શું સુખનો સૂરજ ઊગશે?
શું સુખનો સૂરજ ઊગશે?
ભવિષ્યમાં શું થશે? આ એવો વિષય છે જેના વિષે બધાને જાણવું ગમે છે, ખરું ને? આજે એવું કોણ છે જેને જાણવું નહિ ગમે કે આવતા મહિને, આવતા વર્ષે કે આજથી દસ વર્ષ પછી આપણું જીવન કેવું હશે? એ બધાને જાણવું છે. તો આજથી દસ, વીસ કે ત્રીસ વર્ષ પછી દુનિયા કેવી હશે? તમને શું લાગે છે?
શું તમને લાગે છે કે આવતા દિવસો સુખ-શાંતિ ભર્યા હશે? કરોડો લોકો એવું માને છે. તેઓના આપણે બે ભાગ પાડી શકીએ: અમુક પોતાની માન્યતાને લીધે એમ માને છે કે સુધારો જરૂર થશે. એમ માનવા માટે તેઓ પાસે પૂરતાં કારણો છે. જ્યારે કે બીજાઓ દુનિયાની હાલત જોઈને ઉદાસ થઈ ગયા છે. એટલે તેઓ માને છે કે સુધારો થાય તો સારું.
જોકે અમુક લોકોને તો સપનામાં પણ આશાનું કોઈ કિરણ દેખાતું નથી. એ પૂરતું ન હોય તેમ, ઘણા પયગંબરો પેટ ભરીને પેગામ કરે છે કે એક દિવસ પૃથ્વી બળીને ભસ્મ થઈ જશે. કોઈ બચશે નહિ. જો કોઈ બચશે તોય ફક્ત થોડા જ લોકો હશે.
આપણું ભાવિ કેવું હશે એના વિષે તમે શું માનો છો? શું આપણા ભાવિ પર સુખનો સૂરજ ઊગશે કે કાયમ માટે આથમી જશે? શું પૃથ્વીનો પ્રલય થશે? આપણું સપનું છે કે એક દિવસ પૃથ્વી પર શાંતિ છવાઈ જશે. શું એના પર પાણી ફરી વળશે? જો તમે માનતા હો કે પૃથ્વી પર સુખનો સૂરજ ઊગશે તો એ શાના પરથી કહી શકો? એમ માનવા માટે તમારી પાસે કોઈ ચોક્કસ પુરાવો છે? કે પછી તમે ફક્ત એવી આશા જ રાખીને બેઠા છો?
સજાગ બનો!ના પ્રકાશકો બીજા પયગંબરોની જેમ માનતા નથી કે પૃથ્વી બળીને ભસ્મ થશે. તેઓને બાઇબલના વચનમાં પૂરી શ્રદ્ધા છે કે આપણા ભાવિમાં સોનાનો સૂરજ ઊગશે! (g 1/06)
[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
U.S. Department of Energy photograph