સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

‘દરિયાના પેટાળમાં સૌથી વધારે જીવ-જંતુઓ રહે છે. અને છોડ પાન પણ ઊગે છે. એ પણ પાણીમાં. અમે જ્યાં પણ નજર નાખીએ ત્યાં પુષ્કળ જીવ-જંતુઓ, છોડ-પાન જોવા મળે છે.’—ન્યૂ સાયન્ટિસ્ટ, બ્રિટન.

પેન્સિલ્વેનિયા, અમેરિકાના હૅરિસબર્ગ શહેરની અદાલતે ચુકાદો આપ્યો કે ‘સાયન્સના ક્લાસમાં ઉત્ક્રાંતિને બદલે કોઈ સર્જનહારની રચના વિષે શીખવવું ગુનો છે.’—ન્યૂ યૉર્ક ટાઇમ્સ છાપું, યુ.એસ.એ.

૨૦૦૫માં, થયેલા એક સર્વે પ્રમાણે “અમેરિકામાં ૫૧ ટકા લોકો ઉત્ક્રાંતિમાં માનતા નથી.”—ન્યૂ યૉર્ક ટાઇમ્સ, યુ.એસ.એ.

ઑસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેન શહેરના ઝૂમાં ગાલાપાગોસ ટાપુનો કાચબો છે. તે હારિએટ નામથી ઓળખાય છે. હારિએટ ૧૭૫ વર્ષનો છે. તેનું વજન ૧૫૦ કિલો છે. “દુનિયામાં હારિએટ જેટલી મોટી ઉંમરનું બીજું કોઈ પ્રાણી” નથી.—ઑસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોંરેશન.

સ્વિટ્‌ઝર્લૅન્ડમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે અમુક પ્રકારની મકાઈ એવી ગંધ છોડે છે જેનાથી અમુક જીવડાં ખેંચાઈ આવે છે. આ જીવડાં મકાઈના છોડના મૂળને ખાઈ જતા બીજાં જીવડાંને મારી નાખે છે. આમ, નુકસાન પામતી મકાઈને રક્ષણ મળે છે.—ડાઇ વેલ્ટ છાપું, જર્મની. (g 9/06)

જબરજસ્ત સ્કવીડ માછલી

જાપાનની દક્ષિણ બાજુ બોનીન ટાપુ છે. એની આસપાસ વૈજ્ઞાનિકો દરિયામાં સંશોધન કરતા હતા. પાણીમાં રહેતા પ્રાણીઓના ફોટા પાડવા તેઓએ દોરીમાં નાની નાની સ્ક્વીડ માછલી અને ઝીંગા સાથે કૅમેરો બાંધીને આશરે ૯૦૦ મીટર ઊંડો ઉતાર્યો. તેઓએ પહેલી વાર જબરજસ્ત સ્કવીડ માછલી જોઈ, જે આઠેક મીટર લાંબી હતી.

“ડાઇનાસોર ઘાસ ખાતા”

ભારતમાં ડાઇનાસોરના છાણનાં અવશેષ મળી આવ્યા છે. એનો અભ્યાસ કરવાથી ‘વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ડાઇનાસોર ઘાસ ખાતા હતા. એનાથી તેઓ ખૂબ જ નવાઈ પામ્યા,’ આમ એક છાપાએ જણાવ્યું. તેઓ કેમ નવાઈ પામ્યા? એ રિપોર્ટે આગળ જણાવ્યું કે ‘વૈજ્ઞાનિકોનું માનવું હતું કે ડાઇનાસોરનો યુગ પૂરો થયો એના ઘણા સમય પછી ઘાસ-પાન ઊગ્યા.’ તેમ જ એવું માનવામાં આવતું કે ‘ઘાસ-પાન ચાવવા માટે બીજા પ્રાણીઓને હોય છે એવાં ડાઇનાસોરને દાંત ન હતા.’ આ શોધ કરનાર વૈજ્ઞાનિકોની ટીમના હેડ કેરોલીન સ્ટોમબર્ગ, સદીઓ જૂનાં ઝાડ-પાનના અવશેષો પર સંશોધન કરે છે. તેમણે કહ્યું: ‘મોટા ભાગના લોકોએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે ડાઇનાસોર ઘાસ ખાતાં હતાં.’

મધમાખી કેવી રીતે ઊડે છે?

મજાકમાં એમ કહેવામાં આવતું કે મધમાખી ઊડી શકતી નથી એવું એન્જિનિયરોએ સાબિત કર્યું છે. મધમાખીની નાની પાંખો ને ‘મોટું કદ’ જોઈને એવું લાગતું કે એનાથી એ ઊડી જ ન શકે. પણ એ ઊડે છે. કેવી રીતે? તે જાણવા એન્જિનિયરોએ ઊડતી મધમાખીના “એક સેકન્ડમાં ૬૦૦૦ ફોટા પાડીને ફિલ્મ બનાવી,” ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે. એમાં તેઓએ કહ્યું કે મધમાખીની ઊડવાની રીત “વિચિત્ર” છે. ઊડતી વખતે એની ‘પાંખો નેવું ડિગ્રીના ખૂણે ખોલ-બંધ થાય છે. તેઓ એક સેકન્ડમાં ૨૩૦ વાર પ્રોપેલરની જેમ પાંખો ફફડાવે છે.’ એ સંશોધન કરતી ટીમની એક વ્યક્તિએ એમ જણાવ્યું. એના પરથી એન્જિનિયરોને વિમાનના પંખામાં (પ્રોપેલર) સુધારો કરવા કદાચ વધારે મદદ મળશે.

ગીત ગાતા ઉંદરો

‘જે રીતે પક્ષી સાથી શોધવા ગીત ગાય છે એ જ રીતે ઉંદર પણ ગીત ગાય છે,’ એવું ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિને જણાવ્યું. તેઓ એવા અવાજે ગાય છે (અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સીસ) જેને આપણે સાંભળી શકતા નથી. તેથી આપણે ઉંદરનાં ગીત વિષે પહેલાં જાણતા ન હતા. અમેરિકાના સેંટ લૂઇસ, મિઝૂરીમાં ઉંદર પર સંશોધન કરનારાઓને ઉંદરનાં ‘ગીત’ ટુકડે-ટુકડે તાલની જેમ સાંભળવા મળ્યાં. એનાથી એ ગ્રૂપના ઉંદરો ઓળખી શકાય છે. અન્ય સસ્તન પ્રાણીઓમાં વ્હેલ, ડોલ્ફિન, અમુક ચામાચીડિયાં અને માણસ ગીત ગાવાં માટે જાણીતાં છે. (g 9/06)