સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓ સાથે હળી-મળીને રહેવું શા માટે જરૂરી છે?

બીજાઓ સાથે હળી-મળીને રહેવું શા માટે જરૂરી છે?

બાઇબલ શું કહે છે

બીજાઓ સાથે હળી-મળીને રહેવું શા માટે જરૂરી છે?

ઈસુ ખ્રિસ્તે તેમના પ્રખ્યાત પ્રવચનમાં કહ્યું: “માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે.” તેમણે એ પણ કહ્યું: “નમ્રજનોને ધન્ય છે, કારણ, તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશિષ પામશે.” (માથ્થી ૫:૫,, કોમન લેંગ્વેજ) અહીંયા શાંતિ લાવનાર કે શાંતિચાહકનો અર્થ ફક્ત એ થાય કે આપણે પોતે શાંત રહીએ? બીજાઓ સાથે લડીએ-ઝગડીએ નહિ? ના. એનો અર્થ એ પણ થાય કે આપણે પહેલ કરીને બીજાઓનું ભલું કરીએ. શાંતિ ફેલાવવા બનતા પ્રયાસ કરીએ.

ઉપર જણાવેલા ઈસુના શબ્દો આજે કેટલા ઉપયોગી છે? અમુક લોકો માને છે કે આ દુનિયામાં સફળ થવા માટે બીજાઓને નીચા પાડવા, ગુસ્સે થવું અને જરૂર પડ્યે હિંસક બનવું જરૂરી છે. પણ શું ‘જેવા સાથે તેવા’ થવું સારું છે? કે પછી તેની સાથે હળી-મળીને રહેવું જોઈએ? ચાલો આપણે ત્રણ મુદ્દાઓ જોઈએ કે શા માટે ઈસુના આ શબ્દો પર ધ્યાન આપવું જોઈએ: “માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે.”

મનની શાંતિ “મનની શાંતિ માણસનું આયુષ્ય વધારે છે.” (નીતિવચનો ૧૪:૩૦, IBSI) ઘણા મેડિકલ રિપોર્ટ બતાવે છે કે ખૂબ ગુસ્સે થનાર કે બદલાની ભાવના રાખનાર વ્યક્તિ પર હાર્ટઍટેક અને સ્ટ્રોકનો હુમલો થઈ શકે. હાલનો એક મેડિકલ રિપોર્ટ હાર્ટ એટેકના દરદીઓ વિષે જણાવે છે કે તેઓ માટે અતિ ગુસ્સો કરવો ઝેર જેવું છે. એ રિપોર્ટ આગળ જણાવે છે કે ‘ગુસ્સે થવું એટલે બીમાર થવું.’ પણ જે લોકો શાંતિ જાળવી રાખે છે તેઓને ‘મનની શાંતિ’ મળે છે, અને બીજા ઘણા લાભ થાય છે.

જિમભાઈનો વિચાર કરો. તે ૬૧ વર્ષના છે. તેઓ અમેરિકામાં રહેતા વિયેટનામી લોકોને બાઇબલ શીખવે છે. તે જણાવે છે: “હું છ વર્ષ લશ્કરમાં હતો. ત્રણ વાર તો વિયેટનામમાં યુદ્ધમાં લડ્યો. હું મારા અનુભવથી જાણું છું કે હિંસા ને ગુસ્સો કોને કહેવાય. નાસીપાસ થવું કોને કહેવાય. એની મારા પર એટલી તો અસર પડી છે કે સરખી ઊંઘ પણ આવતી નથી. એનાથી હું સ્ટ્રેસનો ભોગ બન્યો. પેટમાં દુઃખાવો અને ગભરામણ થવા લાગી. તન-મનથી હેરાન થઈ ગયો.” તેમને શામાંથી મદદ મળી? તે જણાવે છે: “યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાથી મારું જીવન બચી ગયું. તેઓએ શીખવ્યું કે પરમેશ્વર પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે. અને હું કઈ રીતે મારા સ્વભાવમાં સુધારો કરી શકું. એ જાણીને મને મનની શાંતિ મળી છે. મારી તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો.” (એફેસી ૪:૨૨-૨૪; યશાયાહ ૬૫:૧૭; મીખાહ ૪:૧-૪) ઘણા લોકોએ પોતાના અનુભવથી જોયું છે કે શાંત સ્વભાવ કેળવવાથી તન-મન પર સારી અસર પડે છે. સારી રીતે ઈશ્વરભક્તિ કરી શકાય છે.—નીતિવચનો ૧૫:૧૩.

બીજાઓ સાથે સારા સંબંધો બંધાય છે આપણે બીજાઓ સાથે શાંતિથી વર્તીએ છીએ ત્યારે આપણા સંબંધો મજબૂત થાય છે. બાઇબલ જણાવે છે કે “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) જેઓને જલદી ગુસ્સો આવી જાય છે તેઓથી સામાન્ય રીતે બીજાઓ દૂર થતા જાય છે. આવા લોકો એકલા પડી જાય છે અને જરૂરના સમયે તેઓની મદદે કોઈ આવતું નથી. નીતિવચનો ૧૫:૧૮ કહે છે: ‘ક્રોધી માણસ ટંટો ઊભો કરે છે; પણ શાંત સ્વભાવનો માણસ કજિયા મટાડી દે છે.’

ન્યૂયૉર્ક, અમેરિકાના ૪૨ વર્ષના ઍન્ડિનો દાખલો લો. તે યહોવાહના સાક્ષીઓના મંડળમાં વડીલ છે. તેમનો ઉછેર મારફાડ ભર્યા માહોલમાં થયો હતો. તે જણાવે છે: ‘હું આઠ વર્ષનો હતો ત્યારથી જ મને બૉક્સિંગ શીખવવા મોકલી દીધો હતો. બૉક્સિંગમાં મને એક જ વિચાર આવતો, “મારો કે મરો.” બીજા બૉક્સરને હરાવવા હું કોઈ કસર છોડતો ન હતો. થોડા જ સમયમાં હું ગુંડાઓની ગેંગમાં જોડાયો. અમે રસ્તા પર બોલા-ચાલી ને મારામારી કરતા. લોકોએ મારા માથા પર બંદૂક મૂકી દીધી હોય કે ચાકુથી ડરાવ્યો હોય એવા તો ઘણા અનુભવો થયા. એ વખતે મારો એકેય સાચો દોસ્ત ન હતો. બધા દોસ્તો ડરના માર્યા મારી સાથે સંબંધ રાખતા હતા.’

પછી ઍન્ડિ એકદમ બદલાઈ ગયો. બધા સાથે હળી-મળીને રહેવા લાગ્યો. એવું તો શું બન્યું? તે કહે છે: ‘એક દિવસે હું યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં ગયો. ત્યાં મેં લોકો વચ્ચે પ્રેમ અનુભવ્યો. ખરી શાંતિ અનુભવી. તેમની સંગતથી મને શાંત સ્વભાવ કેળવવા મદદ મળી. ધીરે ધીરે મેં મનમાંથી ખોટા વિચારો કાઢી નાખ્યા. મારો સ્વભાવ પણ સુધરવા લાગ્યો. હવે મારા ઘણા સારા દોસ્તો છે.’

ભવિષ્યની આશા શાંતિ ચાહવાનું બીજું મહત્ત્વનું કારણ આ છે: ખુદ ઉત્પન્‍નકર્તા ચાહે છે કે આપણે બીજાઓ સાથે શાંતિ જાળવી રાખીએ. એમ કરીને આપણે તેમને માન અને આદર આપીએ છીએ. બાઇબલ આપણને અરજ કરે છે: ‘શાંતિ શોધ અને તેની પાછળ લાગુ રહે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૪) યહોવાહ આપણા સરજનહાર છે. બાઇબલમાંથી જીવન આપતું તેમનું શિક્ષણ લઈને, એ મુજબ ચાલીને આપણે તેમની સાથે નાતો બાંધી શકીએ. એ નાતો પાકો થશે તેમ આપણને ‘ઈશ્વરની શાંતિ’ મળશે. પછી જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તોપણ આપણે એને સહન કરી શકીશું.—ફિલિપી ૪:૬, ૭.

આપણે બીજાઓ સાથે હળી-મળીને રહીએ છીએ ત્યારે, યહોવાહ જોઈ શકે છે કે આપણે કેવો સ્વભાવ કેળવ્યો છે. એ રીતે પરમેશ્વરને બતાવીએ છીએ કે આપણને સુખ-શાંતિભરી નવી દુનિયામાં જીવવું છે. ઈશ્વર જલદી જ દુષ્ટોનું નામનિશાન મિટાવી દેશે. પછી ઈસુએ કહ્યું હતું તેમ, ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે.’ આપણા માટે એ કેવો સુંદર આશીર્વાદ હશે!—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; નીતિવચનો ૨:૨૦-૨૨.

“નમ્રજનોને ધન્ય છે,” ઈસુએ કહેલા આ શબ્દો ખરેખર કેટલા યોગ્ય છે. એનાથી આપણે મનની શાંતિ અને સારો સંબંધ કેળવી શકીએ છીએ. આપણી ભવિષ્યની આશા પણ મજબૂત થાય છે. ‘સઘળાં માણસોની સાથે હળી-મળીને રહેવા’ બનતી કોશિશ કરીશું તેમ, આપણે આ સર્વ આશીર્વાદોનો આનંદ માણી શકીશું.—રૂમી ૧૨:૧૮. (g 5/06)

[પાન ૨૮ પર ચિત્રો]

“મારી તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો.”—જિમ

[પાન ૨૯ પર ચિત્રો]

“હવે મારા ઘણા સારા મિત્રો છે.”—ઍન્ડિ