ક્યારે પૂરું કર્યું.’ આ ઇલાજને લીધે પાઊલની આંખની અંદર હવે પ્રેશર બહુ વધતું નથી.

પાઊલ હવે કહે છે: ‘મારી આંખને ફક્ત થોડું જ નુકસાન થયું. અને હું હજીયે આંખની કીકીને ખસ્કાવ્યા વગર ચારે બાજુ થોડું-ઘણું જ જોઈ શકું છું. દરરોજ આંખના ટીપા વાપરવાથી, મારી આંખ વધુ બગડશે નહિ.’

શું આ ‘ચોર’ તમારી આંખની શક્તિ ઝૂંટવી લે છે? જો તમે વારંવાર આંખનો ચેક-અપ કરશો, તો ઝામર તમારી આંખોને નુકસાન નહિ કરે. તમે એવા વ્યક્તિઓ છો જેને આ બીમારી થવાની શક્યતા હોય, તો જલદી તમારી આંખનો ટેસ્ટ કરાવી લો. ડૉ. ગોલ્ડબર્ગ કહે છે: ‘જો તમે વારંવાર આંખને ચેક કરાવવો ને જરૂર પડે તો દવા લો, તો ઝામર તમારી આંખોને બગાડી નહિ નાખે.’ હા, આપણી નજરને ચોરી જતા ઝામરને ભગાવી શકીએ છીએ! (g04 10/8)

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

ઝામર થવાનો વધુ ચાન્સ છે જો . . .

• તમે આફ્રિકાથી આવ્યા હોવ

• તમારા કુટુંબીજનોને ઝામર થયો હોય

• તમને ડાયાબિટીસ હોય

• દૂરની વસ્તુ ચશ્માં વગર જોઈ ન શકતા હોવ

• તમે લાંબા સમયથી કોર્ટિસોન/સ્ટેરોઈડવાળી દાવા લેતા હોવ. આ દવા અમુક ક્રિમ અને દમની દવામાં હોય છે.

• તમારી આંખને કોઈ ઇજા થઈ હોય

• તમે ૪૫ વર્ષથી મોટા હોવ

[ચિત્ર]

જો તમે વારંવાર આંખોની ચેક અપ કરશો, તો ઝામર થવાનો ઓછો ચાન્સ છે

[ડાયગ્રામ/પાન ૨૭ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઓપન એંગ્લ ગ્લુકોમા

આંખની કીકી (કનીનિકાપટલ)

સ્વચ્છા (કોરનીયા)

લેન્સ

દૃષ્ટિપટલ

દૃષ્ટિચકતી કે બ્લાન્ડ સ્પોટમાં મગજમાંથી આવતી નસ આંખ સાથે જોડાય છે

ઓપટીક નર્વ આંખ અને મગજ વચ્ચે નસ છે

સીલીયરી બોડીમાં આંખની અંદરનો રસ બને છે

૧ એક્વીયસ હ્યુમર નામનો રસ લેન્સ, આંખની કીકી (કનીનિકાપટલ) અને સ્વચ્છાના બહારના ભાગને તાજો રાખે છે. એ રસ આંખમાંથી નીકળતા આંસુ નથી જે આંખની બહારના ભાગોને સાફ રાખે છે.

૨ ટ્રાબેક્યુલાર મેશવાર્ક આંખની અંદરના રસને ગાળે છે

૩ જો આ ગળણી કચરાથી ભરાય જાય, તો આંખની અંદર પ્રેશર વધશે

૪ જો પ્રેશર ખૂબ વધે, તો આંખની પાછળની નસને નુકસાન થશે. આમાંથી ઝામર થાય છે.

[પાન ૨૭ પર ચિત્રો]

દૃષ્ટિચકતી

તમે શું જોઈ શકશો

સારી નજર શક્તિ

ઝામર થવા લાગી છે

ઝામર ખૂબ ખરાબ છે

[ક્રેડીટ લાઈન]

દૃષ્ટિચકતીનો ફોટો૫: Courtesy Atlas of Ophthalmology