અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
યુવાનો પૂછે છે “યુવાનો પૂછે છે . . . નિષ્ફળ થઈ જવાની લાગણી પર જીત મેળવવી” લેખ માટે તમારો બહુ આભાર. (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫) ઍને બહેનની જેમ જ મને લાગતું કે મેં ઈશ્વરને નારાજ કર્યા છે. તે મને માફ નહિ કરે. પરંતુ, લેખે બતાવ્યું કે યહોવાહે દાઊદને માફી આપી. દાઊદે અનેક ભૂલો કરી, પણ યહોવાહે તેમનો સાથ છોડ્યો નહિ. ખરેખર, આપણે અનેક ભૂલો કરીએ છતાં, યહોવાહ કદી આપણને છોડી દેશે નહિ!
જી.સી., ઇટાલી
મને ગલાતી ૬:૪માંથી ખૂબ મદદ મળી. હું હંમેશાં મારી સરખામણી સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ સાથે કરતી હતી. આ લેખમાંથી મને ખબર પડી કે એનાથી મને જ નુકસાન થતું હતું.
સી.પી., ફ્રાંસ (g05 9/8)
સ્કૂલમાં સાક્ષી આપવી “યુવાનો પરમેશ્વરનું નામ રોશન કરે છે” લેખ મને બહુ ગમ્યો. (ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૪) હોલી, જેસીકા અને મલીસાના અનુભવોથી મને પણ હિંમત મળી, જેથી હું શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામે યહોવાહનું નામ રોશન કરી શકું. પહેલા પહેલા હું બહુ શરમાતી. હવે હું સ્કૂલમાં કોઈની પણ સાથે વાત કરી શકું છું.
જી.ઓ., નાઇજીરિયા (g05 9/8)
વિટીલાઈગો “વિટીલાઈગો એટલે શું?” આ લેખ મને બહુ ગમ્યો. (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫) હું નવ વર્ષની હતી ત્યારથી, મને વિટીલાઈગો થયો છે. હવે હું ત્રીસેક વર્ષની છું. મેં ઘણા ઇલાજો કર્યા. પરંતુ આ બીમારી જવાનું નામ જ લેતી નથી. મને પૂરી ખાતરી થઈ છે કે ઈશ્વરની નવી દુનિયામાં જ આ બીમારીનો ઇલાજ થશે. મને હવે શાંતિ થઈ છે. આવો ચામડીનો રોગ હોવા છતાં, વ્યક્તિ ખૂબ સુખી બની શકે છે.
એમ.એસ. મોઝામ્બિક (g05 9/8)
“વિટીલાઈગો એટલે શું?” આ લેખ માટે બહુ જ આભાર! (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫) છેલ્લાં પાંચ વર્ષથી મને આ બીમારી હેરાન કરે છે. આ લેખમાંથી મને એ સહન કરવાની શક્તિ મળી છે. મને બહુ જ આનંદ થાય છે કે હું એક એવી ખ્રિસ્તી સંસ્થામાં છું!
સી.એચ., જર્મની
છેલ્લા ૨૫ વર્ષથી મને વિટીલાઈગો રોગ થયો છે. મને એ જાણીને દિલાસો મળ્યો કે હું એકલો જ દુઃખી નથી. મારી જેમ બીજા પણ આ દુઃખ સહન કરે છે. આ બીમારી વિષે ઘણાના વિચારો ખોટા છે. આ લેખથી તેઓ પૂરી સમજણ મેળવી શકે છે. આ લેખ માટે તમારો ખૂબ ખૂબ આભાર!
કે.એસ., જાપાન
લગભગ ૩૦ વર્ષ પહેલાં, મને આ બીમારી થઈ હતી. એ સમયે હું બહુ નાની હતી. બીજા છોકરાઓ મારો ચહેરો જોઈને મશ્કરી કરતા. હવે હું આ બીમારી સહન કરતા શીખી છું. સિબોઇગીની જેમ, મેં પણ ફેંસલો કર્યો છે કે હું સર્વને બાઇબલનાં સુંદર વચનો જણાવીશ કે નજીકમાં યહોવાહ બધી બીમારીઓ અને દુઃખો દૂર કરશે.
જે.એમ., ચૅક પ્રજાસત્તાક
મારી ૧૯ વર્ષની દીકરીને આ બીમારી છે. કોઈને ખબર નથી કે બીચારી કેટલી રડી છે. કેટલીયે વાર યહોવાહને પ્રાર્થના કરી છે. તે યહોવાહને ખૂબ ચાહે છે. થોડા સમય પહેલાં તે ફૂલ-ટાઈમ પ્રચાર કરવા માંડી. આવા લેખો માટે તમારો ખૂબ આભાર. એમાંથી અમે યહોવાહનો પ્રેમ જોઈ શકીએ છીએ.
એસ.એસ., જાપાન
વિટીલાઈગોની બીમારી સહન કરવી કંઈ જેવી-તેવી વાત નથી. યહોવાહ આપણને શીખવે છે કે બીજાઓના હમદર્દ બનો. હું એવા સમયની રાહ જોઉં છું, જ્યારે મારી ચામડી ફરીથી કાળી થઈ જશે.
બી.ડબલ્યુ., યુનાઈટેડ સ્ટેટ્સ (g05 7/8)