સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

બાળકોને વાંચવાની આદત પાડો

મૅક્સિકાના એક છાપામાં ભાષા અને મગજની નિષ્ણાંત બિટ્રીસ ગોન્ઝાલેઝે ઑરટને કહ્યું: ‘જો માબાપને વાંચવાની સારી આદત હશે તો, તેઓના બાળકોમાં પણ એવી જ ટેવ પડશે. કેમ કે તેઓ ઝડપથી શીખી શકે છે. તેઓ સ્વર કે વ્યંજનને ઓળખતા થાય એ પહેલાં તેઓને વાંચવાનું ઉત્તેજન આપવું જોઈએ. દાખલા તરીકે, તેઓને ખોળામાં લઈને વાર્તા વાંચવી જોઈએ. એમ કરવાથી તેઓની કલ્પનાશક્તિમાં વિકાસ થાય છે.’ વાંચવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? એના વિષે એ છાપાએ કહ્યું: ‘સાથે બેસીને વાંચો. તેઓને પાનું ફેરવવા દો. તેઓ વચ્ચે ઊભા થાય તો થવા દો. પ્રશ્નો પૂછવા દો. તેઓના પ્રશ્નોના જવાબ આપો. તેઓને વાર્તાના પાત્રો કે વસ્તુ વિષે પૂછો. તેઓ જે વાંચે છે એ કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકાય એ સમજાવો.’ (g05 1/8)

મરચાંના નામથી હાથી ભાગે

આફ્રિકામાં સફારી પાર્કના રખેવાળો અને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી હાથીઓના કારણે ‘તકરારો’ થઈ છે. શા માટે? કારણ કે હાથીઓ પાર્કમાંથી નાસી જઈને પાકને નુકસાન કરતા હતા. હાથીઓ પાકને નુકશાન ન કરે માટે રખેવાળો પાર્કની ફરતે વાડ બાંધતા અને ઠેકાણે ઠેકાણે આગ લગાડતા. તેમ જ ઢોલ-નગારાં પણ વગાડતા. તોપણ હાથીઓ પાર્કમાંથી વારંવાર નાસી જઈને પાકનું નુકશાન કરતા. એટલું જ નહિ પણ લોકોને પગ નીચે કચડીને મારી નાખતા. એવું ન થાય માટે પાર્કના રખેવાળોએ ઇલાજ શોધી કાઢ્યો છે. હાથીઓને પાર્કમાં રાખવા માટે તેઓએ પાર્કની ચારેબાજું મરચાં રોપ્યા. તેથી હાથીઓ અંદર જ રહે છે એવું દક્ષિણ આફ્રિકાનું ધ વિટનેસ્‌ નામનું છાપું જણાવે છે. હાથીઓને “મરચાંની ગંધ જરાય પસંદ ન હોવાથી” તેઓ એની વાડ ઓળંગતા નથી. એનાથી ઘણા ફાયદા થયા. હવે રખેવાળોને “હાથીઓ પાછળ દોડા-દોડ કરીને તેઓને પાર્કમાં પાછા ધકેલવા પડતા નથી.” તેમ જ ખેડૂતોના પાકનું નુકશાન પણ હવે થતું નથી. એટલું જ નહિ પણ રખેવાળને મરચાંથી સારી આવક મળે છે. (g05 1/8)

વૃદ્ધો બોજરૂપ નથી

ઑસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેમીલી સ્ટડીએ રિપોર્ટ બહાર પાડ્યો કે, ‘વૃદ્ધો પર જે ખર્ચ કરવામાં આવે છે એની ગણતરી કરવી ન જોઈએ. એના બદલે, તેઓના લીધે થતા ફાયદા અને બચત પર ધ્યાન આપીએ. એ ખૂબ જ મહત્ત્વનું છે. કેમ કે ઘરડા લોકો જે કામ કરે છે એનો પગાર લેતા નથી. તેઓ સમાજને એવી મદદ અને ટેકો આપે છે કે જે કામ પર રાખેલી વ્યક્તિઓ પણ આપી શકતી નથી.’ એ આગળ બતાવે છે કે, “ઑસ્ટ્રૅલિયામાં ૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકો જે રીતે મદદ કરે છે એનાથી દર વર્ષે [સમાજને] ૩૯ અબજ ડૉલરનો ફાયદો થાય છે.” તેઓ કેવી મદદ આપે છે? જેમ કે બાળકોની સંભળ રાખવી. ઘરડા બીમાર થાય ત્યારે તેઓની દેખરેખ રાખવી. એમાં ઘર કામ કરવાનો પણ સમાવેશ થાય છે. એ બધું કરવા તેઓને કોઈ પગાર આપતું નથી. તેઓ વિષે લેખકો કહે છે, ‘ઘરડા લોકો જે કંઈ કરે છે એનાથી કુટુંબને જ નહિ પણ સમાજને લાભ થાય છે.’ શું આવી મદદનું મૂલ્ય આંકી શકાય? (g05 1/8)

એઈડ્‌સમાં વધારો

ધ વોલ સ્ટ્રીટ જર્નલ અમેરિકાનું છાપું કહે છે કે ૨૦૦૩માં પચાસ લાખ લોકોને એઈડ્‌સ થયો હતો. એમાં આગળ જણાવે છે: “આજથી વીસ વર્ષ પહેલા એઈડ્‌સને શોધી કાઢવામાં આવ્યો હતો. એના દર્દીઓનો આંકડો આજે સૌથી મોટો છે. વિકસિત દેશોમાં એચઆઈવી વિરુદ્ધ લડત આપવામાં આવી રહી છે. તોપણ, દર વર્ષે લાખો લોકો એનો શિકાર બની રહ્યા છે.” યુનાઈટેડ નેશન્સ અને બીજા ગ્રૂપો એઈડ્‌સ વિરુદ્ધ જે કાર્યક્રમ ચલાવે છે એના અહેવાલ પ્રમાણે દર વર્ષે લગભગ ૩૦ લાખ લોકો એઇડ્‌સના લીધે મરણ પામે છે. વર્ષ ૧૯૮૧માં પહેલી વાર આ રોગને શોધી કાઢવામાં આવ્યો હતો. એ રોગથી આજ સુધી બે કરોડ લોકો મરણ પામ્યા છે. યુએન એજન્સીના અંદાજ પ્રમાણે તાજેતરમાં ૩.૮ કરોડ લોકોને એચઆઈવીનો ચેપ લાગ્યો છે. આખી દુનિયામાંથી દક્ષિણ આફ્રિકામાં ૨.૫ કરોડ લોકોને એઈડ્‌સ થયો છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ૬૫ લાખ લોકોને ચેપ લાગ્યો છે. એ છાપું કહે છે, “આખા જગતમાં એચઆઈવીના જેટલા નવા કેસો નોંધાય છે એમાંથી લગભગ પચાસ ટકાના લોકો ૧૫થી ૨૪ વર્ષના જ છે.” (g05 2/22)

વૃક્ષોની ઊંચાઈ

લાઝ વેગસ રીવ્યુ-જર્નલ છાપું જણાવે છે, “આખી દુનિયામાં રેડવુડ [દેવદાર] જેવા વૃક્ષો સૌથી ઊંચા છે. પરંતુ, એની પણ હદ હોય છે. પછી ભલે ગમે તેટલું સારું હવામાન કેમ ન હોય તોપણ એની ઊંચાઈમાં પછી વધારો થતો નથી.” દુનિયાના સૌથી ઊંચા વૃક્ષનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જોવા મળ્યું કે સૌથી ઊંચું વૃક્ષ (૧૧૦ મીટર એટલે લગભગ ૩૦ માળની બિલ્ડીંગ જેટલું ઊંચું હતું.) બીજા રેડવુડ જે રીતે વધે છે એના પરથી લાગે છે કે તેઓ લગભગ ૧૩૦ મીટર જેટલાં ઊંચાં થશે. ટોચ પરનાં પાંદળાઓમાંથી પાણી વરાળ થઈને ઊડી જાય તેમ મૂળમાંથી પાણી ઉપર ચડે છે. વૃક્ષો વિષે સંશોધન કરતા લોકોના અંદાજ પ્રમાણે ટોચ સુધી પાણી પહોંચતા ઓછામાં ઓછા ૨૪ દિવસ લાગે છે. પણ પાણીનું વજન વધી જવાથી એ ઉપર ચડી શકતું નથી. તેથી એ વૃક્ષો બહું ઊંચા વધી શકતા નથી. દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું ડોગલેસ ફર નામનું વૃક્ષ છે. જેની ઊંચાઈ લગભગ ૧૨૬ મીટરની છે. (g05 2/22)

પાન્ડાનો ખોરાક

લંડનનું ધ ડેઈલી ટેલિગ્રાફ છાપું કહે છે, “પાન્ડા રીંછ ચીનના જંગલો અને જીવ-જંતુઓનું રક્ષણ કરતી સંસ્થાઓનું ચિહ્‍ન છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે તેઓ નાશ પામી રહ્યા છે. પરંતુ એવું નથી.” પહેલાં એમ પણ માનવામાં આવતું હતું કે ચીનના જંગલમાં ફક્ત ૧,૦૦૦થી ૧,૧૦૦ પાન્ડા છે. વર્લ્ડવાઈડ ફંડ ફોર નેચરે ચીની સરકાર માટે પાન્ડા વિષે ચાર વર્ષનો અભ્યાસ કર્યો. એનાથી જોવા મળ્યું કે જંગલમાં ૧,૫૯૦ કરતાં પણ વધારે પાન્ડા છે. તેઓ પર નજર રાખવા અને તેઓની ગણતરી કરવા સૅટેલાઇટ વાપરવામાં આવે છે. સૅટેલાઇટથી પ્રથમ જંગલના નકશા બનાવવામાં આવ્યા છે. પછી એ વિસ્તારમાં તેઓની શોધખોળ કરવામાં આવે છે. એમ કરવાથી વનના રખેવાળોને સારા પરિણામો મળે છે. ઇંગ્લૅંડના કૅમ્બ્રિજ શહેરમાં વિશ્વના પ્રાણીઓ, વૃક્ષો અને જીવજંતુનું રક્ષણ આપતી સંસ્થાની હેડ ઑફિસ છે. જે વર્લ્ડ કોન્સર્વેશન મૉનીટરીંગ સેન્ટર નામથી ઓળખાય છે. તેઓ ચેતવણી આપતાં કહે છે કે જંગલોમાં બેફામ વાંસ કપાય રહ્યા છે. એ પાન્ડાનો મુખ્ય ખોરાક છે. આ છાપું કહે છે કે “દરેક વાંસમાં ૨૦થી ૧૦૦ વર્ષોમાં એક વાર ફૂલો આવે છે.” એના પરથી જોઈ શકાય છે કે વાંસ ખતરામાં છે. (g05 3/8)

કાચીંડો કઈ રીતે શિકાર કરે છે?

કાચીંડો શિકાર કઈ રીતે કરે છે? તે ઝડપથી સ્પ્રિંગની જેમ જીભ કાઢીને શિકાર કરે છે. એના વિષે ન્યૂ સાયંટિસ્ટ મૅગેઝિન કહે છે: “તેની જીભમાં સ્પ્રિંગ કે ગલોલની રબર જેવી શક્તિ હોય છે.” વૈજ્ઞાનિકો જાણે છે કે કાચીંડાની જીભમાં “એવા સ્નાયુથી ઝડપ વધે છે.” ડચના વૈજ્ઞાનિકોને વિડિયો દ્વારા જાણવા મળ્યું છે કે કાચીંડો મોં ખોલે કે તરત જ ૨૦૦ મિલીસેકંડની “ઝડપે જીભ બહાર નીકળે છે. એ ટેલિસ્કોપ કે દૂરબીનની જેમ મોંમાં સંકેલી લે છે. કાચીંડો શિકાર પકડવાનો હોય ત્યારે વીજળીની જેમ ૨૦ મિલીસેકંડની ઝડપે જીભ બહાર કાઢીને શિકારને મોંમાં લઈ લે છે.” (g05 3/22)