યુવાનોને એની જ જરૂર છે!
યુવાનોને એની જ જરૂર છે!
યુવાન હોય કે વૃદ્ધ, દરેક લોકો વર્ષોથી પ્રશ્નો જે યુવાનો લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક વાંચે છે. તેઓના કહેવા મુજબ આ પુસ્તકની યુવાનોને ખાસ જરૂર છે. મૅક્સિકોના સિનેલોઆ રાજ્યની પંદરેક વર્ષની એક છોકરીએ પોતાના મિત્રો માટે આ દસ પુસ્તકો મંગાવ્યા. તેણે કહ્યું, ‘હું યહોવાહની સાક્ષી નથી છતાં, મને આ પુસ્તક ખૂબ જ ગમ્યું. મને યહોવાહના સાક્ષીઓ પ્રત્યે ઊંડું માન છે.’
તે આગળ કહે છે: “મારા એવા ઘણા મિત્રો છે કે જેઓને પોતાના જીવન વિષે ઘણા પ્રશ્નો છે. મેં તેઓને આ પુસ્તક બતાવ્યું તો તેઓને એ બહુ ગમી ગયું. આ પુસ્તક બહુ જ સરસ છે. એમાં યુવાનો જાણવા ચાહે એવા બધા વિષયોની ચર્ચા કરવામાં આવી છે.” તેણે ઉનાળાનું વેકેશન શરૂ થાય એ પહેલાં આ પુસ્તકો મોકલવાની વિનંતી કરી.
યુવાન લોકો પૂછે છે પુસ્તકમાં ૩૯ પ્રકરણો છે. એમાં આવા પ્રશ્નો પણ આવરવામાં આવ્યા છે: “મારા માબાપ મને વધુ સ્વતંત્રતા આપે એવું હું કઈ રીતે કરી શકું?” “હું ખરા મિત્રો કઈ રીતે બનાવી શકું?” “લગ્ન પહેલાની જાતીયતા વિષે શું?” અને “હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું?” તમે પણ આ ૩૨૦ પાનાના પુસ્તક વિષે વધુ માહિતી મંગાવી શકો. એ માટે તમે નીચે આપેલી કૂપન ભરી પાન ૫ પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો. (g04 10/8)
□ મને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક વિષે વધુ માહિતી જોઈએ છે.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).