સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

દુઃખો હું ચૌદ વર્ષનો છું. અમુક સમય પહેલાં મારા દાદા ગુજરી ગયા, પછી ફોઈ. “યુવાનો પૂછે છે . . . પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?” લેખ મેં વાંચ્યો. (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૪) એ માટે ઘણો આભાર. આ લેખ વાંચીને મને ખૂબ જ દિલાસો મળ્યો. મને ખબર છે કે તેઓના મરણમાં ઈશ્વરનો નહિ, પણ શેતાનનો વાંક છે. શેતાન જાણે છે કે થોડા સમય પછી, યહોવાહ તેનો નાશ કરશે. મારી પ્રાર્થના છે કે તમે કાયમ આવા લેખો લખતા રહો.

બી.બી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

અમુક સમય પહેલાં, હું જે છોકરી સાથે લગ્‍ન કરવાનો હતો તે કાર ઍક્સિડન્ટમાં ગુજરી ગઈ. એ મારા માટે, તેના મમ્મી-પપ્પા અને અમારા મંડળના ભાઈ-બહેનો માટે કારમો ઘા હતો. પણ એ દુઃખ સહેવા યહોવાહે મને સાથ આપ્યો છે. આ બીના બની એ જ સમયે આ લેખ આવ્યો હતો: “પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?” એ લેખથી મને બહુ જ દિલાસો મળ્યો છે.

આઈ.ડી., જર્મની

આ લેખ મળ્યો ત્યારે મને એ વાંચવાની જરાય ઇચ્છા ન હતી. એ જોઈને જ મને થયું કે એ વાંચવાથી હું બહુ જ ડિપ્રેસ થઈ જઈશ. કેમ કે બે વર્ષ પહેલાં મારો મોટો ભાઈ ગુજરી ગયો હતો. આટલા સમય પછી પણ મને હજી બહુ જ દુઃખ લાગે છે. પરંતુ, આ લેખ વાંચીને મને યાદ આવ્યું કે યહોવાહ પ્રેમાળ પિતા છે. તે કોઈને દુઃખ દેતા નથી. એનાથી મારું દુઃખ ઓછું થયું. રોજ બદલાતી આ દુનિયામાં ટકી રહેવા મને આ લેખથી બહુ હિંમત મળી છે. આવી અમૂલ્ય માહિતી માટે ઘણો આભાર. (g05 1/8)

એસ.એચ., જાપાન

છોકરીનો બદસૂરત ચહેરો “મિલેનનો નવો ચહેરો” (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૪) લેખમાં મેં વાંચ્યું કે તે અગિયાર વર્ષની છે. તેને આટલું દુઃખ હોવા છતાં તે બીજા લોકો સાથે બાઇબલ વિષે વાત કરે છે. એ વાંચીને મને ખૂબ જ હિંમત મળી.

એમ. બી., ઇટાલી

મિલેનને આવી બીમારી છે તોપણ તેનું કુટુંબ હિંમત હાર્યું નથી. એનાથી મને બહુ જ આનંદ થાય છે. કેમ કે આજે દુનિયા ફક્ત લોકોના દેખાવ પર જ ભાર આપે છે. હું જાણું છું કે મિલેન સુંદર ફૂલ જેવી છે. મારી આશા છે કે નવી દુનિયામાં જ્યારે યહોવાહ તેને નવો ચહેરો આપે ત્યારે હું એ જોઈ શકીશ. તેની શ્રદ્ધાથી મારી શ્રદ્ધા પણ મજબૂત થઈ છે.

એમ. એસ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

સ્તનમાં કૅન્સર હોવાથી થોડા વખતમાં જ મારે ઑપરેશન કરાવવું પડશે. એ સાંભળીને મારું હૈયું કાંપી ઊઠ્યું. પણ મિલેનના અનુભવથી મને શક્તિ મળી. મિલેનને હું એ જ કહીશ કે “તું ફૂલ જેવી સુંદર લાગે છે.”

જી.આર., ફ્રાન્સ

મારો જન્મ થયો ત્યારે મારા ઉપરના હોઠમાં ખામી હતી. હું સ્કૂલમાં જતો ત્યારે છોકરાઓ મારી સામે જોયા કરતા. તેઓ વિચાર કરતા કે મારા હોઠને શું થયું છે? અમુક છોકરાઓ તો મારા પર થૂંકતા. મારી મમ્મીએ મને બાઇબલમાંથી શીખવ્યું કે હિંમત હારીશ નહિ. એનાથી મને હિંમત મળી. અત્યારે હું ૩૧ વર્ષનો છું. અને હજી અમુક વાર મને શરમ આવે છે. પણ મિલેનના ઉદાહરણથી મને ઉત્તેજન મળ્યું છે. હું જાણું છું કે આપણા પર કોઈ પણ તકલીફ આવે ત્યારે યહોવાહ તેમની શક્તિથી આપણને સહન કરવા મદદ કરશે.

ટી.એસ., જાપાન

મિલેનના દાખલામાંથી હું શીખી કે દેખાવ જ બધું નથી. ખરી ખુશી તો યહોવાહની ભક્તિ કરવાથી મળે છે. મિલેનનો દાખલો હું કદી ભૂલીશ નહિ. (g05 3/8)

એ.ટી., ફિલિપ્પીન્સ