સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું જ્યોતિષ તમારું ભવિષ્ય જણાવી શકે?

શું જ્યોતિષ તમારું ભવિષ્ય જણાવી શકે?

બાઇબલ શું કહે છે

શું જ્યોતિષ તમારું ભવિષ્ય જણાવી શકે?

તમે કેવી રીતે સુખી થઈ શકો? પ્રેમ અને પૈસાની બાજી તમે કઈ રીતે જીતી શકો? ઘણા લોકો જ્યોતિષની મદદ લે છે. દરરોજ લાખો લોકો પેપરમાં રાશિ જુએ છે. અરે અમુક નેતાઓ પણ ગ્રહો જોઈને નિર્ણયો લેતા હોય છે.

શું જ્યોતિષ પર ભરોસો મૂકી શકાય? જોષ જોનારા કઈ રીતે ભાવિ ભાખે છે? શું આપણે ગ્રહો પર આધાર રાખીને જીવવું જોઈએ?

જ્યોતિષ વિદ્યા શું છે?

ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપીડિયા પ્રમાણે, જ્યોતિષ વિદ્યા એટલે કે ‘આકાશના ગ્રહોની સ્થિતિ દ્વારા મનુષ્યનો સ્વભાવ કે પછી તેના ભાવિ ઉપર થતી શુભ-અશુભ અસર જાણવાનું શાસ્ત્ર.’ જ્યોતિષીઓનું કહેવું છે કે બાળક જન્મે ત્યારે કયો ગ્રહ ક્યાં હોય છે અને બાળક કઈ રાશિમાં જન્મે છે, એની તેના જીવન પર અસર પડી શકે છે. * ગ્રહનું સ્થાન ક્યાં છે એ જોવાને કુંડળી જોવી કહેવાય છે.

જ્યોતિષમાં માન્યતા કંઈ નવી નથી. લગભગ ચાર હજાર વર્ષો પહેલાં, બાબેલોનના લોકોએ સૂર્ય, ચંદ્ર અને નજરે જોવાય એવા પાંચ ગ્રહો પરથી ભાવિ ભાખવાનું શરૂ કર્યું હતું. તેઓનું કહેવું હતું કે આ ગ્રહોમાંથી એવી કોઈ શક્તિ નીકળે છે, જે મનુષ્યને અસર કરે છે. સમય જતા તેઓ ભાવિ ભાખવામાં રાશિચક્રની પણ મદદ લેવા લાગ્યા.

ભાખેલું ભાવિ વારંવાર ખોટું પડ્યું

બાઇબલ જણાવે છે કે બાબેલોન અને જ્યોતિષનો સંબંધ છે. એ બાબેલોનના જ્યોતિષીઓ વિષે પણ અમુક વાર જણાવે છે. (દાનીયેલ ૪:૭; ૫:૭, ૧૧) ઈશ્વર ભક્ત દાનીયેલના જમાનામાં ખાલ્ડિયામાં (બેબિલોનિયામાં) જ્યોતિષ શાસ્ત્ર બહુ જ જાણીતું હતું. અરે, ‘ખાલ્ડિયાનો માણસ’ કહો તો જાણે જ્યોતિષી કહ્યા બરાબર હતું.

દાનીયેલે બાબેલોનમાં ફક્ત જ્યોતિષની અસર જોઈ ન હતી. પણ સાથે સાથે તેમણે એ જોયું કે બાબેલોનના વિનાશ વિષે એના જ્યોતિષીઓ કંઈ ભાખી ન શક્યા. (દાનીયેલ ૨:૨૭) જ્યારે કે બે સદીઓ અગાઉ ઈશ્વર ભક્ત યશાયાહે ભાખ્યું હતું કે “તે સલાહ આપનાર જ્યોતિષીઓ, જેઓ આકાશનો રાશિવાર નકશો તૈયાર કરે છે, જેઓ નક્ષત્રોનું નિરીક્ષણ કરે છે, અને જેઓ દર અમાવાસ્યાને [અમાસને] દિવસે હવે પછી શું બનવાનું છે તે ભાખે છે, તેઓ આગળ આવે અને તને બચાવે!”—યશાયા ૪૭:૧૩, ૧૪, સંપૂર્ણ.

બાબેલોનના જ્યોતિષીઓ અમુક કલાકો પહેલાં પણ જણાવી ન શક્યા કે પોતાનું શહેર વિનાશ થવા જઈ રહ્યું છે. ઈશ્વરે રાજા બેલ્શાસ્સારના મહેલની દીવાલ પર વિનાશનો પયગામ લખ્યો. અરે, ત્યારે પણ તેના જ્યોતિષીઓ એનો કોઈ અર્થ બતાવી શક્યા નહિ.—દાનીયેલ ૫:૭, ૮.

આજે પણ જ્યોતિષીઓ મોટા મોટા બનાવ વિષે કંઈ ભાખી શક્યા નથી. આર. કલ્વર અને ફિલિપ આયાના બંને વૈજ્ઞાનિક સંશોધકો છે. તેઓએ જ્યોતિષીઓએ ભાખેલી ખાસ ૩,૦૦૦થી વધારે માહિતીઓની તપાસ કરી છે. તેઓનું કહેવું છે કે એમાંથી ફક્ત ૧૦ ટકા જ સાચી પડી છે. જ્યારે કે સારો જાણકાર હોય એવો કોઈ પણ સંશોધક એના કરતાં વધારે સારું ભવિષ્ય ભાખી શકે.

બાઇબલ પ્રમાણે ખોટું

જોકે એમ ન હતું કે જ્યોતિષીઓ ખોટા પડતા હતા, એટલે ઈશ્વર ભક્તો જ્યોતિષ શાસ્ત્રમાં માનતા ન હતા. પણ ઈશ્વરે મુસાને ખાસ નિયમોમાં જણાવ્યું હતું કે ‘તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે જોષ જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવાહ કંટાળે છે.’—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૨.

ધી એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે કે જ્યોતિષ એટલે “તારા, સૂર્ય, ચંદ્ર અને ગ્રહો જોઈને ધરતી અને માનવ માટેના બનાવો ભાખવા.” કોઈ પણ રીતે જોષ જુઓ, એ ઈશ્વરનો નિયમ તોડે છે. એ કઈ રીતે? ચાલો આપણે જોઈએ.

આપણે સફળ થઈએ કે નહિ, એનો આધાર ગ્રહો કે રાશિ પર નથી. બાઇબલ જણાવે છે કે “માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.” (ગલાતી ૬:૭) આપણે દરેક ખરા-ખોટાની પસંદગી કરી શકીએ છીએ. યહોવાહ આપણાં કામો માટે આપણને જવાબદાર ઠરાવે છે. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦; રૂમી ૧૪:૧૨) ખરું કે, ઘણી વાર આપણા હાથ બહારની વાત હોય એવું કંઈક બને છે. એના લીધે આપણો એક્સિડન્ટ થાય કે આપણે બીમાર પડીએ છીએ. પરંતુ શાસ્ત્ર જણાવે છે કે એ કોઈ ગ્રહ નડવાને લીધે નહિ, પણ “એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.”—તત્ત્વદર્શી [સભાશિક્ષક] ૯:૧૧, CL.

એકબીજા સાથેના સંબંધની વાત આવે છે ત્યારે, બાઇબલ અરજ કરે છે કે આપણે દયાળુ બનીએ. મમતા, નમ્રતા રાખીએ. એકબીજાનું સહન કરીએ. પ્રેમ રાખીએ. (કોલોસી ૩:૧૨-૧૪) આપણો સ્વભાવ આવો હશે તો આપણે બધા સાથે પાક્કો નાતો બાંધી શકીશું, ભલે પછી દોસ્તી હોય કે લગ્‍ન હોય. ઘણા લગ્‍ન પહેલાં ‘કુંડળી કે જન્માક્ષર મેળવી જુએ’ છે, પણ એમાં જરાય ભરોસો મૂકવા જેવું નથી. મગજના ડૉક્ટર બર્નાડ સીલ્વરમેને લગભગ ૩,૫૦૦ યુગલોની જન્મ કુંડળી તપાસી, જેમાંથી ૧૭ ટકાના છૂટાછેડા થયા હતા. તેમના સંશોધનમાંથી તેમને જોવા મળ્યું કે ‘કુંડળી મેળવીને’ લગ્‍ન કરનારા લોકો પણ છૂટાછેડા લેતા હતા.

ખરેખર, જ્યોતિષ શાસ્ત્ર પર જરાય ભરોસો ન કરાય. જો કરીશું તો છેતરાઈ જઈશું, કેમ કે જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે પોતાનો વાંક કાઢવાને બદલે, ગ્રહો કે રાશિનો વાંક કાઢીશું. વળી, ખાસ તો ઈશ્વર પોતે આપણને જ્યોતિષમાં માનવાની ચોખ્ખી ના પાડે છે. (g05 8/8)

[ફુટનોટ]

^ જ્યોતિષ શાસ્ત્રના રાશિચક્રમાં બાર અલગ અલગ રાશિઓ હોય છે.