સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! વાંચીને તેઓ એ આફતમાંથી બચી ગયા

સજાગ બનો! વાંચીને તેઓ એ આફતમાંથી બચી ગયા

સજાગ બન! વાંચીને તેઓ એ આફતમાંથી બચી ગયા

સજાગ બનો! મૅગેઝિન વાંચનારા એના લેખોની બહુ જ કદર કરે છે. જર્મનીનું એક યુગલ થાઇલૅન્ડના કાઊ લાક શહેરમાં વેકેશન માટે ગયું હતું. તેઓ માટે એક લેખ બહુ મૂલ્યવાન સાબિત થયો. એ લેખ ફેબ્રુઆરી ૮, ૨૦૦૧ના અવેક!માં આવ્યો હતો. એનો વિષય છે, “સાગરના તોફાની મોજાંઓથી વ્યક્તિ મરી શકે?”

જર્મન છાપું ફ્રેકેનપોસ્તમાં (સેલબેર ટાગબ્લાત) જણાવે છે કે કેવી રીતે એ લેખની માહિતી યુગલને ઉપયોગી થઈ. “‘અમે દરિયામાં તરતા હતા,’ રોસવિથા ગેસેલ બહેન જણાવે છે. પછી તેઓ હૉટેલમાં પાછા ગયા. કપડાં બદલી નાખ્યા પછી તેઓ ફરી દરિયા કિનારે ગયા. એ વખતે તેઓએ જોયું કે દરિયો જાણે ગાયબ થઈ ગયો છે. રેનર ગેસેલ ભાઈ એ વિષે જણાવે છે, ‘દસ મિનિટ પછી, અમે પાછા ગયા તો જોયું કે દરિયાના પાણીમાં બહુ ઓટ આવી હતી.’ એ સમયે, તેઓ દરિયાકાંઠાથી સાત કિલોમીટર દૂર સુધીના પથ્થરો અને દરિયાનું તળિયું જોઈ શકતા હતા. રેનરભાઈએ પછી જણાવ્યું, ‘દરિયાકાંઠે જેઓ તરતા હતા, તેઓ ઓટ સાથે દૂર ખેંચાઈ ગયા હતા.’ પરંતુ, આ જર્મન યુગલ સુનામીથી બચી ગયું, કેમ કે તેઓએ અવેક!ના ‘સાગરના તોફાની મોજાંઓથી વ્યક્તિ મરી શકે?’ લેખ વાંચ્યો હતો.” એમાં જણાવ્યું છે કે સુનામી પહેલા દરિયાના પાણીમાં ઓટ આવે છે.

છાપું જણાવે છે: “જર્મન યુગલે દરિયામાં મોટાં મોટાં મોજાં જોયા ત્યારે તેઓ દરિયા કિનારાથી ભાગી ગયા. રેનરભાઈને યાદ હતું કે મોજાં લગભગ ૧૨ કે ૧૫ મીટર ઊંચા હતા. ભાઈ કરુણ ઘટના યાદ કરતા કહે છે કે બીજા મુલાકાતીઓ દરિયા કિનારે ઊભા ઊભા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. ‘તેઓ ત્યાંથી જરાય ખસ્યા નહિ, મેં કહ્યું કે ભાગો, ભાગો, પણ કોઈએ મારું સાંભળ્યું નહિ.’ એમાં ઘણા લોકો મરી ગયા.”

છાપુ એમ પણ જણાવે છે: “આ જર્મન યુગલ યહોવાહના સાક્ષીઓ છે. તેઓ વેકેશનમાં કાઊ લાક શહેરથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર મંડળના ભાઈબહેનની સંગત રાખતા હતા. સુનામીના રાક્ષસી મોજાં ત્રાટક્યાં ત્યારે એ મંડળના યહોવાહના સાક્ષીઓ કાઊ લાક શહેરમાં યુગલ સહીસલામત છે કે કેમ એ જોવા ગયા.”

આ યુગલ અત્યારે જર્મનીમાં છે. તેઓ સજાગ બનો! મૅગેઝિનમાં આપવામાં આવેલી માહિતીને ખરેખર મૂલ્યવાન ગણે છે. સુનામી વખતે મદદ કરી એ માટે તેઓ થાઇલૅન્ડના લોકો અને ખાસ કરીને મંડળના ભાઈબહેનોએ બતાવેલા પ્રેમની ખૂબ કદર કરે છે. (g05 7/22)