સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાગમાં કામ તમારી તંદુરસ્તી માટે સારું!

બાગમાં કામ તમારી તંદુરસ્તી માટે સારું!

બાગમાં કામ તમારી તંદુરસ્તી માટે સારું!

શું તમને બાગમાં કામ કરવું ગમે છે? ઘણાને બાગમાં કામ કરવાનો શોખ હોય છે. લંડનના ધ ઇન્ડીપેન્ડન્ટ ન્યૂઝ પેપરે કહ્યું કે ‘બાગમાં કામ કરવું તંદુરસ્તી માટે સારું છે. ટેન્શન ઓછું થાય છે. બી.પી. લો રહે છે. અરે જીવનને લંબાવી શકે છે.’

લેખક ગે સર્ચ કહે છે કે ‘મગજ પર કામનું ટેન્શન હોય તો, બાગમાં થોડું કામ કરવાથી ટેન્શન જાય છે. અને આપણે હળવા થઈએ છીએ.’ બાગમાં કામ કરવું જીમની કસરત કરતાં વધારે સારું છે. ગે સર્ચ કહે છે, ‘જીમમાં બાઇસિકલ ચલાવવા કરતાં, ખોદકામ કરવાથી કે ખેતરને ખંપાળીથી ખેડવાથી વધારે કેલરી બળે છે.’

બાગની દેખરેખ રાખવાનું કામ ખાસ કરીને ઘરડા લોકો માટે બહુ સારું છે. કોઈ છોડ કે ડાળી ઊગે ત્યારે તેઓને ખૂબ ઉત્તેજન મળે છે. ભાવિની ચિંતા ઓછી થઈ જાય છે. રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના ડૉ. બ્રીજિડ બોર્ડમન કહે છે: ‘બાગમાં કામ કરવાથી ઘરડા લોકોનું દર્દ ને નિરાશા ઓછા થાય છે.’ ઘણી વાર ઘરડા લોકો હતાશ થઈ જાય છે. કેમ કે તેઓ બીજાઓની મદદ વગર બહુ કંઈ કરી શકતા નથી. પણ ડૉ. બોર્ડમન કહે છે કે ‘બીને ક્યાં વાવવું કે છોડનું કઈ રીતે ધ્યાન રાખવું એ ઘરડા લોકો નક્કી કરી શકે છે. એનાથી તેઓને લાગે છે કે હું એકલે હાથે કંઈક કરી શકું છું.’

માનસિક બીમારી હોય તેઓને પણ બાગમાં કામ કરવાથી શાંતિ મળે છે. બીજાઓ માટે તેઓ ફૂલ કે ફળ ઉગાડે છે ત્યારે, તેઓને ઘણું ઉત્તેજન મળે છે. એનાથી તેઓને સંતોષ મળે છે.

સુંદર બાગ જોવાથી બાગમાં કામ કરનારને જ નહિ, પણ સર્વને ફાયદો થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સસના પ્રોફેસર રોજર ઉલિરકે એક અખતરો કર્યો. તેમણે જાણી-જોઈને અમુક લોકોને ગુસ્સે કર્યા. એમાંથી અમુકને સુંદર બગીચામાં લઈ ગયા. અને થોડા લોકોને રૂમમાં રાખ્યા. બગીચામાં ગયા હતા તેઓનું બી.પી. ને દિલના ધબકારા જલદી ઓછા થઈ ગયા. પણ રૂમમાં હતા તેઓ ઘણા સમય સુધી ગુસ્સામાં રહ્યાં. તેમને એ પણ જોવા મળ્યું કે હૉસ્પિટલમાં જે દર્દીઓ રૂમમાંથી સુંદર બાગ જોઈ શકે છે, તેઓ જલદીથી સાજા થઈ જાય છે. તેમ જ, ‘તેઓને ઓછું દર્દ થાય છે ને તેઓની ફરિયાદ પણ ઓછી હોય છે.’ (g05 4/22)