સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આવો, આ પ્રવચન સાંભળો “આપણે કોની આજ્ઞા પાળવી જોઈએ?”

આવો, આ પ્રવચન સાંભળો “આપણે કોની આજ્ઞા પાળવી જોઈએ?”

આવો, આ પ્રવચન સાંભળો “આપણે કોની આજ્ઞા પાળવી જોઈએ?”

આજે લોકોને આજ્ઞા મુજબ રહેવું જરાય ગમતું નથી. તેઓને મન ફાવે એ રીતે જીવવાનું વધારે પસંદ છે. પરંતુ, જાણે-અજાણે આપણે દરરોજ અમુક નિયમો પ્રમાણે જીવીએ છીએ. એવું કઈ રીતે કહી શકીએ? આપણે સરકારના નિયમો પાળીએ છીએ. જો ન પાળીએ તો જીવન ઘણું અઘરું બની જાય, ખરું ને? દાખલા તરીકે, વાહન ચલાવવા માટે આપણે જરૂરી નિયમો પાળીએ છીએ. જો મન ફાવે એમ વાહન ચલાવીએ તો, એનાથી વધારે અકસ્માત થઈ શકે.

પણ માણસો કે સરકાર આપણા પર જુલમ કરે છે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ. એના વિષે બાઇબલ કહે છે, “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) તેથી, સવાલ થાય છે કે આજે આપણે ભરોસો મૂકી શકીએ એવું કોઈ છે? તે કોણ છે? તે કેવી રીતે લોકો પર અધિકાર ચલાવશે? તેમના રાજમાં આપણે કેવી અપેક્ષા રાખી શકીએ? તમે આ સવાલોના ચોક્કસ જવાબ મેળવી શકશો. ક્યાં? યહોવાહના સાક્ષીઓના ધાર્મિક સંમેલનમાં. એનો વિષય છે: “આપણે કોની આજ્ઞા પાળવી જોઈએ?” આ સંમેલન આખી દુનિયામાં આ મહિનાથી શરૂ થશે. અમે ઇચ્છીએ છીએ કે તમે આ સંમેલનમાં આવો. એ ક્યાં રાખવામાં આવ્યું છે? એ જાણવા માટે આ જ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખો. (g05 5/22)