લાખો લોકો આ સંમેલનમાં જશે શું તમે પણ જશો?
લાખો લોકો આ સંમેલનમાં જશે શું તમે પણ જશો?
▪ યહોવાહના સાક્ષીઓ ઘણી જગ્યાઓએ ધાર્મિક સંમેલનો ભરી રહ્યા છે. લાખો લોકો ત્યાં જશે. એનો વિષય છે: “જલદી જ આપણો બચાવ!” મે મહિનાની ૨૬-૨૮ તારીખથી આ સંમેલનની શરૂઆત થઈ ગઈ છે. પછીના મહિનાઓમાં દુનિયાના ઘણા શહેરોમાં આ સંમેલન રાખવામાં આવશે. ગયા વર્ષે આવા ૨,૯૮૧ સંમેલનો ભરાયા હતા. એમાં એક કરોડ દસ લાખથી વધારે લોકો ગયા હતા!
મોટા ભાગના સંમેલન સવારે ૯:૩૦ વાગે સંગીત સાથે શરૂ થશે. શુક્રવારે નીચેના વિષયો પર પ્રવચનો હશે. “આપણા છુટકારા માટે યહોવાહે આપેલાં વચનો પર ધ્યાન આપો” અને “દરિદ્રી પોકાર કરે ત્યારે યહોવાહ તેને છોડાવે છે.” શુક્રવારે સવારનો કાર્યક્રમ “આપણા સનાતન ઉદ્ધાર માટે યહોવાહની ગોઠવણ” મુખ્ય પ્રવચન સાથે પૂરો થશે.
શુક્રવારે બપોરના કાર્યક્રમમાં આ પ્રવચનો હશે. “યહોવાહ વૃદ્ધોની માયાળુ રીતે દેખભાળ કરે છે,” “દુઃખ-દર્દથી છુટકારો” અને “સેવા આપવામાં સ્વર્ગદૂતોની ભૂમિકા.” પછી ચાર ભાગમાં આ પ્રવચન હશે, “તમારી વિરુદ્ધ ઉઠનાર કોઈ પણ જીભ કે હથિયાર સફળ નહિ થાય.”
શનિવારે સવારે ત્રણ ભાગમાં આ પ્રવચન આપવામાં આવશે, “સેવામાં સતત લાગુ રહો.” એ પછી “શિકારીના ફાંદાથી બચાવવામાં આવ્યા” અને “ઈશ્વરનાં ઊંડા વિચારોને શોધવા” વિષયો પર પ્રવચન આપવામાં આવશે. શનિવાર સવારનો કાર્યક્રમ બાપ્તિસ્માના પ્રવચન સાથે પૂરો થશે. પછી અમુક લોકો બાપ્તિસ્મા લેશે.
શનિવાર બપોરે આ વિષયો પર પ્રવચનો હશે, “તબિયતની સંભાળ રાખવા વિષે બાઇબલ શું જણાવે છે?” “તમારા જીવનમાં કોણ રાજ કરે છે?,” “લગ્નજીવનમાં ‘ત્રેવડી વણેલી દોરીને’ જાળવી રાખો” અને “યુવાનો, હમણાં તમારા સર્જનહારનું સ્મરણ કરો.” છેલ્લે આપણા દિવસો માટે ઉપયોગી સલાહ આપતું આ પ્રવચન હશે, “શું તમે યહોવાહના દિવસને ધ્યાનમાં રાખો છો?”
રવિવારે સવારના કાર્યક્રમમાં ચાર ભાગોમાં પ્રવચન હશે. એમાં ઈસુએ આપેલા એ દૃષ્ટાંતો વિષે ચર્ચા કરવામાં આવશે, જે તેમણે માત્થીના તેરમા અધ્યાયમાં સ્વર્ગના રાજ્ય વિષે જણાવ્યા હતા.
આખા સંમેલનમાં જેની ચર્ચા થઈ, એ વિષે પણ સવારના કાર્યક્રમમાં જણાવવામાં આવશે. બાઇબલ જમાનાનું એક નાટક પણ હશે. એ બાઇબલમાંથી પહેલો રાજા તેરમો અધ્યાય પર આધારિત હશે. રવિવારે બપોરે સંમેલનમાં આ જાહેર પ્રવચન હશે, “ઈશ્વરના રાજ્ય દ્વારા જલદી જ આપણો બચાવ!”
સંમેલનમાં જવા અત્યારથી જ તૈયારી કરો. તમારા માટે સૌથી નજીકનું સંમેલન કયું હશે, એ જાણવા નજીક રહેતા યહોવાહના કોઈ સાક્ષીને પૂછો. કે પછી આ મૅગેઝિનના પ્રકાશકોને લખો. (g 6/06)