ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો દિવસ
ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો દિવસ
એ દિવસે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા હતા. ઈસુનું મરણ કેમ આટલું મહત્ત્વ ધરાવે છે? એનાં ઘણાં કારણો છે.
ઈસુ છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા. તેમનો સાથ છોડ્યો નહિ. એનાથી સાબિત થયું કે માણસ પણ છેલ્લા શ્વાસ સુધી પરમેશ્વરને વળગી રહી શકે છે.
ઈસુના મરણથી અમુક લોકોને એક અનેરો લહાવો મળ્યો છે. એ શું છે? તેઓ સ્વર્ગમાંથી ઈસુ સાથે ધરતી પર રાજ કરશે. બીજા લોકો વિષે શું? તેઓને પણ ઈસુના મરણને લીધે સુંદર ધરતી પર સુખ-શાંતિમાં રહેવાનું વરદાન મળશે. ત્યારે તેઓ કદી મરશે નહિ!
ઈસુ મરણ પામ્યા એની આગલી સાંજે એક ઉજવણીની શરૂઆત કરી હતી. એમાં તેમણે આથો નાખ્યા વગરની રોટલી અને લાલ દ્રાક્ષદારૂ વાપરીને બતાવ્યું કે તે માણસજાતના ઉદ્ધાર માટે પોતાના જીવનનું બલિદાન આપી દેશે. પછી તેમણે પોતાનાં શિષ્યોને દર વર્ષે એ ઉજવણી કરવા આજ્ઞા આપી: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) શું તમે આ મહત્ત્વનો પ્રસંગ ઊજવવામાં જોડાશો?
ઈસુનાં મરણને યાદ કરવા યહોવાહના સાક્ષીઓ દર વર્ષે મેમોરિયલ ઊજવે છે. એમાં જોડાવા માટે તમને પણ દિલથી આમંત્રણ આપે છે. આ વર્ષે એ પ્રસંગ ૧૨ એપ્રિલ, બુધવારે સૂર્ય આથમ્યા પછી ઊજવવામાં આવશે. તમારા ઘર નજીક કોઈ કિંગ્ડમ હૉલ હોય તો, ત્યાં તમે એ દિવસે જરૂર જાઓ. સમય અને જગ્યા વિષે વધારે જાણવા તમારી નજીક કોઈ યહોવાહના સાક્ષી રહેતા હોય તો તેઓને પૂછો. (g 3/06)