સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ આફતનો અંત જલદી જ આવશે

સર્વ આફતનો અંત જલદી જ આવશે

સર્વ આફતનો અંત જલદી જ આવશે

‘છોકરાંઓ અને છોકરાંનાં છોકરાંઓ. સાંભળો, સાંભળો! મોડા-વહેલો આ પર્વત બળવા લાગશે. એ પહેલાં તે ગાજશે. જોરજોરથી ગાજશે. જમીન ધ્રૂજશે. એમાંથી ધુમાડો ને આગ નીકળશે. વીજળી અને હવા કંપશે. ગડગડાટની ચીસો સંભળાશે. ત્યાંથી નાસી છૂટો! ભાગી શકાય ત્યાં સુધી ભાગો. જો તમે આ ચેતવણી નહિ સાંભળો, જીવ બચાવવાને બદલે માલ-મિલકતના મોહમાં પડશો, તો એની સજા થશે. ભારે કિંમત ચૂકવવી પડશે. એટલે ઘરબારની ચિંતા છોડો અને નાસી છૂટો.’

ઇટલીના વેસુવિઅસ પહાડ નજીકના પૉર્ટિચી ગામમાં, મરણ પામેલાની યાદમાં મૂકાયેલી એક શિલાપાટી પર એ શબ્દો લખેલા છે. એ શબ્દો આમ તો એન્ડ્રુ રોબીનસને પૃથ્વીની અણધારી આફતો (અંગ્રેજી) પુસ્તકમાં લખ્યા હતા. પણ ૧૬૩૧માં એ જ્વાળામુખી ફાટ્યો. એમાં ૪,૦૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા. તેઓની યાદમાં એ શબ્દો લખવામાં આવ્યા હતા. રોબીનસન કહે છે કે ‘એ જ્વાળામુખી ૧૬૩૧માં ફાટ્યો ત્યારે કંઈક અણધાર્યું બન્યું. વેસુવિઅસ નામ પ્રખ્યાત બની ગયું.’ કેવી રીતે? પોર્ટિચી ગામ ફરીથી બાંધવા લાગ્યા ત્યારે, તેઓને હરક્યુલેનિયમ અને પોમ્પે નામનાં શહેરો મળી આવ્યાં. ઈસવી સન ૭૯માં વેસુવિઅસ પહાડનો જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે, આ બંને શહેરો લાવાથી ઢંકાઈ ગયાં હતાં.

પ્લીની ધ યંગર નામનો રોમન આ આફતમાંથી બચી ગયો હતો. તે ગવર્નર બન્યો. તેણે લખ્યું કે પૃથ્વી કંપવાથી ભયંકર અવાજ આવ્યો. એ ચેતવણી પારખી જઈને તે, તેની મા અને બીજાઓ ત્યાંથી નાસી છૂટ્યા. એટલે તેઓ બચી ગયા!

આપણને ચેતવણી આપતા બનાવો

બહુ જ જલદી વેપાર-ધંધાનો, દુષ્ટ સમાજનો અને દુનિયાની સરકારો કે રાજનીતિનો અંત આવશે. આપણે કેમ એવું કહીએ છીએ? કારણ કે ઈસુએ કહ્યું હતું કે ઈશ્વર આ જગત પાસેથી હિસાબ લેશે. આપણે આ દુનિયાના બનાવો પરથી પારખી શકીશું કે એ સમય જલદી જ આવશે. જેમ જ્વાળામુખી ફાટતા પહેલાં, ધુમાડો નીકળે ને ધગધગતા અંગારા ઊડે. એવી જ રીતે, અંતની નિશાની છે કે મોટા મોટા યુદ્ધો થશે. ભૂકંપો થશે. દુકાળો પડશે. જાતજાતની બીમારીઓ આવશે. આ બધી જ આફતોએ, ૧૯૧૪થી પૃથ્વી પર તબાહી મચાવી છે.—માત્થી ૨૪:૩-૮; લુક ૨૧:૧૦, ૧૧; પ્રકટીકરણ ૬:૧-૮.

ઈસુએ ફક્ત દુષ્ટ જગતના અંત વખતે બનનારા બનાવો વિષે જ ચેતવણી આપી ન હતી. તેમણે યહોવાહ પાસેથી આશાનો સંદેશો પણ આપ્યો હતો. ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા [શુભસંદેશ] આખા જગતમાં પ્રગટ [પ્રચાર] કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) નોંધ કરો કે ઈસુએ રાજ્યની સુવાર્તાને “શુભસંદેશો” કહ્યો છે. એ યહોવાહ પરમેશ્વરના રાજ્યના સમાચાર છે. યહોવાહનું રાજ્ય એક સરકાર છે, જેના રાજની દોર યહોવાહે ઈસુના હાથમાં સોંપી છે. ઈસુ સ્વર્ગમાંથી રાજ કરશે. માણસો જાણીજોઈને પોતાના પર જે દુઃખો લાવ્યાં છે, એ ઈસુ મિટાવી નાખશે. આ રાજ્ય કુદરતી આફતોનો હંમેશ માટે અંત લાવશે.—લુક ૪:૪૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

એવું ચોક્કસ થશે, કેમ કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ખતરનાક તોફાનને પણ શાંત પાડ્યું હતું. એ જોઈને તેમના શિષ્યો ગભરાયા. તેઓ બોલી ઊઠ્યા: “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે?” (લુક ૮:૨૨-૨૫) આજે ઈસુ સ્વર્ગમાં છે, તેમની પાસે બધી સત્તા છે. તે પૃથ્વી પર રાજ કરશે ત્યારે, હવામાનને પણ કાબૂમાં રાખશે. પછી કોઈને નુકસાન નહિ થાય. એમ કરવું તેમને જરાય અઘરું નહિ લાગે!—ગીતશાસ્ત્ર ૨:૬-૯; પ્રકટીકરણ ૧૧:૧૫.

ઘણાને થશે કે એ તો બસ સપનું છે સપનું. એવું તો કદી થતું હશે! પરંતુ ભૂલશો નહિ કે યહોવાહે બાઇબલમાં એ લખાવ્યું છે. ઈશ્વર ઇન્સાન જેવા નથી કે વચનો આપીને ભૂલી જાય. તેમનાં દરેક વચન સાચાં પડે છે. આપણા દિવસો વિષે તેમણે જે કંઈ કહ્યું છે, એ પણ ૧૯૧૪થી થતું આવે છે. (યશાયાહ ૪૬:૧૦; ૫૫:૧૦, ૧૧) સાચે જ, યહોવાહે જણાવ્યા પ્રમાણે પૃથ્વી પર સુખ-શાંતિ છવાઈ જશે. બાઇબલ આપણને જે ચેતવણી આપે છે એ સાંભળીશું તો, આપણે પણ એવી પૃથ્વી પર ચોક્કસ જીવીશું, જેમાં સુખ-શાંતિ છવાયેલી હશે.—માત્થી ૨૪:૪૨, ૪૪; યોહાન ૧૭:૩. (g05 7/22)

[પાન ૧૧ પર ચિત્ર]

ગુજરી ગયેલાં આપણા સગાં-વહાલાંનું શું થશે?

આપણું કોઈ સગું-વહાલું ગુજરી જાય, ત્યારે કાળજું કપાઈ જાય છે. બાઇબલ જણાવે છે કે ઈસુનો જિગરી દોસ્ત લાજરસ ગુજરી ગયો ત્યારે, તે પણ રડી પડ્યા. પછી અમુક મિનિટોમાં જ ઈસુએ ચમત્કાર કર્યો. તેમણે લાજરસને જીવતો કર્યો! (યોહાન ૧૧:૩૨-૪૪) અમુક સમય પહેલાં ઈસુએ જે શીખવ્યું હતું, એનો તેમણે પુરાવો આપ્યો. જેથી સર્વ એમાં શ્રદ્ધા મૂકે. ઈસુએ શીખવ્યું કે ગુજરી ગયેલા જે લોકો ઈશ્વરના સ્મરણમાં છે, તેઓ સર્વને ફરીથી જીવતા કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯) એનાથી કેટલો દિલાસો મળે છે કે ગુજરી ગયેલાં આપણા સગાં-વહાલાંને, ઈશ્વર સ્વર્ગ જેવી પૃથ્વી પર ચોક્કસ જીવતા કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

[પાન ૧૦ પર ચિત્ર]

શું તમે ચેતવણી પારખો છો કે આ દુનિયામાં જલદી જ મોટા ફેરફારો આવશે?

[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

USGS, David A. Johnston, Cascades Volcano Observatory