સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર આપણને ચાહે છે

ઈશ્વર આપણને ચાહે છે

ઈશ્વર આપણને ચાહે છે

એદન બાગમાં જે બન્યું અને ઈશ્વરે એ માટે જે કર્યું, એમાં તેમનો પ્રેમ નીતરે છે. તે આપણને દરેકને જીવની જેમ ચાહે છે, આપણા ભાવિની ચિંતા કરે છે. કેવી રીતે? નીચેની કલમો તમારા પોતાના બાઇબલમાંથી વાંચો.

❖ ઈશ્વરે આપણને સુંદર ધરતી આપી છે. એમાં જાત-જાતનાં પશુ-પંખી છે. જમીન પણ પુષ્કળ ખોરાક ઉગાડે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭; રૂમી ૧:૨૦.

❖ ઈશ્વરે આપણું શરીર કેટલું સરસ બનાવ્યું છે. આપણે ચટાકેદાર ભોજન ખાઈ શકીએ, ડૂબતો સૂરજ જોઈ શકીએ, નાનકડાં ભૂલકાંનો ખિલખિલાટ સાંભળી શકીએ, પોતાને ગમતાનો કોમળ સ્પર્શ મહેસૂસ કરી શકીએ.—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.

❖ દુઃખ-તકલીફો સહન કરવા ઈશ્વર પોતાના જ્ઞાનની રોશની આપે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮; ૧૧૯:૧૦૫; યશાયાહ ૪૮:૧૭, ૧૮.

❖ ઈશ્વર આપણને અજોડ આશા આપે છે. આપણે સ્વર્ગ જેવી પૃથ્વી પર જીવી શકીશું અને આપણા ગુજરી ગયેલા સગાં-વહાલાંને પાછા જોઈ શકીશું.—લુક ૨૩:૪૩; યોહાન ૫:૨૮, ૨૯.

❖ આપણા માટે ઈશ્વરે પોતાના એકના એક, વહાલા દીકરાની કુરબાની આપી, જેથી આપણને હંમેશ માટે જીવવાની આશા મળે.—યોહાન ૩:૧૬.

❖ ઈશ્વરે સ્વર્ગમાં પોતાની સરકાર રચી છે. તેમણે ઘણી સાબિતી આપી છે કે જલદી જ એ સરકાર પૃથ્વી પર રાજ કરશે.—યશાયાહ ૯:૬, ૭; માત્થી ૨૪:૩, ૪, ૭; પ્રકટીકરણ ૧૧:૧૫; ૧૨:૧૦.

❖ ઈશ્વર ચાહે છે કે તેમને પ્રાર્થના કરીએ, પેટછૂટી વાત કરીએ, હૈયું હળવું કરીએ. તે એને સાંભળે પણ છે.—ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ યોહાન ૫:૧૪, ૧૫.

❖ તે ભરોસો અપાવે છે કે આપણા પર તેમને કેટલો બધો પ્રેમ છે.—૧ યોહાન ૪:૯, ૧૦, ૧૯. (g 11/06)