અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
મા “મા બાળકના જીવનની જ્યોતિ છે” લેખો મેં વાંચ્યા. તમારા એ લેખો મને બહુ જ ગમ્યા. (એપ્રિલ-જૂન ૨૦૦૫) એની માહિતી મારા દિલમાં ઊતરી ગઈ. મેં તરત જ મારી મમ્મીને ફોન કર્યો. મારી મમ્મીએ એકલા હાથે મને અને મારા ભાઈને મોટા કર્યા હતા. અમારું સારું પાલન-પોષણ કરી શકે માટે તે વધારે આગળ ભણ્યા. આ બધુ તેણે પોતાના પૈસામાંથી કર્યું. તેણે નક્કી કર્યું કે અમે યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં જઈશું. પ્રચારમાં નિયમિત રીતે જઈશું. એમ કરવાથી અમારા જીવનમાં ઘણો ફાયદો થયો છે. તમે મને યાદ કરાવ્યું કે મારી મમ્મીએ મારી માટે કેટલો સારો દાખલો બેસાડ્યો છે.
એમ. એસ., અમેરિકા
એ લેખો વાંચીને મને મારી મમ્મીની યાદ આવી. મારી માએ જીવનમાં અનેક ભોગ આપ્યા, જેથી મને બાઇબલમાંથી શીખવી શકે. મારામાં સારા સંસ્કાર કેળવી શકે. મારા પપ્પાએ ન તો તેમને પ્રેમ આપ્યો કે ન રોજી-રોટી પૂરી પાડવા મદદ કરી. તોપણ મારી મમ્મીએ મને શીખવ્યું કે યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરવી જોઈએ. તેણે મને ઉત્તેજન આપ્યું કે હું ફૂલ-ટાઈમ પ્રચાર કરું. ખરું કહું તો એ લેખો વાંચ્યા પહેલાં મેં મારી મમ્મીની બહુ કદર કરી ન હતી. પણ હવે હું ચોક્કસ કરું છું. મારી મમ્મી બીજા દેશમાં રહે છે, તોપણ મેં તેને ફોન કરીને આભાર માન્યો.
સી. એચ. કે., કોરિયા પ્રજાસત્તાક
મારા પપ્પા યહોવાહના સાક્ષી નથી. મારી મમ્મીએ ‘પરમેશ્વરના શિક્ષણમાં તથા બોધમાં મને ઉછેરી.’ (એફેસી ૬:૪) એમ કરવું સહેલું ન હતું, કેમ કે અમુક વખતે હું બહુ તોફાન કરતી. અત્યારે હું ૨૪ વર્ષની છું અને ખુશ છું કે આ વર્ષોમાં મારી મમ્મી હિંમત હારી નહિ. એને બદલે, તેણે મારા દિલમાં બાઇબલના સંસ્કાર રેડ્યા.
ડી. એમ., ઇટલી
(g05 12/8)
ટામેટાં મારી ઉંમર બાર વર્ષની છે. “ટામેટાં—‘ફળ કે શાકભાજી’” લેખ મને બહુ જ ગમ્યો. (એપ્રિલ-જૂન ૨૦૦૫) યહોવાહે અનેક શાકભાજી બનાવ્યા છે. એ ખરેખર આશીર્વાદ કહેવાય! એ લેખમાંથી હું શીખી કે એવા પણ ટામેટાં હોય છે જેના પર લીટી હોય છે. ખરેખર, એ લેખ વાંચવાની મને મજા પડી.
એમ. એફ., લૅટ્વીઆ
મગર “શું તમે મગર સામે મુસ્કુરાઈ શકો?” લેખમાંથી હું ઘણું શીખી. (એપ્રિલ-જૂન ૨૦૦૫) નાનપણથી હું માનું છું કે મગરની ખૂબી જ કંઈક ઓર છે. લેખમાં મગર વિષે ઘણી વિગતો હતી, જેનાથી લોકો મારી જેમ વિચારી શકે. યહોવાહ પૃથ્વીને બગીચા જેવી બનાવશે ત્યારે, આપણે મગરને વધારે સારી રીતે ઓળખી શકીશું.
એલ. આઈ., અમેરિકા
અમારા વાચકો તરફથી જન્મથી મારા હાડકામાં રોગ છે. સજાગ બનો!માં “અમારા વાચકો તરફથી” (એપ્રિલ-જૂન ૨૦૦૫) લેખમાં “મિલેનનો નવો ચહેરો” (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૪) લેખ માટે ઘણાએ કદર કરતા પત્ર લખ્યા. હું એ બધા વાંચીને રડી પડી. દરેકમાં કંઈક એવું હતું, જે મને પણ લાગુ પડતું હતું. મને એનાથી ઘણો લાભ થયો.
એમ. જે., બ્રિટન
(g05 12/22)
બાળકો “બાળકોના જીવનમાં માબાપ કઈ ભૂમિકા ભજવી શકે?” (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫) એ લેખો મેં થોડા સમય પહેલાં વાંચ્યા. એની માહિતી મારા દિલમાં ઊતરી ગઈ અને તમને લખવાનું મન થઈ ગયું. મારી દીકરી લગભગ પાંચ વર્ષની છે. લેખો વાંચ્યા પહેલાં, હું વિચારતી હતી કે તેના જીવનની દરેક મિનિટ વિષે મારે જ નક્કી કરવું જોઈએ. પણ લેખોમાંથી હું શીખી કે અમુક ટીચરોને લાગે છે કે બાળકોના જીવનમાં અમુક સમય રાખવો જોઈએ, જેમાં તેઓ પોતે મન ફાવે એ રીતે રમી શકે. એનાથી તેઓની વિચારશક્તિ કેળવાશે, બીજાઓ સાથે કેવી રીતે વર્તવું એ શીખશે અને પ્રેમ બતાવતા શીખશે. એ લેખોની હું બહુ જ કદર કરું છું! તમે આવા લેખો વધારે છાપજો!
આઈ. કે., રશિયા
આ લેખો વાંચીને હું રડી પડી. હું વિચારવા લાગી કે ૨૯ વર્ષ પહેલાં હું મા બની ત્યારે મારી હાલત કેવી હતી. ત્યારે હું પોતે યુવાન હતી ને હું યહોવાહને ઓળખતી ન હતી. મારી દીકરીને મોટી કરવામાં મેં ઘણી ભૂલો કરી હતી. પણ સમય ગુજરતો ગયો તેમ મારા દુઃખના આંસુઓ, ખુશીના આંસુઓ બન્યા. એક અઠવાડિયા પહેલાં જ, મારી દીકરીએ તેની દીકરીને જન્મ આપ્યો. હું બહુ ખુશ છું, કે મારી પૌત્રીના મમ્મી-પપ્પા યહોવાહને ભજે છે. આવા લેખો તેઓને માટે આશીર્વાદ સાબિત થશે.
ઈ. એચ., અમેરિકા
(g05 8/8)