સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાણે કોઈએ એને બનાવ્યો હોય’

‘જાણે કોઈએ એને બનાવ્યો હોય’

‘જાણે કોઈએ એને બનાવ્યો હોય’

શું તમે કદી દૂરબીનથી આકાશગંગા જોઈ છે? કાળી ઓઢણી જેવા આકાશમાં હજારોને હજારો તારા ચમકતા હોય છે. તેઓની વચ્ચે શનિ ગ્રહ છે. એની ફરતે અવકાશી પદાર્થો એટલે કે સુંદર વલયો છે. પહેલી વાર એને જોઈને ઘણા લોકોને નવાઈ લાગી.

ગેલિલિયો નામના ખગોળશાસ્ત્રીએ ૧૬૧૦ની સાલમાં પોતાના હાથે બનાવેલા દૂરબીનથી શનિ ગ્રહ જોયો. દૃશ્ય બહુ સ્પષ્ટ દેખાયું નહિ એના લીધે તેમને એના બે કાન હોય એમ લાગ્યું. વર્ષો વીત્યા તેમ ખગોળશાસ્ત્રીઓ દૂરબીનથી વધારે સારી રીતે જોઈ શક્યા. તેઓએ જોયું કે ગ્રહ ફરતે વલયો છે. ઘણો વાદવિવાદ થયો કે એ વલયો શું છે. શાનાથી બનેલા છે. ઘણા માનતા કે એ પથ્થરના છે. પરંતુ, ૧૮૯૫માં ખગોળશાસ્ત્રીઓને બરાબર ખબર પડી કે એ વલયો કરોડો નાના પથ્થરો ને બરફથી બનેલા છે.

ધ ફાર પ્લેન્ટિસ નામનું પુસ્તક કહે છે: ‘શનિ ગ્રહ ફરતે, પથ્થર ને બરફની સુંદર રીંગો છે. તારા મંડળમાંથી આ ગ્રહ ખરેખર જોવા જેવો છે. આ વલયો ગ્રહના વાયુમંડળથી શરૂ થાય છે. એની પહોળાઈ લગભગ ૪,૦૦,૦૦૦ કિલોમીટર છે. એના પટ્ટાઓની કિનારીઓ વાદળ જેવી છે. પટ્ટા આશરે ૩૦ મીટર પાતળા છે!’ જૂન ૨૦૦૪માં વૈજ્ઞાનિકો કાસીની-હ્યુજીન્સ નામના સેટેલાઈટથી શનિના સેંકડો પટ્ટા વિષે વધુ જાણી શક્યા. તેઓએ એના ફોટા પણ જોયા.

સ્મિથસોનીયન મૅગેઝિન કહે છે: ‘ગણિતમાં ભૂલ ન થાય તેમ, શનિ ગ્રહની રચનામાં કોઈ ભૂલ નથી. એટલો સુંદર લાગે છે કે જાણે કોઈએ એને બનાવ્યો હોય.’ આજે ઘણા માનતા નથી કે ઈશ્વરે વિશ્વને રચ્યું છે. પણ આપણને ખબર છે કે એ અને સર્વ તારામંડળ ઈશ્વરની કરામત છે. હજારો વર્ષો પહેલાં એક ઈશ્વરભક્તે લખ્યું: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૧. (g05 6/22)

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

Background: NASA, ESA and E. Karkoschka (University of Arizona); insets: NASA and The Hubble Heritage Team (STScl/AURA)