સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાહની તન-મનથી ભક્તિ કરવા જેવું બીજું કંઈ જ નથી!’

‘યહોવાહની તન-મનથી ભક્તિ કરવા જેવું બીજું કંઈ જ નથી!’

‘યહોવાહની તન-મનથી ભક્તિ કરવા જેવું બીજું કંઈ જ નથી!’

અમેરિકામાં મોટા ભાગે યુવાનિયાઓ ૧૮ વર્ષના થાય ત્યારે હાઈસ્કૂલ પૂરી કરે છે. પછી તેઓ પૈસા પાછળ દોડવા લાગે છે. પણ ડેવિડ એવો ન હતો. તે તેના દોસ્ત સાથે ઇલિનોઈ, અમેરિકાથી ડોમિનિકન પ્રજાસત્તાકમાં સપ્ટેમ્બર ૨૦૦૩માં રહેવા ગયો. * જેથી ડેવિડ અને તેનો દોસ્ત ત્યાં બાઇબલનો પ્રચાર કરી શકે. સૌપ્રથમ ડેવિડે સ્પેનિશ ભાષા શીખવાનો નિર્ણય કર્યો. તે યહોવાહના સાક્ષીઓના નાવાસ મંડળમાં સેવા આપવા જોડાયો. એ મંડળના ભાઈ-બહેનોએ તેનો પ્રેમથી આવકાર કર્યો. એ મંડળના વડીલ વાન કહે છે: ‘ડેવિડ બહુ જ મહેનતુ હતો. તેને કોઈ કામ કરવામાં કદી શરમ ન આવતી. ભાઈ-બહેનોને મદદ આપવા તે કાયમ હાજર રહેતો. એ કારણથી તેઓને ડેવિડ બહુ ગમતો.’

ડેવિડને ડોમિનિકનમાં પ્રચાર કરવાની બહુ મજા આવતી હતી. તેણે તેના દોસ્તને લખ્યું હતું: ‘અહીંયા પ્રચાર કરવાની મને બહુ જ મજા આવે છે. એ છોડીને ઘરે આવવાનું મન પણ થતું નથી. મોટે ભાગે દરેક વ્યક્તિ સાથે હું વીસેક મિનિટ બાઇબલ વિષે વાત કરું છું કેમ કે તેઓ સાંભળવા બહુ ઉત્સુક છે. તેઓને બાઇબલ માટે ઊંડું માન છે. હું અત્યારે છ જણ સાથે બાઇબલ સ્ટડી કરું છું. અમારા મંડળમાં ૩૦ ભાઈ-બહેનો છે. તોપણ એક મિટિંગમાં ૧૦૩ જણા આવ્યા ડોમિનિકનમાં હજી ઘણા લોકોને પ્રચાર કરવાનો બાકી છે.’

પણ દુઃખની વાત છે કે એપ્રિલ ૨૪, ૨૦૦૪માં ડેવિડ અને તેના એક દોસ્તનું એક્સિડન્ટ થયું. એમાં તેઓ બંને ગુજરી ગયા. તેઓ એક જ મંડળમાં સેવા આપતા હતા. ડેવિડની એક ઇચ્છા હતી કે ડોમિનિકનના બધા જ લોકો યહોવાહને ઓળખે. તે ઘણી વાર અમેરિકામાં રહેતા તેના દોસ્તોને જણાવતો કે ‘ડોમિનિકનમાં આવો. તમને પણ અહીં પ્રચાર કરવાની બહુ જ મજા આવશે.’ તેણે એક બહેનને કહ્યું હતું, ‘તમે અહીં એક વાર આવશો પછી ઘરે જવાનું મન જ નહિ થાય.’

ડેવિડના પપ્પા કહે છે: “ડેવિડ ડોમિનિકન પ્રજાસત્તાક ગયા પછી સાવ બદલાય ગયો હતો. એક વાર તેના દોસ્તે તેને કહ્યું, ‘ચાલ આપણે બરફ પર કરવા જઈએ. ડેવિડે પૂછ્યું કેટલા પૈસા થશે? તેના દોસ્તે કહ્યું અમુક ડૉલર થશે. પણ એ જાણીને ડેવિડ ચમકી ગયો. તેણે કહ્યું આટલા બધા પૈસા! આટલા પૈસાથી તો હું ડોમિનિકનમાં લગભગ પાંચ સુધી રહી શકું.’”

ડેવિડ પ્રચાર માટે બહુ જ ઉત્સાહી હતો. મંડળના ભાઈ-બહેનો પર પણ ઊંડી અસર થઈ હતી. એક બહેન કહે છે: ‘મેં જ્યારે સાંભળ્યું કે ડેવિડને ત્યાં બહુ જ મજા આવે છે, ત્યારે મને થયું કે મારે પણ તેની જેમ પ્રચારમાં ભાગ લેવો જોઈએ. ડેવિડના મરણથી મને સવાલ થયો કે, જો હું કાલે મરી જાઉં, તો શું ભાઈ-બહેનો મારા વિષે એમ કહેશે કે આ બહેન પણ ડેવિડની જેમ પ્રચારમાં બહુ ઉત્સાહી હતી?’

ડેવિડનું કુટુંબ યહોવાહના સાક્ષીઓ છે. તેણે જે રીતે યહોવાહની સેવા કરી એનાથી તેઓના દિલમાં અનેરો આનંદ થાય છે. (સભાશિક્ષક ૧૨:૧) તેઓ જાણે છે કે થોડા સમય પછી યહોવાહ ડેવિડને સજીવન કરશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૧-૪) તેઓને હજી યાદ છે કે ડેવિડે એક વાર શું કહ્યું હતું: ‘મારી એ જ ઇચ્છા છે કે દરેક યુવાનો જરૂર છે ત્યાં પ્રચાર કરવા જાય. એમ કરવાથી તેઓ પણ મારા જેવો જ આનંદ અનુભવી શકશે. યહોવાહની તન-મનથી ભક્તિ કરવા સીવાય દુનિયામાં બીજું કંઈ જ નથી!’ (g05 1/8)

[ફુટનોટ]

^ ડેવિડની જેમ ઘણા યહોવાહના સાક્ષીઓ પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં પ્રચાર કરવા ગયા છે. જેથી યહોવાહ પરમેશ્વરને ઓળખતા નથી તેઓને બાઇબલનું સત્ય જણાવી શકે. એ માટે કેટલાક તો બીજી ભાષા પણ શીખે છે. લોકોને ઈશ્વરનું સત્ય શીખવવા તેઓ કોઈ પગાર લેતા નથી. ડોમિનિકન પ્રજાસત્તાકમાં અત્યારે લગભગ ૪૦૦ ભાઈ-બહેનો આ રીતે પોતાની મરજીથી સેવા આપી રહ્યા છે.