સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાઇરોબી—ઠંડા પાણીનો દેશ

નાઇરોબી—ઠંડા પાણીનો દેશ

નાઇરોબી—ઠંડા પાણીનો દેશ

કેન્યામાં સજાગ બનો!ના લેખક તરફથી

“એ તો રણપ્રદેશ, ઉજ્જડ, વેરાન, કાદવકીચડ વાળો દેશ છે. ત્યાં કોઈ માનવ જોવા મળે નહિ, પવન ફૂંકાતો હોય છે. બસ કાફલા પસાર થયા હોય એની નિશાની ક્યારેક જોવા મળતી.”—કેન્યામાં વસવાટની શરૂઆત (અંગ્રેજી)

એ શબ્દો લગભગ એકસો વર્ષ પહેલાં નાઇરોબી વિષે કહેવામાં આવ્યા. ઉપર જણાવ્યા પ્રમાણે નાઇરોબી વિષે કહેવામાં આવતું કે ત્યાં ફક્ત સિંહ, ચિત્તા, ગેંડો, જિરાફ, ઝેરી સાપ અને અનેક જાતના પશુઓ વસે છે. મસાઈ લોકો જ્યારે તેઓના ઢોરઢાંકને ચારીને વહેતી નદીમાં પાણી પાવા આવતા ત્યારે એકલા એટૂલા સમાજો એ જોઈને રાજીના રેડ થઈ જતા. તેઓ નદીને ઉઆશો નાઇરોબી કહે છે જેનો અર્થ “ઠંડું પાણી” થાય છે. એને એ જગ્યાને ઇનકારે નાઇરોબી કહે છે. જેનો અર્થ ઠંડા પાણીની જગ્યા થાય છે. આ જગ્યાના નામથી કેન્યા સાવ બદલાઈ ગયું.

નાઇરોબી શહેર બંધાયું એ પહેલાં ત્યાં રેલવે લાઈન નાખવામાં આવી હતી. એ કેન્યન રેલવે લઈને પહેલાં લૂનેટિક એક્સ્પ્રેસ કહેવામાં આવતી. * કેન્યામાં બ્રિટિશ રાજ હતું. મૉમ્બાસા કેન્યાનું મુખ્ય બંદર હતું. તેથી મજૂરો મૉમ્બાસાથી નાઇરોબી ૫૩૦ કિલોમિટર લાંબી રેલવે લાઈન નાખવા લાગ્યા. લગભગ ૧૮૯૯ના જૂનની આખર સુધી મજૂરોએ એ લાઈન નાખી લીધી. મજૂરો મૉમ્બાસાથી એ લાઈન નાખતા નાખતા મોટી ખાડી સુધી પહોંચ્યા ત્યારે તેઓ સામે મુસીબત ઊભી થઈ. તેઓ ‘સાવો’ પાર્ક પાસે પહોંચ્યા ત્યારે ‘બે સિંહે’ મજૂરોનો શિકાર કર્યો. એ ઉપરાંત ગ્રેટ રિફટ વેલીની જમીન પર રેલ પટા બેસાડવાનું કામ ખૂબ અઘરું હતું. તેઓ માટે એ લાઈન નાખવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. મજૂરો માટે રહેવા અને રેલવેનો સામાન રાખવાનો ડૅપો બાંધવા મૉમ્બાસા સારી જગ્યા ન હતી. એની સરખામણીમાં નાઇરોબી પણ એટલું હરિયાળું ન હતું. તોપણ એ મૉમ્બાસા કરતાં સલામત જગ્યા હતી. એ કારણથી સમય જતાં નાઇરોબી કેન્યાનું પાટનગર બન્યું.

ઓગણીસમી સદી શરૂ થઈ અને કેન્યા, ઈસ્ટ આફ્રિકા પ્રોટેકટ્રેટ નામથી ઓળખાતું. નાઇરોબીને રાજધાની પણ બનાવ્યું. નવું શહેર ઊભું કરવા સારી તૈયારીની જરૂર હતી. એને બદલે લોકો મન ફાવે તેમ સ્ટેશનની આજુબાજુ લાકડાં, પતરાં અને ઘાસ જેવી વસ્તુથી ઘરો બાંધીને રહેવા લાગ્યા. એ જોઈને કોઈને માનવામાં ન આવતું કે નાઇરોબી, રાજધાની છે. એ તો સાવ ઝૂંપડપટ્ટી જેવું દેખાતું હતું. તેમ જ જંગલી જનાવરો તેઓની આજુબાજુ વસતા હોવાથી લોકોનું જીવન ભયમાં હતું.

એટલું જ નહિ પણ આ નવા શહેરમાં રહેવા આવેલા લોકોને બીમારીઓ શિકાર કરવા લાગી. એ દેશની નવી સરકાર સામે રોગચાળો ફુફવાડા મારતો હતો. સરકારે શું કર્યું? જે વિસ્તારમાં રોગ ફાટ્યો હતો એને બાળી નાખ્યો. જેથી બીજી બાજુ રોગ ફેલાય નહિ! એના પછીના પચાસ વર્ષમાં ધીમે ધીમે નાઇરોબીનું રૂપ જ બદલાવવા લાગ્યું. વેપાર ધંધો ફાલ્યો. એમાં દરેક પ્રકારના લોકો વસવા લાગ્યા. હવે ઈસ્ટ આફ્રિકામાં નાઇરોબી સૌથી મહત્વનું શહેર બન્યું.

આધુનિક શહેરની રચના

નાઇરોબી સમુદ્રની સપાટીથી ૧,૬૮૦ મીટર ઊંચાઈએ આવેલું છે. ઉચ્ચપ્રદેશ પરથી નીચે ચારેબાજું નજર કરો તો તમને સુંદર દૃષ્યો જોવા મળે છે. દિવસે જો વાદળાં ઘેરાયા ન હોય તો તમે આફ્રિકાના બે પર્વતો જોઈ શકો. નાઇરોબીની ઉત્તરમાં માઉન્ટ કેન્યા છે. એ કેન્યામાં સૌથી ઊંચો પર્વત છે. નાઇરોબીની દક્ષિણમાં કેન્યા-ટાન્ઝાનિયાની બૉડર પર કિલિમાંજારો પર્વત છે. જેની ઊંચાઈ લગભગ ૫,૧૯૯ મીટર છે. એ આફ્રિકાનો સૌથી ઉચ્ચો પર્વત છે. કિલિમાંજારો ભૂમધ્યરેખા પર આવેલો છે. છતાં એની ટોચ પર બારેમાસ બરફ જામેલો હોય છે. આજથી લગભગ એકસો પચાસ વર્ષ પહેલાં એ જોઈને યુરોપના ભૂગોળશાસ્ત્રીઓ નવાઈ પામ્યા હતા.

નાઇરોબી શહેર બન્યું એના પચાસેક વર્ષ પછી એનું રૂપ સાવ જ બદલાઈ ગયું. આજે તમને બધે જ કાચ અને સ્ટીલના બનેલા ઊંચા ઊંચા બિલ્ડિંગો જોવા મળે છે. સૂરજ આથમે તો એનો પ્રકાશ એ બિલ્ડિંગો પર પડે છે. એ ખરેખર સુંદર દેખાય છે. આજે નાઇરોબીના બિઝનેસ વિભાગમાં જઈએ તો, માનવામાં ન આવે કે સોએક વર્ષ પહેલાં ત્યાં જંગલી પશુઓ જ વસતાં હતાં.

આજે બધું જ બદલાઈ ગયું છે. નાઇરો- બીમાં બુગન્વિલિઅ જેવા અજોડ ફૂલો અને વૃક્ષો જોવા મળે છે. તેમ જ જૅકરૅન્ડે વૃક્ષ પર સુંદર ફૂલો, નિલગિરી અને વૉટલ પુષ્કળ જોવા મળે છે. ત્યાં પહેલાં ધૂળ ઊડતાં કાચા અને સાંકડા રસ્તાઓ જ હતા. હવે ધીમે ધીમે ત્યાં પાક્કા રસ્તા બન્યા અને એની બને બાજુ ઝાડો પણ વાવ્યાં. એનાથી હવે લોકોને ઉનાળામાં સરસ છાંયડો મળે છે. સિટિની બાજું આર્બરીટમ જોવા મળે છે. એ એક સુંદર મજાનો બગીચો છે, જેમાં લગભગ ૨૭૦થી વધારે જુદી જુદી જાતનાં ઝાડો જોવા મળે છે. એ જોઈને આપણે એક લેખકે નાઇરોબી વિષે લખ્યું: “એવું લાગે છે કે જંગલની વચોવચ્ચ નાઇરોબી શહેર રચવામાં આવ્યું છે.” નાઇરોબીના વિસ્તારમાં લીલીછમ વનસ્પતિ હોવાથી ત્યાં દિવસે ગરમી અને રાત્રે સરસ મજાની ઠંડક હોય છે.

અનેક નાત-જાતના લોકો

ફૂલ મધમાખીને આકર્ષે તેમ નાઇરોબી પણ અનેક જાતિના લોકોને ખેંચે છે. આજે એ શહેરમાં ૨૦ લાખથી વધારે વસ્તી છે. ત્યાં ટ્રેનની વ્યવસ્થા થઈ હોવાથી ઘણા લોકો રહેવા લાગ્યા. કેન્યામાં રેલવે લાઈન નાખીને ભારતીય મજૂરો પણ ત્યાં રહેવા લાગ્યા. પછી તેઓ વેપાર ધંધો કરવા લાગ્યા. આ રીતે આખા દેશમાં ધંધો ફૂલ્યો ફાલ્યો. પછી બીજા વેપારીઓ ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને આફ્રિકાના અનેક દેશોથી આવ્યા. તેઓ ભારતીઓની જેમ ધંધો કરવા લાગ્યા.

નાઇરોબીમાં અનેક જાતિના લોકો રહે છે. રસ્તામાં તમને ભારતી મહિલા સાડી પહેરીને શોપીંગ કરતી જોવા મળશે. પાકિસ્તાની એંજિનિયર ભાગદોડ કરીને બાંધકામ પર જતા જોવા મળશે. વિમાનમાં કામ કરતો યુનીફૉમ પહેરેલો નેધરલૅન્ડઝનો વ્યક્તિ હૉટલમાં આવતો જોવા મળશે. અથવા જાપાનથી નાઇરોબી આવેલો વેપારી શેર બજારમાં રાખેલી મિટિંગમાં પહોંચવા ભાગદોડ કરતો જોવા મળશે. ત્યાંના લોકો બસની રાહ જોતા જોવા પણ મળશે. ત્યાંના મૂળ રહેવાસીઓ ઑફિસમાં, કારખાનામાં કામ કરતા જોવા મળશે. તેમ જ દુકાન ચલાવતા, રસ્તા પર સ્ટોલ ખોલીને કે માર્કિટમાં ધંધો કરતા પણ જોવા મળશે.

ગજબની વાતો તો એ છે કે, જેઓ નાઇરોબીમાં વસે છે એમાંથી ફક્ત થોડા જ લોકો “અસલી નાઇરોબીના વતની છે.” મોટે ભાગે, ઘણા લોકો બીજા દેશોમાંથી ત્યાં પૈસા કમાવવા આવ્યા છે. આમ તો નાઇરોબીમાં રહેતા બધા જ લોકો પ્રેમથી હળીમળીને રહે છે. એ કારણથી દુનિયાને ચારે ખૂણેથી લોકો ત્યાં વેપાર ધંધો કરવા આવે છે. એ જ કારણથી યૂનાઇટેડ નેશન્સ વાતાવરણ કાર્યક્રમનોની હેડ ઑફિસ નાઇરોબીમાં રાખવામાં આવી છે.

બહારથી લોકો કેમ આવ્યા?

કેન્યા મોટો દેશ છે. એમાં અનેક પ્રકારનાં જંગલી પશુઓ રહે છે. એમાં ઘણા નેશનલ પાર્ક પણ છે. એ કારણથી દર વર્ષે હજારો ને હજારો લોકો ત્યાં સફારીમાં જાય છે. નાઇરોબીમાં ઘણી જ ટૂરિસ્ટ કંપનીઓ છે. તેઓ ટૂરિસ્ટોને ત્યાંથી નેશનલ પાર્કમાં ફરવા લઈ જતા હોય છે. તેમ જ ટૂરિસ્ટો માટે નાઇરોબી પણ જોવા લાયક સ્થળ છે. નાઇરોબી જેવા દુનિયામાં બહુ જ ઓછા શહેરો છે. ત્યાં તમારા ઉંબરા આગળ જ જંગલી પશુઓ ફરતા જોવા મળે છે. શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર નાઇરોબી નેશનલ પાર્ક આવેલો છે. એ ટૂરિસ્ટો માટે સ્વર્ગ જેવું સ્થળ છે. * અહીં તમારી નજર સામે તમને જંગલી પશુઓ જોવા મળશે. તમે માનશો નહિ પણ ૨૦૦૨ના સપ્ટેમ્બરમાં મોટો દીપડો જંગલમાંથી ફરતો ફરતો કોઈના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાંથી તે પકડાયો હતો!

નાઇરોબી સીટી સેન્ટરથી થોડે દૂર મ્યૂઝીયમ આવેલું છે. કેન્યાના ઇતિહાસ વિષે શીખવા દરરોજ અગણિત લોકો ત્યાં આવે છે. એ મ્યૂઝીયમમાં સાપનો બાગ છે જ્યાં તમે સાપ, પેટે ચાલનારા પ્રાણીઓ અને મગર પણ જોવા મળે છે. જોકે લોકોની મગરને જરાય પરવા નથી. બાજુમાં કાચબો ધીમે ધીમે ફરે છે. આજુબાજુમાં એટલી બધી ભાગદોડ થતી હોવાથી એવું જ લાગે કે જાણે કાચબો જરાય હલતો નથી. નાગ, અજગર અને ઝેરી સાપ તો કાયમ મ્યૂઝીયમમાં રહે જ છે. આવા પશુઓ ત્યાં હોવાથી લેખિત ચેતવણી છે: “છેડશો તો મરશો!”

જુદા જ પ્રકારનું પાણી

એ શહેરમાંથી જે નદી વહે છે એનું નામ નાઇરોબી પાડવામાં આવ્યું છે. પણ દુઃખની વાત છે, એ નદીમાં કારખાનાનો કચરો, રસોડા અને ટૉયલેટનાં ગંદા પાણીનો નિકાલ થાય છે. તેમ છતાં યહોવાહના સાક્ષીઓ વર્ષોથી નાઇરોબીમાં રહેતા લોકોને બાઇબલમાંથી જીવનનું “પાણી” પહોંચાડી રહ્યા છે.—યોહાન ૪:૧૪.

નાઇરોબી આજે જેટલું મહત્ત્વનું શહેર છે, એટલું ૧૯૩૧માં પહેલાં ન હતું. તે સમયે બે ભાઈઓ ફ્રેન્ક અને ગ્રે સ્મિથ દક્ષિણ આફ્રિકાથી કેન્યા આવ્યા હતા. તેઓ બાઇબલનો પ્રચાર કરવા ગયા હતા. મોમ્બાસાથી જે રેલવે લાઈન જતી હતી, એ લઈને તેઓ પ્રચાર કરતા કરતા ફર્યા. તેઓ માટે એ કંઈ સહેલું ન હતું. ઘણી વાર રાત્રે તેઓ જ્યાં સૂતા હતા એની બાજુમાં જ જંગલી પશુઓ પણ ફરતાં હતાં. નાઇરોબીમાં આ બે ભાઈઓએ ઈશ્વરનો સંદેશો જણાવતી ૬૦૦ પુસ્તિકાઓ અને બીજી કેટલીક પુસ્તકો પણ લોકોને આપી હતી. આજે નાઇરોબીમાં લગભગ ૫,૦૦૦ યહોવાહના સાક્ષીઓ છે. તેઓ ૬૧ મંડળોમાં સાથે મળીને યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરે છે. તેઓ અવારનવાર નાના-મોટા સંમેલન રાખે છે. એવા સંમેલનમાં ઘણી વાર બહારથી પણ ઘણા લોકો આવતા હોય છે. તેઓના પ્રચાર કાર્યથી યહોવાહના સાક્ષીઓ નાઇરોબીમાં સારી રીતે જાણીતા છે. એમાંથી ઘણા જ લોકો બાઇબલમાંથી ઈશ્વરનું સત્ય શીખી શક્યા છે. પછી તેઓ પણ યહોવાહના ભક્તો બન્યા છે.

આશાનો દીવો

એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકાનું કહેવું છે: ‘બધા જ શહેરોમાં જ્યાં ઉદ્યોગ કે કારખાના હોય છે ત્યાં હવા-પાણી બગડી જાય છે અને એ જગ્યામાં ઘરોની કાયમ અછત રહેતી હોય છે.’ નાઇરોબી વિષે પણ એ સાચું છે. દરરોજ ગામડાઓમાંથી લોકો નાઇરોબીમાં રહેવા આવતા હોય છે. તેથી દિવસે દિવસે ત્યાં ઘરોની અછત વધવાની શક્યતા છે. એક સમયે નાઇરોબી હીરા જેવું ચમકતું. પણ ધીરે ધીરે એ બદલાઈ રહ્યું છે.

જોકે આનંદની વાત તો એ છે કે હવે બહુ જ જલદી ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવશે. પછી લોકો સુખ-શાંતિથી જીવી શકશે. સાચે જ ત્યારે જીવન, જીવવા જેવું હશે.—૨ પીતર ૩:૧૩. (g04 11/8)

[ફુટનોટ્‌સ]

^ કેન્યામાં કઈ રીતે રેલવે લાઈન નાખવામાં આવી એ જાણવા, સપ્ટેમ્બર ૨૨, ૧૯૯૮ના અવેક!ના પાન ૨૧-૪ પર “ઈસ્ટ આફ્રિકન લૂનેટિક એકસ્પ્રેસ” લેખમાં જોવા મળશે.

^ જૂન ૮, ૨૦૦૩નું અવેક! પાન ૨૪-૭ જુઓ.

[પાન ૧૬ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

નાઈરોબી

[પાન ૧૮ પર ચિત્ર]

કિલિમાંજારો પર્વત

[પાન ૧૮ પર ચિત્ર]

માઉન્ટ કેન્યા

[ક્રેડીટ લાઈન]

Duncan Willetts, Camerapix

[પાન ૧૮ પર ચિત્ર]

માર્કિટ

[પાન ૧૯ પર ચિત્ર]

ફ્રેન્ક અને ગ્રે સ્મિથ ૧૯૩૧માં

[પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Crispin Hughes/Panos Pictures