સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુલાબી સરોવર?

ગુલાબી સરોવર?

ગુલાબી સરોવર?

સેનેગલના સજાગ બનો!ના લેખક તરફથી

શું કોઈ સરોવર ગુલાબી હોઈ શકે? પશ્ચિમ આફ્રિકામાં સેનેગલ આવેલું છે. એના ડાકાર શહેરમાં રેટબા નામનું સરોવર છે. એ ગુલાબી સરોવરથી પણ જાણીતું છે. એ અમારા ઘરેથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. એક દિવસ મને અને મારી પત્નીને થયું કે ચાલો એને જોવા જઈએ, કે એ ખરેખર ગુલાબી છે કે કેમ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે શું જોયું? સૂર્યના કિરણો સરોવર પર લહેરાઈ રહ્યા હતા. એના લીધે પાણી ચમકી રહ્યું હતું. અરે જુઓ તો ખરા, આ સરોવરના પાણી પર ગુલાબી રંગ ઉપસી આવ્યો હતો. એ બહુ જ સુંદર દેખાતો હતો! અમારા ગાઇડે સમજાવ્યું કે સરોવરમાં ઘણા જીવાણુઓ છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એના પર સૂર્યના કિરણો પડે છે ત્યારે સરોવરનો રંગ અનેરો દેખાય છે. જો કે ત્યાં ગુલાબી સરોવર સિવાય પણ બીજી ઘણી જોવાલાયક વસ્તુઓ હતી.

સરોવરનું પાણી એટલું ઊંડું ન હતું. એના તળિયે મીઠું જામેલું છે. પાણી બહુ ખારું હોવાથી ડૂબાતું નથી. એટલે તમે એમાં સહેલાઈથી તરી શકો. અમે જોયું કે ત્યાં આવેલા પ્રવાસીઓ એનો ફાયદો ઉઠાવીને સરોવરમાં તરી રહ્યા હતા.

એમાં નવાઈ નથી કે આ ગુલાબી સરોવર અહીંયાના ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે (૧). અમે જોયું કે સરોવરને કિનારે કેટલાક લોકો મીઠાંની ગુણો ભરીને ટ્રકમાં નાખતા હતા. અમે થોડી વાર ત્યાં ઊભા રહીને જોવા લાગ્યા કે લોકો સરોવરમાંથી કેવી રીતે મીઠું કાઢે છે. કેટલાક પુરુષો સરોવરની અંદર ઊભા હતા. તેઓની છાતી સુધી પાણી આવતું હતું. તેઓ લાંબાં હાથાવાળી કોદાળીઓથી મીઠું ખોદતા હતા. પછી પાવડાથી મીઠાંની ટોપલીઓ ભરીને હોડીમાં ઠાલવતા હતા. તેઓમાંથી એક કામદારે અમને જણાવ્યું કે એક ટન મીઠું કાઢવા માટે તેઓને ત્રણેક કલાક લાગે છે. તેઓ હોડીઓ એટલી બધી ભરતા કે એ માંડ માંડ તરતી હતી (૨). આ હોડીઓ કિનારે પહોંચ્યા પછી બાકીનું કામ સ્ત્રીઓ સંભાળી રહી હતી. તેઓ મીઠાંની ડોલો ભરીને માથાં પર ઊંચકીને જતી હતી (૩). કારખાનામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જતા પટ્ટાની જેમ તેઓ સંપીને કામ કરતી હતી.

ગુલાબી સરોવરની અમારી આ મુલાકાત ખૂબ મજેદાર રહી. પૃથ્વી પર સાચે જ આ સરોવર એક અજાયબી છે. પૃથ્વીના સર્જનહાર યહોવાહ તરફથી એ સુંદર ભેટ છે.—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬. (g05 9/22)

[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Photo by Jacques CLEMENT, Clichy, FRANCE at http://community.webshots.com/user/pfjc